ધી એક્ટરમાં રયાન ગોસલિંગ સ્મૃતિ ભ્રંશથી પીડાતા યુવકનું પાત્ર ભજવશે


એક્ટર રયાન ગોસલિંગ ધી એક્ટર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ડોનાલ્ડ ઈ ેવેસ્ટલેકની નવલકથા મેમરી પર આધારીત છે.

એનોમેલિસા ફિલ્મથી નામના મેળવનાર ડયુક જોનસન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. ધી એક્ટરની સ્ક્રિપ્ટ જોનસને સ્ટીફન કૂની સાથે મળીને લખી છે.

ધી એકટરમાં ગોસલિંગ ન્યુ યોર્ક એકટર પોલ કોલની ભૂમિકા ભજવશે. વાર્તા મુજબ પોલને ૧૯૫૦માં  ઓહિયોમાં ઢોર માર મારીને  કોઈ દુર્ગમ સ્થળે મરવા માટે છોડી દેવાયો હતો. પોતાના યાદશક્તિ ગુમાવી બેઠેલો અને કોઈ અજાણ્યા ગામમાં છોડી મુકાયેલો પોલ પોતાને ઘેર પાછા જવા માટે સંઘર્ષ કરે છે. તે યાદશક્તિ ગુમાવી બેઠેલો હોવા છતાં  ધીમે ધીમે પોતાના જીવનના હિસ્સાઓને એકત્ર કરવાની અને પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવાની કોશિશ કરે છે. ધી એકટર આપણી વાસ્તવિકતાને સ્પર્શે છે. ઘર, પ્રેમ અને પોતાની જાતને ઓળખવાની તલાશ.

ગોસલિંગ કેન કાઓ, જોનસન, અબીગેલ સ્પેન્સર અને પોલ યંગ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ પણ કરશે.

ગોસલિંગે ધી નોટબૂક (૨૦૦૪), ક્રેઝી, સ્ટુપિડ, લવ (૨૦૧૧) અને લા લા લેન્ડ (૨૦૧૬) માટે નામના મેળવી હતી. તેને ગોલ્ડન ગ્લોબનો એવોર્ડ પણ મળ્યો છે તેમજ ઓસ્કારમાં તેણે નામાંકન પણ મેળવ્યું હતું.

હાલ ગોસલિંગ પાસે અનેક પ્રોજેકટ છે. તેમાં મોટા બજેટની બ્લોકબ્લસ્ટર ધી ગ્રે મેન સામેલ છે. ગ્રે મેનમાં તેની સાથે ક્રિસ એવાન્સ છે. ગોસલિંગ ફિલોર્ડ અને ક્રિસ મિલરની ફિલ્મ પ્રોજેકટ હેલ મેરી અને લેહ વોનેલની વુલ્ફમેન ફિલ્મમાં પણ  મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vTnjj8
Previous
Next Post »