મહેમદાવાદના ખાત્રજના તોડફોડના ચાર આરોપીને બિલોદરાની જેલમાં મોકલાયા


નડિયાદ : મહેમદાવાદના ખાત્રજ ગામ નજીક દેશી દારૂ અંગેના સમાચાર ટી. વી અને પેપરમાં આપી દેવાની ધમકી આપવાના કેસમા રિમાન્ડ પૂર્ણ થતાં સાતેય વ્યક્તિઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ત્રણ વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે.જ્યારે ચાર વ્યક્તિઓને બિલોદરા જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ કેનાલ પાસે રહેતા ટીનીબેન ઠાકોરના ઘરે  ચાર દિવસ પહેલા કેટલાક લોકો આવી પૈસાની માંગણી કરી હતી.વળી કહેલ કે તમે દેશીદારૂ વેચવાનો ધંધો કરો છો તમારૂ નામ પેપરમાં તથા ટી.વીમાં આપી દઇશુ.

તેમ કહી ધમકી આપવા લાગ્યા હતા.આમાંથી બચવુ હોય તો રૂા. ૧૫, ૦૦૦ આપી દો તેવુ જણાવ્યુ હતુ.આ બનાવ અંગે ટીનીબેન ચંન્દ્રેશભાઇ ઠાકોરેની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સાત જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી.બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યા કોર્ટે સુર્યદાબેન કમલેશભાઇ દેસાઇ, સુમનબેન હિતેશભાઇ જોષી અને જયેશભાઇ જગદીશષભાઇ જાદવના જામીન મંજૂર કર્યા છે.

જ્યારે હિતેશકુમાર ભરતકુમાર શાસ્ત્રી, સાહીલભાઇ મહેશભાઇ સોની, સુલેમાનભાઇ રમણભાઇ વાણીયા, જીગ્નેશભાઇ અંબાલાલ જોષીને બિલોદરા જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38uNPFB
Previous
Next Post »