- ધર્મને એક એક બાજુ રાખીને ગીતાને માણશો તોય એક ભવ્ય અને દિવ્ય અનુભૂતિ થશે.
કોઈ કહેશો પ્યાર શું છે ?
જિંદગીનો સાર શું છે ?
સ્મિત પરથી કેમ જાણું ?
એની અંદર બ્હાર શું છે ?
રાતભર જાગી હશે એ ?
આંખ પર આ ભાર શું છે ?
પ્રેમ છે તો માની લો ને,
થાય આંખો ચાર શું છે ?
- વિજય રોહિત
'મને પંખીનું બચ્ચું ઊડતાં શીખતું હોય તેવું બતાવવામાં આવ્યું. એના શરૂના પ્રયત્નો ઘણા નબળા હતા. પણ એની પાંખોનો જેમ એ વધુને વધુ ઉપયોગ કરતું ગયું તેમ એ પાંખો મજબૂત બનતી ગઈ. છેવટે એને ઊડવા માટે મુક્તિ મળી અને એ જરા પણ આયાસ વગર ઊંચી ઊંચાઈઓમાં, દૂર દૂર સુધી ઊડવાને શક્તિમાન બન્યું.' ઈશા કુન્દનિકાના ભાવાનુવાદ 'ઓપનીંગ ડોર્સ વિધિન'માં એઇલીન કેડી અંતરના દ્વાર ઊઘાડે છે.
પાંચ હજાર વર્ષ પૂર્વે રચાયેલ વેદ વ્યાસ રચિત મહાભારતનો અંશ 'ગીતા' અંદરના અવાજને અને ભીતરના ભાવને આલેખે છે. મહાભારતમાં નથી તે જગતમાં ક્યાંય નથી. વિચારથી અંધ હોઈએ તો કેવું પીડાદાયક પરિણામ આવી શકે છે એ ગીતાસાર છે. ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે વિલ્કીનસ પાસે ભગવદ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો. વિશ્વની મોટાભાગની ભાષામાં એનો અનુવાદ થઇ ચૂક્યો છે. જેમ તુલસીદાસે લોકભોગ્ય શૈલીમાં રામાયણને ઉતારી એમ જ્ઞાાનેશ્વરે મરાઠીમાં ગીતા લખી હતી. ગુજરાતી ભાષામાં ગીતાની સમજૂતી આપતા ૩૦૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયા છે. ગીતાના ૧૮ અધ્યાય, ૭૦૦ શ્લોકો, ૯૪૧૧ શબ્દો, અને ૨૪૪૪૭ અક્ષરોની સુગંધ બગીચાના જુદા જુદા ફૂલો જેવી છે. યુધ્ધભૂમિના પ્રથમ અધ્યાયથી ત્યાગની પૂર્ણતાના અઢારમાં અધ્યાય સુધીની ભાષા સાતત્યપૂર્ણ છે. મોટાભાગના શ્લોકને અનુષ્ટુપની ચાલમાં ઢળવું ગમ્યું છે. યુદ્ધભૂમિમાં દુર્યોધનને પૂછવામાં આવ્યું કે 'સામે કોણ છે ?' ત્યારે એણે જવાબ આપેલો કે 'દુશ્મન'. આ જવાબ એનું ખુન્નસ અને ખટરાગ સૂચવે છે. આ જ સવાલ અર્જૂનને પૂછયો ત્યારે એણે કહેલું કે 'મારા ભાઈઓ છે'. આ જવાબ એના સંસ્કાર અને સૌજન્ય સૂચવે છે. સોયની અણી જેટલી પણ જમીન ન આપવાની વૃત્તિ હોય ત્યારે દુર્યોધન જેવી પ્રવૃત્તિ જન્મ લે છે.
વિશ્વનું સૌથી શ્રે સંવાદકાવ્ય ગીતા છે. સંજય અને ધૃતરાષ્ટ્ર જેના મૂક સાક્ષી છે. કોઈ કાવ્ય શ્લોક સુધી પ્રલમ્બાય અને લોકના શ્વાસ સુધી વિસ્તરે એ શબ્દની ઉર્જા છે. કૃષ્ણ અર્જુનને ગુરુ તરીકે નહીં પણ સખાના સહ્ભાવે ઉપદેશ આપે છે. જો કે એનું ઉપદેશ કે આદેશ રૂપે આપણે અર્થઘટન કર્યું છે, કૃષ્ણએ તો ગીતાની ગોઠડી માંડી હતી. શોકમાંથી શ્લોક તરફ જવાની એ ગતિ હતી. જગતની સૌપ્રથમ મોટીવેશનલ સ્પીચ કુરુક્ષેત્ર નામના ઓપન એર થીયેટરમાં અપાઈ હતી. એકે હજારા જેવો એક જ શ્રોતા હતો અને એ પણ મુંજાયેલો અને મુરજાયેલો. પણ કૃષ્ણ જેનું નામ... થોડીવારમાં તો શ્રોતાને પોતાના વશમાં કરી જ લે. ઉત્તમ વક્તા કદી પ્રેક્ષકોને અન્ડરએસ્ટીમેટ કરતા નથી. તમને તમારા શબ્દમાં વિશ્વાસ હશે તો અક્ષૌહિણી સેના પણ પાણી ભરે. હારને પણ હરાવે એ કૃષ્ણ. ગીતામાં કહ્યું છે અને ગીતાકુમારી ફોગાટે કર્યું છે તેમ 'દ્વઊંીઙ્ખપ્યશ્ન્ેંષ્દ્વ્ઝશ।ય ઊં્ દ્ધલ્યૈ્ઢ દ્વ્ટ્ટઝ્ર ળ' આ શ્લોકને તો ડ્રોઈંગ રૂમની ભીંત પર મઢાવીને મૂકવા જેવો છે. નંદવાયેલા અને નિરાશ હૈયાને હામ આપે છે.
