- તન, મનનો ઘોડો કરી, થયો જીવ અસવાર
- વાટ પકડી નરકની, પહોંચ્યો જમને દ્વાર.
- અહં ને અજ્ઞાાાન, જીવનના દુશ્મન જાણ,
- પ્રભુ પાસે જવા ન દીએ, કરાવે મોટી કાણ.
- પ્રભુએ આપ્યું ઘણું બધું, કદર તેની કરતા નથી,
- મળ્યું બધું એ મફતમાં, હપ્તા તેના ભરતા નથી.
- જે છે તે દેખાઈ નહિ, ને નથી તે દેખાય,
- માયાના એ રૂપથી, માનવ રહ્યો છેતરાય.
- મારું નથી, તારું નથી, કરે નકામો ક્લેશ,
- જેનું છે તેને હજી, જાણ્યો નથી લેશ.
- પ્રભુને યાદ કરો, ફરિયાદ નહિ,
- કીધા વિના તે સાંભળે, પાડો કદી સાદ નહિ
- જેટલા ઝઘડા જગતમાં, તે અજ્ઞાાનતાથી થાય
- સીધી સાદી આ વાત તેં, ન લોકોને સમજાય
- હરિના હાથની હોય વાત, તેમાં કરવી નહિ પંચાત,
- નહિ તો પડશે એવી લાત, ભાગી જશે તારા દાંત
- બહાર જોવાનું બંધ કરી, અંદર જોતા શીખો,
- રામ નામનું ધન તજી, ભિખારી થઇ કાં ભીખો ?
- પહેલા કરે પાપ માનવ, પછી તેનાથી ડરે,
- પ્રભુને રીઝવવા માટે, પછી પેંતરા બહુ કરે.
- એક પ્રભુને ઓળખવા, વેદ અને શાસ્ત્રો થયા,
- કોક જ પ્રભુને ઓળખી, હરિને શરણ ગયા.
- સાચી વાત સમજે નહિ, ખોટામાં મથતા ખૂબ,
- ભૂલે જે ભગવાનને, સપને તેને નહિ સુખ.
- જશ મેળવવા જગતમાં, થતા ધર્મના કામ
- ભાવ ભક્તિ સાચા નથી, રીઝશે ક્યાંથી રામ ?
- ચોવીસ અવતાર લઇ પ્રભુએ, સમજાવીયો ધર્મનો સાર
- માનવ તોય માન્યા નહિ, વધ્યો પાપાચાર
- ખોટું કદીએ જીતે નહિ, ને સાચું કદી હારે નહિ,
- પથ્થરનું નાવ કદીે, સાગરથી તારે નહિ.
- પ્રભુ છે ત્યાં ગોતે નહિ, નથી ત્યાં એ દોડે,
- છોડવાનું છે તે છોડે નહિ, ન છોડવાનું તે છોડે.
- કર્મનો દંડ એક, કર્જ ભરવું સૌને પડશે,
- ભાગીને જશો ક્યાં, આડું આવીને નડશે
- બીકે ભજે પ્રભુને સૌ, ભાવે કોઈ ભજતા નથી,
- અવગુણ ભર્યા અંતરમાં તેને કોઈ તજતા નથી.
- પેટ માટે પાપ કરવું, કરતા માંગી ખાવું સારું,
- પાપીના જીવન કરતા, ભિખારીનું જીવન પ્યારૂ.
- માનવ થઇ માનવને મારે, પાપ તેનું કેવું ભારે ?
જાતો એ જમને દ્વારે, પ્રભુ તેને કેમ ઉગારે ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vgae31
ConversionConversion EmoticonEmoticon