- અવકાશમાં વસતા બુદ્ધિશાળી જીવો આપણાથી વિકસિત હોય તો બની શકે કે તેઓ હવે રેડિયો તરંગોનો ઉપયોગ ન કરતા હોય તો બીજી રીતે પણ તેની ઉપસ્થિતિના પુરાવા મેળવી શકાય.
નિ બિડ જંગલમાં કે વેરાન ટાપુ પર ભૂલી પડેલી કોઈ વ્યક્તિ મદદ માટે મોટેથી બૂમ પાડે છે. અરે કોઈ છે ? તેવી રીતે પૃથ્વી પરનો માનવી જાણે કે એકલતા અનુભવતો હોય અર્થાત્ એકલો પડી ગયો હોય તેમ બૂમો પાડી રહ્યો છે કે આ વિશ્વમાં કોઈ બુદ્ધિશાળી જીવો કોઈ સ્થાને છે? ઘણા વર્ષોેથી માનવી બૂમો પાડી રહ્યો છે. જેમ વિજ્ઞાાનના સાધનો વિકસતા જાય છે તેમ તેમ તેને લાગે છે કે પોતાની બૂમનો કોઇ પ્રતિસાદ આપશે. પરંતુ હજુ સુધી તેની આશા ઠગારી નીવડી છે.
જીવન ગ્રહ પર કે ગ્રહના ચંદ્ર જેવા ઉપગ્રહ પર જ સંભવી શકે. તારાઓ માં તે સંભવી શકે નહીં. તારાઓના તાપમાન જ અધધધ થઈ જાય તેટલા ઊંચા હોય છે માટે તારામાં જીવન સંભવી શકે નહીં. દરેક ગ્રહ પર પણ જીવન સંભવી શકે નહીં. આપણા સૂર્યની ફરતે પૃથ્વી સહિત આઠ ગ્રહ ભ્રમણ કરી રહ્યા છે. તે પૈકી પૃથ્વી સિવાય એક મંગળના ગ્રહ સિવાય જીવનની સંભવિતતા લાગતી નથી. અલબત્ત મંગળના ગ્રહ પર પણ જો જીવન હોય તો તે સૂક્ષ્મ જીવ રૂપે હોવાની સંભાવના છે. અન્ય ગ્રહો પર જીવન સંભવિત નથી. અલબત્ત શનિના ઉપગ્રહ ટાઈટન જેવા ઉપગ્રહ પર આમ તો જીવન ટકી શકે તેમ નથી પણ વિજ્ઞાાનીઓ માને છે કે આજે નહીં તો ભવિષ્યમાં એવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આથી જીવનની સંભાવના તપાસતા આપણે સૂર્યની ગ્રહમાળા ની પેલે પાર દ્રષ્ટિ દોડાવી પડે છે. પરંતુ જીવન એ ગ્રહ પર જ સંભવિત હોય તો સૂર્યની ગ્રહમાળા ને પેલે પાર કોઈ અન્ય સૂર્યની ફરતે ભ્રમણ કરતો ગ્રહ તો શોધવો જોઈએ ને.
એપ્રિલ ૨૦૧૮માં નાસાએ આપણી નજીકના તેજસ્વી તારાઓને ભ્રમણ કરતાં સૌથી આશાસ્પદ એક્ઝોપ્લેનેટ ના અભ્યાસ અર્થે 'ટ્રાન્ઝિટીંગ એક્ઝોપ્લેનેટ સવસ સેટેલાઈટ' ને અવકાશમાં મોકલ્યું છે તેનું કામ આપણી સૌરમંડળની બહારના ગ્રહો ની શોધ અને તેના અભ્યાસ નુ છે. જેમાં જો કોઈ જગ્યાએ કોઈ ગ્રહ પર જીવસૃષ્ટિ હોય તો તેની શોધ નો પણ સમાવેશ થાય છે.
