આમિર ખાન લાલ સિંહ ચડ્ઢા ફિલ્મ પછી ગુલશન કુમારની બાયોપિકનું કામ શરૂ કરશે


- 2022 અથવા તો 2023માં ફિલ્મ રીલિઝ કરવાની યોજના

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ

ગુલશન કુમારની બાયોપિક મુગલમાં આમિર ખાન મેયૂઝિક ઇન્ડસ્ટ્રપીના કિંગ અને ટી સીરીઝના ફાઉન્ડર ગુલશન કુમારના પાત્રમાં જોવા મળવાનો છે. અભિનેતા પોતાની ફિલ્મ લાલસિંહ ચડ્ડા પછી આ ફિલ્મ પર કામ શરૂ કરશે. 

આમિર આ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવવાની સાથેસાથે ફિલ્મનો નિર્માતા પણ છે. જોકે આ ફિલ્મની ઘોષણા ૨૦૧૯માં કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેના પર કામ શરૂ કરવામાં આવ્યું નથી. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથેની વાતચતી દરમિયાન ભુષણ કુમારે જણાવ્યું હતુ કે, આમિરની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા રીલિઝ થાય પછી જ મોગુલનું શૂટિંગ શરૂ થઇ શકશે. મને લાગે છે કે, અમે ૨૦૨૨માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશું. આ ફિલ્મને ૨૦૨૨ના અંત અથવા તો ૨૦૨૩ રીલિઝ કરવાની હાલ યોજના છે. 

ભૂષણ કુમારે વધુમાં જણાવ્યું હતુ કે, આ ફિલ્મ મારી પિતાની બાયોપિક હોવાથી હું આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં અંગત રસ લઇ રહ્યો છું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u4wgVj
Previous
Next Post »