નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.મંગળવારે જિલ્લાના વડામથક નડિયાદમાં ૧૬,માતર-૩,વસોમાં ૨,જ્યારે મહેમદાવાદ,ઠાસરા અને કઠલાલમાં એક-એક કેસો નોધાતા કુલ૨૪ કેસો નોધાયા છે.જ્યારે સોમવારે જિલ્લામાં કુલ-૨૫ કેસો નોધાયા હતા.
જેમાં નડિયાદ અને ગળતેશ્વરમાં ૭,મહેમદાવાદમાં-૫,ઠાસરામાં ૩,કઠલાલ,ખેડા અને માતરમાં એક-એક કેસ નોધાયા હતા.આમ જિલ્લામાં બે દિવસમાં કુલ-૪૯ કેસો નોધાયા છે. જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩,૮૬૭ પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં આજે કુલ-૪૪૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૧૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે.વેન્ટીલેટર પર બે દર્દી,ત્રણ દર્દી બાયપેપ પર જ્યારે ઓક્સિજન પર એક દર્દી૧૦૮ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.ખેડા જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૬, ફ્રન્ટલાઇન વર્કર-૨૨, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૩૬૩૦, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૩૫૮૨,૬૦ વર્ષ કે તેથી વધુ (બીજો ડોઝ)-૪૨૬, ૪૫ થી ૪૯ વર્ષ (બિમારી ધરાવતા )-૩૯ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.
નડિયાદ શહેરમાં તથા તાલુકામાં નોંધાયેલા કેસમાં
મહિલા ઉં.વ.૪૧ લક્ષ્મીદેવ પાર્ક નડિયાદ, પુરુષ ઉં.વ.૩૨ ડી.ડી.યુ સ્ટાફ ક્વાટર્સ નડિયાદ, મહિલા ઉં.વ.૨૮ ગાયત્રી નગર અમદાવાદી દરવાજા નડિયાદ, પુરુષ ઉં.વ.૫૪ મિહીર બંગ્લોઝ નડિયાદ, પુરુષ ઉં.વ.૪૬ નારાયણધામ સોસાયટી નડિયાદ, પુરુષ ઉં.વ.૪૮ પ્રાઇમ હીલ નડિયાદ, પુરુષ ઉં.વ.૪૮ કલ્પેશ સોસાયટી નડિયાદ, મહિલા ઉં.વ.૬૧ શ્રીજી સોસાયટી ડભાણ તા નડિયાદ, પુરુષ ઉં.વ.૫૭ મધુપુષ્પ એપાર્ટમેન્ટ નડિયાદ,
મહિલા ઉં.વ.૪૬ લક્ષ્મીપુરા સોસાયટી નડિયાદ, મહિલા ઉં.વ.૭૫ પ્રાઇમ હીલ નડિયાદ, પુરુષ ઉં.વ.૪૩ ઝેવિયર્સ પાર્ક નડિયાદ, મહિલા ઉં.વ.૫૪ નવા માખણ પૂરા નડિયાદ, પુરુષ ઉં.વ.૬૫ ગોકુલ નગર નડિયાદ, મહિલા ઉં.વ.૫૦ સાવલીયા નગરની બાજુમાં નડિયાદ, પુરુષ ઉં.વ.૬૨ નવા ઘરા ચકલાસી તા નડિયાદનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં નોંધાયેલ કેસોમાં પુરુષ ઉં.વ.૨૧ ગાયત્રી પ્રજ્ઞાા પોળ માતર, પુરુષ ઉં.વ.૫૬ ગાયત્રી પ્રજ્ઞાા પોળ માતર, કિશોર ઉં.વ.૨૦ ગાયત્રી પ્રજ્ઞાા પોળ માતર, પુરુષ ઉં.વ.૩૨ પી.એચ.સી ક્વાટર્સ તા વસો, પુરુષ ઉં.વ.૫૭ પીપળાવાળુ ફળીયુ,ખાંધલી તા વસો, પુરુષ ઉં.વ.૪૨ જનતા પોળ અકલાચા તા મહેમદાવાદ, મહિલા ઉં.વ.૭૦ દરજીની વાડી ડાકોર તા ઠાસરા, પુરુષ ઉં.વ.૪૫ જૂની અરાલ તા કઠલાલનો સમાવેશ થાય છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31AQvgS
ConversionConversion EmoticonEmoticon