ઘડી ભર કલ્પના કરી લઈએ કે જેવી રીતે આપણા સૂર્યને ગ્રહમાળા છે તેવી રીતે કોઈ અન્ય તારા ને પણ ગ્રહમાળા છે. આ તારો જ તેની ગ્રહમાળા નો સૂર્ય છે. જેવી રીતે આપણા સૂર્યની ગ્રહમાળા નો એક ગ્રહ પૃથ્વી છે જ્યાં જીવન પાંગર્યું છે તેવી રીતે આ તારાની ગ્રહમાળા ના કોઈ ગ્રહ પર આપણા કરતાં લાખો વર્ષો પૂર્વે જીવન પાંગર્યું છે. ત્યાં આજે જીવન એવા તબક્કે વિકાસ પામ્યું હોઈ શકે છે કે ત્યાં એવા જીવો જીવતા હોય જે આપણા કરતાં ઘણા આગળ વધેલા અને વિકસિત છે. તેના માટે કદાચ આપણે આદિવાસી કક્ષામાં છીએ. આપણે ભલે તેમને એલીયન એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ (ઈ્) કહીએ પરંતુ તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિજ્ઞાાન, ટેકનોલોજી, સમાજ વગેરે આપણા કરતાં ઘણા આગળ વધેલા હોઈ શકે છે. તેમનો ગ્રહ જે ગ્રહમાળા માં છે તે ગ્રહ ની ખોજ તો તેમણે પૂરી કરી દીધી હોય અને હવે તેઓ પોતાના સૂર્યની ગ્રહમાળા સિવાયની અન્ય કોઈ સૂર્યની ગ્રહમાળા ની ખોજ કરવા માંગતા હોય. પરંતુ તેના સૂર્ય અને બીજા સૂર્ય વચ્ચેનું અંતર એટલે કે એક તારા અને બીજા તારા વચ્ચેનું અંતર એટલું વિશાળ છે કે આટલા મોટા અંતરને વળોટીને બીજા તારાની ગ્રહમાં પહોંચવુ તેમના માટે પણ કદાચ શક્ય ન હોય. પરંતુ તેઓ પણ દૂરના કોઈ તારા એટલે કે સૂર્યની ગ્રહમાળા માં કોઈ ગ્રહ ઉપર પોતાના જેવી જીવસૃષ્ટિ શોધતા હોય . પરંતુ બીજે ક્યાંય બુદ્ધિશાળી જીવો વસતા હશે કે નહીં તે શોધી કાઢવા તેમને માટે પણ એક મોટો કોયડો હોઈ શકે છે.
તેથી તેઓ એવા જીવસૃષ્ટિના વસવાટ વાળા અજાણ્યા તારા પ્રતિ પોતાની સંસ્કૃતિ, સભ્યતા, સમાજ અને કૌશલ્યની વિગતો પ્રસારિત કરતા હોય. આ વિગતો આપણી એટલે કે પૃથ્વી સુધી પહોંચે અને આપણા એન્ટેના તેને જીલે તો આપણે આવા આપણા કરતાં પણ આગળ વધેલા અને વિકસિત બુદ્ધિશાળી જીવો ને જાણી શકીએ. અલબત્ત અવકાશના અંતરો તો એટલા અફાટ અને અમાપ છે કે આવી સંસ્કૃતિના જીવોનું સદેહે મિલન તો અત્યારે શક્ય લાગતું નથી. પરંતુ તેમનું અસ્તિત્વ છે એટલી જાણ થાય તો પણ દુનિયાભરમાં ખળભળાટ મચાવતા સમાચાર બની જાય તે નિર્વિવાદ છે.
આપણાથી જ્ઞાાન અને કૌશલ્ય માં આગળ વધેલા અત્યંત બુદ્ધિશાળી જીવોના સંદેશા ઝીલવા માટે જ અમેરિકામાં એક સેટી (જીઈ્ૈં) નામની સંસ્થા . સેટી એ ટૂંકું નામ છે તેનું પૂરું નામ છે 'સર્ચ ફોર ીટાચિ- ાીિિીજાિૈચન ઇન્ટેલિજન્સદ. એટલે કે પૃથ્વી ને પાર બુદ્ધિશાળી જીવનની ખોજ. આ સંસ્થાની એક યોજના છે તેમાં તે વિશાળ રકાબી જેવા સેંકડો રેડીયો દૂરબીનો ની કેટલાક કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા હારમાળા જેને રેડિયો ટેલિસ્કોપ એરે કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરે છે.
