નડિયાદમાં 8 સહિત જિલ્લામાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા


નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના કેસા આજે ડબ્બલ ડીજીટમાં ફેરવાયો છે.જિલ્લામાં આજે  નડિયાદમાં આઠ,ઠાસરા અને વસોમાં એક-એક કેસ મળી કુલ ૧૦  કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૯ મહિનામાં  મળેલા કુલ કેસોનો આંકડો ૩,૪૨૩ પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં આજે કુલ-૩૭૪  સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે  જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૩૧  દર્દીઓ સારવાર હેઠળ છે.બાયપેપ પર એક અને એક દર્દી  ઓક્સિજન પર  જ્યારે  ૩૧ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે પુરુષ ઉં. વ. ૬૭ પુનિત પાર્ક ડાકોર તા ઠાસરા, મહિલા ઉં. વ. ૬૪ આઝાદ ખાંચો નડિયાદ, પુરુષ ઉં. વ. ૮૩ લીમડાવાળુ ફળીયુ નડિયાદ, પુરુષ ઉં. વ.૪૬ યશ એપાર્ટમેન્ટ નડિયાદ,પુરુષ ઉં.વ.૭૮ આઝાદ ચોક પીપલગ નડિયાદ,મહિલા ઉં.વ.૪૨ મારૂતિ નંદન નડિયાદ,પુરુષ ઉં.વ.૫૦ દેસાઇ વગો નડિયાદ,પુરુષ ઉં.વ.૨૩ ભોઇવાસ પીજ તા વસો,મહિલા ઉં.વ.૩૧ મઘર ટેરેસા પાર્ક નડિયાદ,પુરુષ ઉં.વ.૭૨ સાથપોળ નડિયાદમાં નવા કેસો નોંધાયા છે. જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૮૯, ફ્રન્ટલાઇન વર્કર-૩૪૦, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૨૪૨૦, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૩૮૮ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rIpNOJ
Previous
Next Post »