બાળપણમાં જન્મદિન પરિક્ષાઓ વચ્ચે જતો રહેતો : નિમ્રત કૌર


- નિમ્રત તેના પરિવારજનો સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા ઘણી ઘેલછા હતી, જે જન્મદિને પૂરી થઈ. એ કહે છે, 'મેં કોરોનાની રસી લઈ લીધી છે. મારા પરિવારજનોમાં બધાએ રસી લીધી છે અને આમ અમે બધા સલામત બની ગયા છે

૧૩ માર્ચે અભિનેત્રી નિમ્રત કૌરે તેના વડીલો અને મિત્રો સાથે જન્મદિનની ઉજવણી કરી અને એ પણ નોઇડામાં આવેલા ઘરમાં. આ માટે તે છેક ઉત્તર પ્રદેશના આગ્રાથી શુટિંગમાંથી સમય કાઢીને ઘરે આવી અને જીવનની અનમોલ પળોને પરિવારજનો સાથે માણી.

૨૦૨૧નું વર્ષ અભિનેત્રી નિમ્રત કૌર માટે સારી શરૂઆત સાથે શરૂ થયું છે. તેની નવી ફિલ્મ 'દસવી'નું શુટિંગ શરૂ થયું છે અને છેક પાંચ વર્ષના ગેપ પછી એ ફરી હિન્દી ફિલ્મોમાં પાછી ફરી છે. 'હું જન્મદિન પહેલાં ફિલ્મના કામમાં અત્યંત વ્યસ્ત હતી અને બે-ત્રણ દિવસ માટે જન્મદિવસની ઉજવણી અને એ બહાને પરિવારજનોને મળ્યા નોઇડા આવી,' એમ નિમ્રત કૌરે જણાવ્યું હતું.

આ અભિનેત્રીને તેના પરિવારજનો સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા ઘણી ઘેલછા હતી, જે જન્મદિને પૂરી થઈ. એ કહે છે, 'મેં કોરોનાની રસી લઈ લીધી છે. મારા પરિવારજનોમાં બધાએ રસી લીધી છે અને આમ અમે બધા સલામત બની ગયા છે. મારા માતાપિતાની વય ૬૦ વર્ષથી વધુની છે અને મને ખબર છે કે તેમને કોઈ જોખમમાં મૂકવા ન જોઈએ,' એવી પણ તેણે સ્પષ્ટતા કરી છે.

માતાપિતા ઉપરાંત તેને તેની નાની સાથે સમય વિતાવવાનો ઘણો ગમ્યો. નિમ્રત કૌર કહે છે, 'મારી નાનીની વય ૯૦ વર્ષથી વધુ છે. તેઓ પણ ૪૦ વર્ષ પછી નવા ઘરમાં રહેવા ગયા છે. નવા ઘરમાં રહેવાનો અનેરો આનંદ છે. જ્યાં મેં સરસ ફેમિલીટાઇમ પસાર કર્યો.'

બેશક, નિમ્રતએ તેનો જન્મદિવસ બહું શાંતિથી ઉજવ્યો કેમ કે તેને ધાંધલધમાલ કે શોરબકોર ઝાઝો પસંદ નથી. નિમ્રત કહે છે, 'હું મારી આસપાસના લોકોને ખૂબ પ્રેમ કરું છું, તેઓ પણ મારી જેમ લાંબો પ્રવાસ કરીને મારા જન્મદિને અમારા ઘરે આવ્યા છે. આ દિવસે મને જે માન-સન્માન મળ્યું તેનો મને ઘણો આનંદ થયો છે. કોઈક વેળા હું મારી બહેન સાથે પ્રવાસ કરીને આવું છું, પણ મોટેભાગે તો હું મારા પરિવારજનો સાથે જ આવું છું. મારા માટે પરિવારજનોનો પ્રેમ અમૂલ્ય છે,' એમ ઉમેર્યું ૩૯ વર્ષની અભિનેત્રીએ.

આ પ્રસંગે તેણે બાળપણમાં ઉજવેલા જન્મદિનોને પણ યાદ કર્યા હતા અને સ્વીકાર્યું હતું કે 'એ દિવસો આનંદપૂર્ણ વિતવાને બદલે શિક્ષારૂપ પસાર થયા હતા.'

એવા દિવસો યાદ કરતા નિમ્રત કહે છે, 'ઘણીવાર તો જન્મદિવસ વાર્ષિક પરીક્ષાના સમયે આવતા. અરે કોઈકવાર તો પરીક્ષા ચાલતી હોય તો કંઈકવાર પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોય ત્યારે જન્મદિવસ આવે. આમ, મોટેભાગે મારો જન્મદિવસ ખરેખર મારા માટે ભયજનક બની રહેતો. હું મારો જન્મદિવસ માણી પણ નહોતી શકતી. આ ખરેખર દુ:ખદ હતું. વાસ્તવમાં મેં મારા જન્મદિનની ખરેખરી ઉજવણી તો મારા કોલેજના વર્ષોમાં શરૂ કરી. 

આથી મને મારો જન્મદિવસ શાંતિ ઉજવવાનો ગમે છે કેમ કે આ માટે મારી કોઈ અપેક્ષા નથી હોતી,' એમ કહી નિમ્રત કોરે વાતો પૂરી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3feG8Y5
Previous
Next Post »