બોલીવૂડના કલાકારોના દેશ-વિદેશમાં વૈભવી બંગલાઓ

- દરેક વ્યક્તિને બહારગામ રજા ગાળવા જવાનું મન હોય છે. આ મામલામાં બોલીવૂડના કલાકારો ભાગ્યશાળી છે. તેમના પાસે દેશથી લઇ વિદેશમાં વૈભવી બંગલાઓ છે જ્યાં તેઓ નવરાશ મળતાં જ પરિવાર સાથે વેકેશન ગાળવા જાય છે. 


કંગના રનોત

કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી શહરના નાનકડા ગામ સૂરજપૂરની રહેવાસી છે. તેનું બાળપણ પહાડોમાં વિત્યું હોવાથી તેને પહાડોના કુદરતી સૌંદર્ય સાથે લગાવ છે. તેથી જ તેણે પોતાના પરિવાર માટે મનાલી જેવી સુંદર પહાડી શહેરમાં એક આલિશાન ઘર બનાવ્યું છે.  રૂપિયા ૩૦ કરોડના આ આલિશાન બંગલામાં આઠ રૂમ આવેલી છે. આ બંગલો પરંપરાગત કાષ્ટકુણી શૈલીથી બનાવામાં આવ્યો છે. ઘરની સામે જ બરફથી લદાયેલા પહાડોનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. લોકડાઉનના સમયમાં કંગના આ જ બંગલામાં પરિવાર સાથે રહી હતી. 

કરીના કપૂર -સૈફ અલી ખાન

દુનિયાની સૌથી ખૂબસૂરત અને મોંઘી જગ્યાઓમાંનું એક સ્વિટઝરલેન્ડ છે. જેમાં સૈફ અલી ખાને પોતાની બેગમ કરીના કપૂર ખાન માટે એક આલિશાન ઘર ખરીદ્યું છે. બરફથી લદાયેલા ઊંચા  ઊંચા પહોડાો અને લીલાછમ મેદાનો કરીનાને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.  એક ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે,તેની અંતિમ ઇચ્છા સ્વિટઝરલેન્ડના ગસ્ટાડમાં વેકેશન ગાળવાની હશે. વરસમાં એક વખત કરીના-સૈફ તૈમૂર સાથે ગસ્ટાડમાં રજાનો આનંદ માણે  છે. 

આમિર ખાન

મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાને મુંબઇથી દૂર નાનાકડા પહાડી એરિયા પંચગનીમાં પોતાનું શાનદાર હોલીડે હોમ બનાવ્યું છે. આમિરોના આ બંગલો સૌથી સુંદર બંગલાઓમાંનો એક છે. લગભગ બે એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટીને આમિરે રૂપિયા સાત કરોડમાં અદજાનિયા પાસેથી ખરીદી હતી.  આમિરે ૨૦૦૫માં કિરણ રાવ સાથે પંચગનીના આ જ બંગલામાં લગ્ન કર્યા હતા. આ પછી આમિર અને કિરણને આ બંગલો પસંદ પડી જવાથી આમિરે લગ્નના થોડા જ મહિના પછી ખરીદી લીધો હતો. આમિર પોતાની લગ્નતિથી, જન્મદિવસની ઊજવણી મોટા ભાગે આ જ બંગલામાં કરે છે.  

શિલ્પા શેટ્ટી

વૈભવી ઘરોની શોખીન શિલ્પા શેટ્ટીનું પણ બરફના પહાડો વચ્ચે એક ઘર છે. લંડનના વેયબ્રિજમાં સેન્ટ જ્યોર્જ હિલના લકઝરી એરિયામાં તેનો આલિશાન રાજમહેલ આવેલો છે. રાજ કુન્દ્રાએ શિલ્પાને આ ઘર ભેટમાં આપ્યું છે. શિલ્પાને પોતાના બંગલાઓમાં આ જ રાજમહેલ સમાન બંગલો સૌથી વધુ પસંદ છે. જેમાં સાત ઓરડાઓ છે. ગરમ પાણીના ઇનડોર સ્વિમિંગપુલ છે અને દરેક અત્યાધુનિક સુખ-સુવિધાઓ છે. 

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તીનો ઊંટી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. તે એક સફળ અભિનેતાની સાથેસાથે સફળ બિઝનેસમેન પણ છે. ભારતના સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશનોમાંનું એક ઊંટીમાં મિથુનની ઘણી હોટલો છે. 

પોતાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ઊંટી આવ્યો હતો. ત્યારે તેને આ જગ્યા એટલી બધી પસંદ પડી હતી કે તેણે ઊંટી શહેરમાં પોતાના પરિવાર માટે શાનદાર રિસોર્ટ હોટલ કમ હોલીડે હોમ બનાવ્યું. મિથન આરામ કરવા માટે અહીં આવે છે. તે પોતાની હોટલ હોમ મોનાર્ક સફારી પાર્કમાં વધુ રહે છે. તેના ઊંટી સાથેના લગાવના કારણે જ તે મુંબઇથી દૂર થઇ ગયો છે. 

સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટીને લીલાછમ પહાડો અને ઠંડી ઋતુ બહુ પસંદ છે. આ જ કારણે તેણે ખંડાલામાં એક આલિશાન બંગલો લીધો છે. એટલું જ નહીં પહાડોનો એરિયા ઇગતપુરીમાં પણ સુનિલ શેટ્ટીનો એક બંગલો છે. જ્યાં તે ચોમાસાની ઋતુનો આનંદ માણવા જાય છે.

અક્ષય કુમાર

બોલીવૂડના ખિલાડી અક્ષય કુમારનું મનપસંદ  રાજ્ય કેનેડા છે. અક્ષય પાસે ત્યાંની સિટીઝનશિપ પણ છે. તેને હંમેશા કેનેડાની સુંદરતા લલચાવે છે. તેણે કેનેડામાં એક પહાડ જ ખરીદી લીધો છે. જ્યાં તેણે પરિવાર માટે એક શાનદાર હોલીડે હોમ બનાવ્યું છે. અક્ષય ઊનાળુ વેકેશનમાં  પરિવાર સાથે ગરમીની રજાઓ માણવા ત્યાં જાય છે.  

નીના ગુપ્તા

દેવભૂમિ ઉતરાખંડના મુક્તેશ્વરમાં નીના ગુપ્તાનો એક સુંદર હોલીડે હોમ ે. મોટા ભાગે તે અહીં પોતાના પતિ અને મિત્રો સાથે વેકેશન ગાળવા આવે છે. લોકડાઉનમાં પણ તે મુક્તેશ્વરના પોતાના બંગલામાં રહી હતી. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l6vzrb
Previous
Next Post »