- લિડરશીપ અને ક્રિયેટીવિટીની કળા જેમનામાં ઠાંસી ઠાંસીને ભરી છે એેવી ભારતીય મહિલાઓ આજકાલ કોર્પોરેટ જગતમાં પોઝિટિવ ન્યુઝ બનીને ચમકી રહી છે....
- બિઝનેસ અને કોર્પોરેટ જગતમાં મહિલાઓેએ કરેલું ખેડાણ સેલ્યુટને પાત્ર છે, રસોડાની રાણી જ્યારે કોર્પેારેટ કંપનીનું સુકાન સંભાળે છે ત્યારે તે કંપનીની કામગીરી નફાના ટ્રેક પર ખેંચી જાય છે
આ જે મહિલા દિવસ છે. બિઝનેસ અને કોર્પોરેટ જગતમાં મહિલાઓેએ કરેલું ખેડાણ સેલ્યુટને પાત્ર છે. રસોડાની રાણી જ્યારે કોર્પેારેટ કેપનીનું સુકાન સંભાળે છે ત્યારે તે કંપનીની કામગીરી નફાના ટ્રેક પર ખેંચી જાય છે. પુરુષ સમોવડી મહિલાઓ બિઝનેસ અને કોર્પોરેટ ક્ષેત્રે ડંકો વગાડી રહી છે. અનેક બિઝનેસ એવા છે કે જેમાં મહિલાઓ તેમના પુરુષ પ્રતિસ્પર્ધીઓને હંફાવી ચૂકી છે. એક સમય હતો કે જ્યારે મહિલાઓના નામે તેમના ઘરના લોકો બિઝનેસ ચલાવતા હતા અને મહિલાનું કામ ચેકબુક પર માત્ર સહી કરવાનું રહેતું હતું.
આજે સ્થિતિ બદલાઇ છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓ છવાઇ ગઇ છે કોર્પોરેટ કંપનીઓમાં તેમને દબદબો જોવા મળે છે. વૈશ્વિક તખ્તા પર ભારતના વુમન સીઇઓની ડિમાન્ડ જોવા મળે છે. સ્ટાર્ટઅપની દુનિયામાં પણ યંગ જનરેશન છવાયેલું છે. જ્યારથી સેબી (સ્ટેાક એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) એ લીસ્ટીંગ કંપનીઓને ઓછામાં ઓછી એક મહિલાને ડિરેક્ટર તરીકેનો કાયદો લાવતા દેશની ૪૫૫૮ લિસ્ટેડ કંપનીઓમાં મહિલા ડિરેક્ટ નિમાયાં છે.
બેંકિંગ ક્ષેત્રે આંઠ મહિલાઓ ચેરમેન પદે રહેલી છે. ભારતમાં જે મહિલા સૌ પ્રથમ બેંકના સીઇઓ બન્યા તે ઉષા અનંત સુબ્રમણ્યમે બેંકિંગ ક્ષેત્રને મહિલાઓને ચેરમેન પદે પસંદ કરવાની દિશામાં વિચારતા કરી દીધા હતા. ભારતના પ્રથમ બિઝનેસ વુમન તરીકે કલ્પના સરોજનું નામ મુકી શકાય. મહિલાઓ ઘર સંભાળી શકે કે રસોડાની રાણી બની શકે પરંતુ તે ક્યાકેય કોર્પોરેટ ક્વીન ના બની શકે એમ વિચારતા લોકોએ જ્યારે કલ્પના સરોજ ને સફળતા હાંસલ કરતા જોયાં ત્યારે સ્તબ્ધ થઇ ગયા હતા. ૧૬ વર્ષની ઉંમરે એક કાપડના કારખાનામાં કામ કરતાં કરતાં બેંકોની લોન લઇને પોતાનો બિઝનેસ ચાલુ કર્યા બાદ અનેક સમસ્યાઓનો સામનો કરયા બાદ સફળતા મેળવી હતી. તમને આ બિઝનેસમાં નહીં ફાવે કેમકે તે પુરુષ પ્રભુત્વ વાળો છે એમ કહેનાર દરેકને તેમણેે હંફાવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમનું સન્માન કર્યું હતું.
એમ પણ માનવાની જરૂર નથી કે પૈસાદાર વર્ગની મહિલાઓજ બિઝનેસ ક્ષેત્રે આગળ આવી શકે છે કે ભણેલાજ બિઝનેસ કરી શકે જેવી નકારાત્મક વાતોનો છેદ ઉડાવી દેનાર વિશ્વભરમાં પ્રખ્યાત લિજ્જ્ત પાપડની બ્રાન્ડની પ્રણેતા સાવ મધ્યમ વર્ગની લોહાણા સમાજની મહિલાએા હતી. ૮૦ રૂપિયા ઉધાર લઇને શરૂ કરેલો પાપડ વણવાનો ગૃહ ઉદ્યોગ આંજે ૧૫૦૦ કરોડનું ટર્ન એાવરને વટાવી ગયો છે. ૧૦ કરોડના પાપડ એક્સપોર્ટ કરે છે. એટલેજ મહિલાઓના બિઝનેસની વાત આવે એટલે લિજ્જત પાપડને બ્રાન્ડ બનાવવાનો સંઘર્ષ ભૂલી શકાતો નથી. ગુજરાતી કુટુંબોને લિજ્જ્તનો ટેસ્ટ દાઢે વળગેલો છે. તેના સર્વેસર્વા કહી શકાય એવા ૯૨ વર્ષના જશવંતી બહેનને બે મહિના અગાઉ ભારત સરકારે તેમને એવોર્ડથી નવાજ્યા છે. સાદાઇના પ્રતિક સમાન જસવંતી બહેન આજે પણ ખુલ્લા પગે ચાલે છે. ચંપલ ક્યારેય નથી પહેરી.
