સૌંદર્ય સમસ્યા .

- હું ૧૯ વરસની યુવતી છું. ચહેરા પર નિખાર તથા ત્વચા મુલાયમ કરવાની ઘરગથ્થુ ટિપ્સ જણાવશો.


હું ૧૮ વરસની યુવતી છું, પગને સુંદર બનાવવાના ઘરગથ્થુ તરીકા જણાવશો.

- એક યુવતી  (ભરુચ)

 પગને શેમ્પૂયુક્ત હુંફાળા પાણીમાં ૧૦ મિનિટ ડૂબાડી રાખવા. જાડા ટુવાલ તથા સ્ક્રબરથી પગની એડી ઘસવાથી મૃત ત્વચા બહાર નીકળી આવશે. દાણેદાર લોશન લગાડવાથી પણ પગ પરની મૃત ત્વચા બહાર નીકળી આવશે. ત્યારબાદ પગનું માલિશ કરવા જૈતુન, કોપરેલ અથવા તલના તેલથી માલિશ કરવું. નેઈલ પોલિશ લગાડવાથી પણ પગ સુંદર દેખાશે.

હું ૨૪ વરસની યુવતી છું. આમ તો હું વેક્સિંગ કરાવું છું. પરંત કદાચ અચાનક બહાર જવું પડે તો રેઝર અથવા હેર રિમૂવિંગ ક્રિમથી વાળ દૂર કરું છું. હવે મારે એ જાણવું છે કે આ રીતે વાળ કાઢવાથી ત્વચાને હાનિ તો નહીં થાય ને? મારી આ મૂંઝવણ દૂર કરશો

- એક યુવતી (આણંદ)

વધારાના વાળ કઢાવવા માટે વેક્સિંગ પધ્ધતિ જ ઉત્તમ છે. એક વખત વેક્સિંગ કરાવો પછી કાયમ વેક્સિંગ જ કરાવવું.  રેઝર અથવા હેર રિમૂવિંગ ક્રિમથી વાળ નીકળી તો જાય પરંતુ જડથી નીકળતા નથી. તેથી ત્રણ-ચાર દિવસમાં ફરી ઊગી નીકળે છે. આ ઉપરાંત  રેઝરથી ત્વચા પર ઝખમ પણ થઈ શકે છે. તથા વાળ કડક ઊગે છે. રેઝરના વધુ પડતા ઉપયોગથી ત્વચા કાળી પડી જાય છે.

હું ૨૫ વરસની નોકરિયાત યુવતી છું, મારો ફીલ્ડ જોબ છે. જેથી તડકામાં ફરીને વાન શ્યામ પડી ગયો છે. ચહેરા ઉપરાંત હાથ, ગરદન તથા શરીરના જે ભાગને તડકો સ્પર્શે છે તે ત્વચા પણ કાળી પડી ગઈ છે. ત્વચાને ગોરી કરવા ઘરગથ્થુ ઉપચાર જણાવશો.

- એક યુવતી (મુંબઈ)

તડકામાં બહાર જતાં પૂર્વે સનસ્ક્રીન લોશન જરૂર લગાડવું. સાંજે ઘરે આવી ચહેરો ધોઈ ફેયરનેસ પેક લગાડી તેનાથી જ મસાજ કરવો. આઠ-નવ ચમચા જવનો લોટ, ચપટી આંબા હળદર, અડધો ચમચો ગુલાબ પાવડર, બે ચમચા કાકડીનો ગર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા, ગરદન, હાથ તથા  અન્ય જે ભાગની ત્વચા કાળી પડી હોય ત્યાં આ પેસ્ટ લગાડવી. સુકાઈ જાય પછી હળવે હાથે મસાજ કરી પાણીથી ધોઈ નાખવું. નિયમિત આ રીતે ધ્યાન આપવાથી વાન ઉઘડશે.

હું ૧૯ વરસની યુવતી છું. ચહેરા પર નિખાર તથા ત્વચા મુલાયમ કરવાની ઘરગથ્થુ ટિપ્સ જણાવશો.

- એક યુવતી (અંજાર)

 સંતરાની છાલને છાયામાં સુકવી તેનું ચૂરણ બનાવવું બે ચમચા મધમાં થોડું ચૂરણ ભેળવી ઉબટનની માફક ત્વચા પર લગાડવું. ત્વચા નિખરશે

લીંબુના રસમાં ગુલાબજળ અને દૂધ ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા સ્વચ્છ અને સુંદર બને છે.

ગાજરના કટકા કરી તેને બાફી ઠંડા થાય પછી મસળી શશરીર પર લગાડી એક કલાક બાદ સ્નાન કરવાથી ત્વચા નિખરે છે.

નારિયેળના પાણીથી ચેહેેરો ધોવાથી નિખાર આવે છે.

કાકડીના રસમાં થોડો લીંબુનો રસ, અડધી ચમચી હળદર ભેળવી ગરદન તથા ચહેરા પર લગાડી અડધો કલાક બાદ ધોઈ નાંખવું. થોડા દિવસ નિયમિત કરવાથી ચહેરા પર રોનક આવશે.

-  સુરેખા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kYBfDx
Previous
Next Post »