રણભૂમિમાં પુરુષોની પાછળ સ્ત્રીઓએ જે બલિદાન આપ્યું છે એની વિગતે વાત બહુ થઇ નથી. સમગ્ર ગીતાનો સાર બીજા અધ્યાયના આ શ્લોકમાં આવી જાય છે. 'ડ્ડલ્ય:પ્છ ઊં્ શઊં ઙ્મઊંથ ઝ્રસ।ત્નશ્નડપ્ઢહ્લદ્મપ્।ય ળ ઢ્ઢ્ઢઙછ શ્વપ્સદ્ધીમ્પ્છ ેપ્દ્વેશ્ન્યેં।ઘક્ર હ્લઝવ્।હ્લ ળળ ' અર્જુનને પૃથાપુત્ર તરીકે સંબોધાયો છે. કૃષ્ણના પિતા વાસુદેવના બહેન પૃથા હતા. આમ આ રીતે કૃષ્ણએ અર્જુન સાથેની લોહીની સગાઇ સ્મરી હતી. સામે રણભૂમિમાં સગાઓને જોઇને નર્વસ થઇ ગયેલ અર્જુનને કહ્યું 'ેંદ્વૈ્ઝ્રઝ્રય ર્દ્વં્ હ્ય્(ઢીઝ્ર યિં, ઝ્ર્ ાૃપ્ઝ દ્ધક્ન્ ઢૈઊંઝ્ર યિં પ્ઢફ્ર દ્વઝ 'ક્ષત્રિય કદી પીછેહટ કરતો નથી. જો એમ કરે તો એ ક્ષત્રિય નથી. યુધ્ધમાં હારવું ક્ષમ્ય છે પણ પીઠ દેખાડવી પાપ છે. આજે પણ આપણે ધર્મસ્થાનકોમાં દર્શન કર્યા પછી પીઠ નથી બતાવતા. પરંપરા કહે છે કે પરિસ્થિતિથી ભાગી ન છૂટો. અર્જુનની લાગણીને કૃષ્ણએ દુર્બળતા માની છે. આવી મિથ્યા ઉદારતા અને કહેવાતી અહિંસાનો ત્યાગ કરવા કહે છે. 'પરમ તપ' (દુશ્મનોનું દમન કરનાર) સંબોધન દ્વારા અર્જુનને તેની પોતાની ઓળખ આપી ત્યારે હનુમાનજી જેમ પોતાની શક્તિનો પરિચય મળે છે. જીવનરથના સારથિ કૃષ્ણ જેવા મળી જાય તો લાખો લડાઈ હસ્તે મોંએ લડી શકાય છે.
ગીતા કહે છે કે 'સમાજનું ભલું થતું હોય તો અસત્ય બોલવામાં કોઈ વાંધો નહીં'. મૂળ મહત્વ ઉદ્દેશનું છે, ઉપકરણનું નહીં. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 'પ્રગતિ માટે આધુનિકતાની સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ સાથે રાખવી પડશે.' એમાં સંસ્કૃતિની શોભા અને વીતકની વિરાસત ગીતા અગ્રસ્થાને છે. ગીતા એક અદભૂત ઝરણું છે જેમાં ડૂબકી દેવાથી અંદરથી પણ ભીંજાઈએ છીએ. સાચા દિલથી સાદ કરો તો આપણામાં જીવતા આશંકાયુક્ત અર્જુનની આંગળી કૃષ્ણ પકડે જ છે. ગીતા ગાતું કાવ્ય છે. ધર્મને એક એક બાજુ રાખીને ગીતાને માણશો તોય એક ભવ્ય અને દિવ્ય અનુભૂતિ થશે. એક એક શ્લોકમાં વ્યંજનાવ્યાપાર અને કાવ્યતત્વ ભારોભાર દેખા દેશે. હિંદુ ધર્મનો ગ્રંથ હોવા છતાં હિંદુ ધર્મ પૂરતો સીમિત ન રહેવા વિશ્વસંસ્કૃતિનો સમભાવસંદેશ આપે છે. 'ગીત' ગાતા હૂં ની બદલે 'ગીતા' ગાતા હૂં ગાશું ત્યારે જીવનનું સાચું સંગીત પ્રગટ થશે. સહજતા અને સરળતાને કારણે કૃષ્ણ ભક્તો અને ભાવકોમાં અતિપ્રિય રહ્યા છે. અંતે કૃષ્ણ કહે છે કે 'સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર' આમ કૃષ્ણ કોઈ આગ્રહ કે આજ્ઞાા કરતા નથી. યોગ્ય નિર્ણય લેવા માટે મોકળાશ અને મુક્તતા આપે છે. ગીતા વાંચીએ ત્યારે મોરપિચ્છ જેવી હળવાશ અનુભવાય છે.
આવજો...
દરેક બાળકનો જો એમનામાં પડેલી શક્યતાઓ પ્રમાણે વિકાસ કરવામાં આવે તો આ દુનિયા મહાન માણસોથી ભરચક થઇ જાય.
- ગેટે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fsWX1S
ConversionConversion EmoticonEmoticon