આવા હાઇટેક દૂરબીન નો હેતુ અવકાશના નીબીડ માં અત્યંત દૂર વસતા કોઈ બુદ્ધિશાળી જીવનો રેડિયો સંદેશો ઝીલવાનો છે . એક વાત નક્કી છે કે આ બુદ્ધિશાળી જીવો એટલા બધા દૂર હોય કે તેને રેડીયો સંદેશો પહોંચતા વર્ષો લાગે . આટલા બધા વર્ષો પહેલા મોકલેલા સંદેશાઓ આટલા વિશાળ અંતર કાપીને પૃથ્વી સુધી પહોંચે ત્યારે ક્યારે કેટલો ક્ષીણ થઈ જાય અને કેટલો ખરડાઈ જાય તે કલ્પનાનો વિષય બની જાય છે. રાત્રિની શાંતિમાં તમરાનો અવાજ પારખી શકાય છે પરંતુ દિવસના કોલાહલ અને ઘોંઘાટમાં તે ક્યાં ડૂબી જાય છે તે ખબર નથી. અહીં પણ કોલાહલ અને ઘોંઘાટ માંથી તમરા ના અવાજ ને શોધી કાઢવા જ જેવી વાત છે.
અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે આ રેડિયો દૂરબીન વળી શું છે આપણે જે દૂરબીનથી પરિચિત છીએ તે પ્રકાશીય દૂરબીન છે . પ્રકાશીય દૂરબીન પ્રકાશના કિરણોને ઝીીલે છે અને દૂરબીન દૂરના કોઈ તારા કે ગ્રહ નું પ્રતિબિંબ ઉપસાવે છે. રેડિયો દૂરબીન રેડિયો તરંગો ને જીલે છે અને જે તારામાંથી તરંગો આવતા હોય તેનું રેડીયો પ્રતિબિંબ ઉપસાવે છે. આ પ્રતિબિંબને તેના રીસીવરની મદદથી પારખી શકાય છે. હવે તો કમ્પ્યુટરની મદદથી તે શક્ય બને છે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે પ્રકાશના તરંગો અને રેડિયો તરંગો એક જ કુટુંબના સભ્યો છે. તે કુટુંબનું નામ છે વિદ્યુતચુંબકિય તરંગો. પ્રકાશના તરંગો અને રેડિયો તરંગો વિદ્યુતચુંબકિય તરંગો જ છે. પ્રકાશના તરંગોમાં એક સેકન્ડમાં જેટલા દોલનનો થાય છે તેના કરતા રેડિયો તરંગો માં ઘણા ઓછા દોલનો થાય છે. આ તેમનો તફાવત છે.
કોઈપણ તરંગમાં એક સેકન્ડમાં થતાં દોલનો ની સંખ્યા તેની (ફ્રીક્વન્સી) આવૃત્તિ કહે છે. તારાઓમાંથી જે ઊર્જા ચોમેર ફેલાય છે તે વિદ્યુતચુંબકિય તરંગો રૂપે ફેલાય છે તેથી સામાન્યત: તેના પ્રકાશના તરંગો પણ હોય છે અને રેડિયો તરંગો પણ હોય છે. રેડિયો તરંગો પણ જુદીજુદી ફ્રીક્વન્સી વાળા હોય છે. તે પૈકી અવકાશી બુદ્ધિશાળી જીવો આપણને સંકેતો મોકલતાં હોય તો કઈ કિીૂેીહબઅના રેડિયો તરંગો દ્વારા મોકલતા હશે? તેવો પ્રશ્ન થાય .આ સંકેતો મોકલનાર અવકાશી બુદ્ધિશાળી જીવો માં એટલી તો બુદ્ધિ હોય કે તેમના રેડિયો તરંગો પૃથ્વીના વાતાવરણને ભેદીને પૃથ્વી સુધી પહોંચે તેવા હોવા જોઈએ આવા રેડિયો તરંગોની ફ્રિક્વન્સી એક અબજ હર્ટ્ઝ થી ૧૦ અબજ હર્ટ્ઝ હોવી જોઈએ . અબજને વિજ્ઞાાનની ભાષામાં ગીગા કહે છે. તેથી એમ કહી શકાય કે આવા રેડિયો તરંગો ની ફ્રિક્વન્સી ૧ થી ૧૦ ગીગાહર્ટ્ઝની વચ્ચે હોવી જોઈએ. આવા તરંગો પૃથ્વી સુધી પહોંચી શકે છે.
૧૯૬૦માં ઉપર જણાવેલ અવકાશી બુદ્ધિશાળી જીવના સંદેશા જિલ્લાનું આદરેલ કામ માં આજે નવી ટેકનોલોજીનો ઉમેરો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર રેડીયો દૂરબીનો ઉપયોગ થતો હતો. તેમ છતાં.