બિઝનેસ કરવા માટે જશવંતીબેનની જેમ ખુલ્લા પગે ચાલવાની જરૂર નથી પણ સંઘર્ષનો સામનો કરવાની સાથે સાથે આગળ વધવાની ગતિ કેવી રીતે ચાલુ રાખવી તે શીખવાનું છે. ગુજરાત સરકારે જશવંતી બેનની સફળતાનો અને પ્રથમ બિઝનેસ વુમન કલ્પના સરોજના પાઠ સ્કુલના સિલેબસોમાં રાખવા જોઇએ. ૫૦,૦૦૦થી વધુ બહેનો જ્યાં કામ કરતી હોય અને જે સંસ્થાનો તમામ વહિવટ પણ બહેનો કરતી હોય તેનું વહિવટી ગણિત જોઇને હાર્વર્ડવાળા પણ માથું ખંંજવાળી રહ્યા છે. એવીજ રીતે સૌથી વધુ પગાર લેતા ભારતીય સીઇઓ ઇન્દીરા નૂઇ છે. તે મધ્યમ વર્ગમાંથી આવે છે અને તે વાતને જાહેરમંા કબૂલે છે.
બહુ ઓછી મહિલાઓ નસીબદાર હોય છે કે તેમને તેમના પિતા કે પતિની કંપનીમાં ઉંચેા હોદ્દો મળતો હોય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની નામાંકીત કંપની ટીસીએસના માલિક શિવ નાદરે તેમની એમબીએ થયેલી પુત્રી રોશની નાદર મલ્હોત્રાને આખી એટલેકે ૩૦૦૦ કરોડની ટીસીએસ કંપની સોંપી દીધી હતી. ૪૦ વર્ષની રોશનીનું નામ દેશની પૈસાદાર મહિલાઓમાં ટેાચ પર છે. તેમની સંપત્તિ ૪૮,૦૦૦ કરોડની છે.
સૌથી પૈસાદાર બિઝનેસ વુમનમાં બીજા નંબરે બેંગલુરુ સ્થિત બાયો ફાર્માસ્યુટીકલ બાયોકેમના કિરન મજમુદાર શો આવે છે. તેમની અંદાજીત સંપત્તિ ૩૬,૬૦૦ કરોડની છે. એવીજ રીતે લીના ગાંધી તિવારીનું છે. તે મુંબઇ સ્થિત બાયો ટેકનોલોજી ફર્મ યુએસવીના માલિક છે. તેમના દાદાએ સ્થાપેલી આ કંપની છે. તેમની સંપત્તિ ૨૧,૦૦૦ કરોડની છે.
દેશની નામાંકિત દીવીસ ફાર્માસ્યુટીકલના ડિરેક્ટર નિલિમા મોટપર્તી ની સંપત્તિ ૧૮,૦૦૦ કરોડની છે. તે ૨૦૧૨માં આ કંપની સાથે જોડાયા બાદ ડિરેક્ટના પદ સુધી પહોંચ્યા હતા. સોફ્ટવેર ડેવલોપમેન્ટ કંપની ઝોહોના ફાઉન્ડર શ્રીધર વામ્બુના બહેન રાધા વામ્બુ બિઝનેસ સંભાળે છે.તેમની સંપત્તિ ૧૧,૦૦૦ કરોડની છે.
ક્લાઉડ નેટ વર્કીંગ કંપની એરિસ્ટા નેટવર્કના સીઇઓ તરીકે જયશ્રી ઉલ્લાલ છે. અરિસ્ટા પહેલાંતે સિસ્કોમાં હતા. એક અહેવાલ પ્રમાણે તેમની સંપત્તિ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.
હિરો મોટર કોપના મેનેજીંગ ડિરેક્ટર તરીકે રેનુ મૂંજાલ છે. તેમની સંપત્તિ ૮,૫૦૦ કરોડકરતાં વધુ છે. ગુજરાતની એલેમ્બિક ફાર્માસ્યુટીકલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે મલિકા ચિરાયુ અમીન છે. પૂણે સ્થિત થર્મેક્સ કંપની ૧૯૯૬થી ૨૦૦૪ સુધી અનુ આગા ચલાવતા હતા ત્યારબાદ તેનું સુકાન તેમની પુત્રી મેહર પદમજીને સોંપાયું છે. તેમની સંપત્તિ ૫,૫૦૦ કરોડ રૂપિયા છે. ઓનલાઇન બ્યુટી સ્ટોર નાયકા ધરાવતા ફાલ્ગુની નાયરની સંપત્તિ ૫૦૦૦ કરોડ રૂપિયા છે. આજે ભારતનું શેર બજાર ૫૧,૦૦૦ પોઇન્ટને વટાવી રહ્યું છે તેની પાછળ પણ એક મહિલાનું બ્રેન કામ કરી રહ્યું છે. તે ચિત્રા રામક્રિષ્નને તાજેતરમાંજ રાજીનામું આપ્યું છે.
સંપત્તિવાન મહિલાઓ બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. બિઝનેસ ક્ષેત્રે આગળ વધતી મહિલાઓે મી-ટુ જેવા વિવાદોને સાઇડમાં હડસેલીને આગળ વધવાનું ચાલું રાખ્યું હતું. સોફ્ટવેર અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ યુવતીઓ અગ્રેસર જોવા મળે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38hed5A
ConversionConversion EmoticonEmoticon