- અમારી વાત સાંભળી રહેલો નાનો ક્રિકેટર પિન્ટુ કહે : 'અત્યારે ક્રિકેટનો જમાનો છે. ક્રિકેટમાં શ્રેષ્ઠ હોય તેવાનો ફોટો મૂકો. એ પ્રેરણા આપે. 'વિરાટ કોહલી'નો સરસ ફોટો હું લાવી દઈશ.'
ન વો નવો ફ્લેટ સહુને ગમી ગયો. કેટલા વર્ષે અમારી મનોકામના પૂરી થઈ. ભાડાના ફ્લેટમાં વર્ષો સુધી રહી રહીને કંટાળી ગયા હતા. ફ્લેટમાં ઉપરના માળ પર પાણી ના મળે, ચોમાસામાં ધાબામાંથી જલધારા પ્રગટે, આસપાસના માળમાં રહેનારા સાથે નજીવી વાતે ઝઘડા થયા જ કરે. ફ્લેટના માલિક અમે ખરા, પણ સગવડો બધી સહિયારી. કોઈવાર પાણીની મોટર બગડી હોય તો એને રિપેર કરાવવા માથે કોણ મોડ બાંધે? પૈસો તો કોઈની પાસેથી છૂટે જ નહિ. અને આસપાસના કે બાજુના ફ્લેટમાં ઝઘડા ચાલતા જ હોય.
પહેલો સગો પાડોશીની વાત ફ્લેટમાં ખોટી પડતી હતી. અમારી ફ્લેટની અને બાજુના ફ્લેટની ભીંત કોમન હતી. અને અમારા પડોશી ભીંત પર એમનો કાન ચોંટાડીને અમારા ઘરમાં જે બધી હિલચાલ થતી હોય તે સાંભળવાનો આનંદ માણતા હતા. અને એ આનંદ આજુબાજુમાં વહેંચતા હતાં.
માણસને માણસમાં રસ હોય એ વાત સાચી, પણ પડોશીને પડોશની વાતોમાં રસ હોય એ પણ વાત સાચી.
આ બધી પરેશાની નાછૂટકે વર્ષો સુધી વીતતાં રહ્યાં.
જ્યારે નસીબ જાગ્યું અને એક કંપનીમાં સારા પગારની પોસ્ટે અમે એમાં ગોઠવાયા ત્યારે અમારો ઈર્ય ઇગો ફૂલકાની જેમ ફૂલ્યો.
એક નવી સોસાયટીમાં અમે ચારેક રૂમ રસોડાનો થોડો કીમતી ફ્લેટ લેવાની હિંમત કરી. ફ્લેટનું ઉદ્ઘાટન કરી દીધું. મિત્રોને જમાડયા. અને ઠરીઠામ થવા માંડયા ત્યારે એક મૂંઝવતો સવાલ સામે આવીને ઉભો રહી ગયો. ચાર ચાર રૂમમાં ભીંતે ફોટો કે છબી કોની મૂકવી?પ્રશ્ન પેચીદો હતો. અમારું કુટુંબ વૈવિધ્યશાળી હતું. પત્ની અને બાળકો મળીને અમે પાંચેક જણાં ખરા. અમે એટલે કે પરિવાર પુષ્ટિમાર્ગી હતો. અમારાં મમ્મી-પપ્પા શ્રીનાથજીવાળા હતા.
મેં પહેલો પ્રસ્તાવ મૂક્યો : 'શ્રીનાથજી ભગવાનની કૃપાથી જ આપણને આવો સગવડવાળો ફ્લેટ મળ્યો છે. એટલે બારણામાં પ્રવેશતા જ આપણને શ્રીનાથજીબાવાનાં દર્શન થાય એ રીતે ડ્રોઇંગરૂમમાં એક મોટો ફોટો શ્રીનાથજી ભગવાનનો મૂકીએ.
સવારમાં નાહીધોઈને પણ એમનાં દર્શનથી દિવસ સારો જાય.'
પત્નીનું મોં ચડી ગયું. મારાં મમ્મી પપ્પા ચુસ્ત સ્વામિનારાયણ છે અને આ નવો ફ્લેટ ખરીદવામાં એમણે પણ સારો હિસ્સો આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન જ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે. એટલે એમનો ફોટો ડ્રોઇંગ રૂમમાં મૂકીએ. જતાં આવતાં એમનાં દર્શન કરીને પાવન થઈએ. મારા પપ્પાને આપણે છબીના ઉદ્ઘાટન સમયે બોલાવીશું. એ કેટલા રાજી થશે? પત્નીની સિફારસ સાંભળી અમારો જૂની પેઢીનાં મમ્મીના નાકનું ટેરવું ચડી ગયું. નવા ફ્લેટમાં નવી વહુનું ધાર્યું શેનું થાય? એના બાપે પૈસા ધીર્યા છે એટલે એમનો હક થઈ ગયો? એવું હશે તો એમની લોન કટકેકટકે પાછી વાળી દઈશું. પણ નવા ફ્લેટમાં તો બાલકૃષ્ણ ભગવાનનો જ ફોટો જોઈએ. બાલકૃષ્ણનો તો કેવો મોટો મહિમા છે?
અમારાં પત્નીને ય સંભળાવી દીધું : 'તમારા ભગવાન સ્વામિનારાયણ હોય તો ભલે. એમનો ફોટો તમારા બેડરૂમમાં મૂકજો. એટલે સૂતા ને ઉઠતાં એમનાં દર્શન થાય. એ જ સારો રસ્તો છે.'
નવા ફ્લેટમાં હજી તો ઠરીઠામ થઈએ ત્યાં જ ભગવાનને નામે ટસલ ચાલી.
અમારા દાદા અત્યાર સુધી મૌન હતા. એ પોતે બહુ જૂની પેઢીના હતા. એમણે કહ્યું : 'ભગવાનની વાત જવા દો. હોલમાં ગાંધીજીની છબી મૂકીએ. ગાંધીજીને આપણે ભૂલી ગયા છીએ. એમના પ્રતાપે તો દેશ આઝાદ થયો.'
મોટો દીકરો દુણાઈને કહે : 'અને બીજાં ગાંધીની આગેવાનીમાં દેશ બરબાદ થયો. ઘરમાં નેતાનો ફોટો તો જોઈએ જ નહિ. હવે ગાંધીજી નથી અને બીજા કોઈ દેશનેતા આપણા ફ્લેટમાં સ્થાન પામવા લાયક નથી.'
અમારી વાત સાંભળી રહેલો નાનો ક્રિકેટર પિન્ટુ કહે : 'અત્યારે ક્રિકેટનો જમાનો છે. ક્રિકેટમાં શ્રેષ્ઠ હોય તેવાનો ફોટો મૂકો. એ પ્રેરણા આપે. 'વિરાટ કોહલી'નો સરસ ફોટો હું લાવી દઈશ.'
દીકરીએ ફિલ્મી એક્ટ્રેસના ફોટાની જીદ કરી, 'બસ પ્રિયંકા ચોપરા જ જોઈએ.' આ બધી હોંસાતોંસીમાં હજી અમારો નવો ફ્લેટ છબી વિનાનો રહ્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QMZfhL
ConversionConversion EmoticonEmoticon