અવકાશમાં કોઈ બુદ્ધિશાળી જીવ વસે છે કે નહીં તે ખોળી કાઢવા આપણે નાકામયાબ રહ્યા છીએ. હવે 'સેટી' એ રેડિયો દૂરબીનો શિવાય બીજી નવી અને અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
વિજ્ઞાાનીઓના મતે જો અવકાશમાં વસતા બુદ્ધિશાળી જીવો ખરેખર જો આપણાથી પણ વિકસિત હોય તો બની શકે કે તેઓ હવે રેડિયો તરંગો નો ઉપયોગ ન કરતા હોય તો રેડિયો તરંગો ને બદલે બીજી રીતે પણ તેની ઉપસ્થિતિના પુરાવા મેળવી શકાય. અમેરિકન સંસ્થા 'સેટી' એ માત્ર રેડિયો સંકેતો જ નહીં પરંતુ વિવિધ ટેકનો સંકેતાત્મક પુરાવાઓ ટેકનો સિગ્નેચર શોધવા માટે અદ્યતન ટેકનોલોજી અને સંસાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
સંભવ છે કે અવકાશી બુદ્ધિશાળી જીવો પ્રકાશના ઝબકારા કરી આપણને સંદેશો મોકલતા હોય ઘડીભર માની લઈએ કે અવકાશી બુદ્ધિશાળી જીવો સર્કસની સર્ચલાઈટ જેવી જીચબિરનૈયરા ના પ્રકાશનો શેરડો ફેંકી રહ્યા છે. પરંતુ આટલા વિશાળ અંતરે આવો પ્રકાશ નો શેરડો પહોંચાડવો હોય તો તેની ઊર્જા અત્યંત હોવી જોઈએ આટલી બધી ઊર્જા ધરાવતો શેરડો કોઈ અવકાશી બુદ્ધિશાળી જીવ મોકલી શકે તે શક્ય લાગતું નથી. પરંતુ જો સાદા પ્રકાશને બદલે લેઝર પ્રકાશનો ઉપયોગ કરે તો તેમને સફળતા મળી શકે છે. તો એવું બની શકે કે તેઓ લેઝર પ્રકાશના શેરડા મોકલતા હોય. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે લેઝર એ પણ પ્રકાશક છે સાદા પ્રકાશ અને લેઝર પ્રકાશનો તફાવત લોકોના ટોળા અને સૈનિકોની ટૂકડી વચ્ચેના તફાવત જેવો છે. લેઝર કીરણ આગળ વધે તેમ ફેલાઈ જતું નથી. એક કિરણ જૂથ તરીકે આગળ વધે છે. લેઝર કીરણ જૂથ નો શેરડો બુદ્ધિશાળી જીવો નહીં મોકલે છે કારણ કે તેમાં પણ ઘણી બધી ઊર્જાની જરૂર પડે. તેથી તેઓ લેઝરના ક્ષણિક ઝબકારા મોકલતા હોય તેવું બની શકે છે.
અથવા તો જ્યાં જીવસૃષ્ટિની વસતી હોય તેવા ગ્રહો ના વાતાવરણ માં રાસાયણિક ફેરફારો થતા હોઈ શકે છે આ રાસાયણિક ફેરફારો પણ જીવસૃષ્ટિની ઉપસ્થિતિ ના સંકેત આપી શકે છે. અન્ય ટેકનો સિગ્નેચરમાં ગ્રહ ની ફરતે કોઈ સેટેલાઈટ ઓ અથવા સ્પેસ સ્ટેશન જેવું કંઈ પરિભ્રમણ કરતુ જોવા મળે તો એ પણ ત્યાં કોઈ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ જીવ સૃષ્ટિ હોવાનો પુરાવો આપી શકે છે.
વૈજ્ઞાાનિક પોલ હોરોવિટ્ઝે આપણાથી હજાર પ્રકાશ વર્ષ દૂર જેટલા વિસ્તારમાં આપણા સૂર્ય જેવા દશ લાખ તારા હોવાનો અંદાજ છે. આ પૈકી કોઈને ગ્રહમાળા હોય તથા તે પૈકી કોઈ ગ્રહ એવો હોય કે જેના પર આપણાથી ઘણુ વિકસિત જીવન હોય તેવુ જાણવા મળે તો આ વિશ્વમાં પૃથ્વી પરની જીવસૃષ્ટિની એકલતા ન રહે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wcD591
ConversionConversion EmoticonEmoticon