- 'ઘર મારો પરિવાર છે અને બોલીવૂડ તો મારા કામનું સ્થળ છે. જો કે મેં અહીં જે લોકો સાથે કામ કર્યું છે એ મારા માટે ખૂબ સ્પેશિયલ છે અને હું એ બધા પ્રત્યે ઘણો આદર ધરાવું છે. '
કિયારા અડવાણીનું ૨૦૨૦નું વર્ષ સારું ગયું, જેમાં તેની બે ફિલ્મો ઓટીટી પર રિલિઝ થઈ- એક હતી 'ગિલ્ટી' અને બીજી હતી સુપરસ્ટાર અક્ષયકુમાર સાથેની 'લક્ષ્મી'. આ ફિલ્મના નામ અંગે ઘણો વિવાદ થયો. અંતે 'લક્ષ્મી બોમ્બ' નામ બદલીને 'લક્ષ્મી' રખાયું. જો કે એ પછી 'ઇન્દુ કી જવાની' ફિલ્મ થિયેટરોમાં રિલિઝ થઈ. ૨૦૨૦ તો ગયું, પણ હવે તેની નજર ૨૦૨૧ પર છે અને તેનો ફેબુ્રઆરી મહિનો પણ શરૂ થઈ ગયો છે આ વર્ષ માટે પણ તે એટલી જ રોમાંચક છે કેમ કે આ વર્ષે તેની 'જુગ જુગ જિયો', 'ભૂલ-ભૂલૈયા-૨' અને 'શેરશાહ' આવવાની છે.
૨૦૧૪થી કિયારાએ બોલીવૂડમાં પદાર્પણ કર્યું અને એ પણ 'ફુગ્લી' થકી. આ અભિનેત્રી શક્ય હોય ત્યાં સુધી વૈવિધ્યસભર ભૂમિકા અને જેનરની ફિલ્મો સ્વીકારવા પ્રતિબધ્ધ છે અને એક આઉટસાઇડર તરીકે પણ આ ખોટું છે, એવું પણ કહેતી નથી, પણ સાથે આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે બોલીવૂડમાં મારું સ્થાન સલામત છે. અહીં આપણે કિયારા સાથે તેની ફિલ્મી જર્ની, વર્ષો દરમિયાન થયેલા ફેરફારોની તેને થયેલી અસર અને આગામી ફિલ્મો અંગે વાતો કરી છે, જે તેના ફેન્સ અને વાચકો માટે રસપ્રદ બની રહેશે.
બોલીવૂડમાં ચાલતી ગળાકાપ સ્પર્ધાને કારણે કોઈ પ્રકારનું દબાણ અનુભવે છે ખરી ? એવા એક પ્રશ્નના ઉત્તરમં કિયારા સાવ સહજતાથી કહે છે કે મને ખબર છે કે મારે અહીં કેવા પ્રકારની ફિલ્મો કરવી છે. બેશક, મારા માટે ઘણી પસંદગીના વિકલ્પો પણ નથી. છતાં હું શાંતિથી રાહ જોઉં છું. સદ્નસીબે, આજે ઘણા વિકલ્પો મળી રહે છે, પણ હું ચોક્કસપણે સ્વીકારીશ કે પસંદગી વધુ વિકટ બની ગઈ છે. હું એવા પ્રકારની વ્યક્તિ છું જે કામ કરવા તે ઇચ્છે છે, એ કોઈ પણ હિસાબે કરવા માગે છે. મારે કળાના સંતુલનને શીખવાની જરૂર છે.
શું પ્રોજેક્ટ્સને પસંદ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે એવું લાગે છે ? - એવા પ્રશ્નના ઉત્તરમાં કિયારા કહે છે 'હું મારા માટે ગુણવત્તાભર્યું કામ મળે તે માટે ઉત્કૃષ્ઠ રહું છું. જ્યારે મને કોઈ રોલ ઓફર થાય છે ત્યારે મારા માટે સૌથી મહત્ત્વની તો ફિલ્મની વાર્તા હોય છે એ પછી આવે છે મારા પાત્રનો વારો. નરેશન પરથી તેની ક્ષમતાનો અંદાજ આવે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શું મને એ પાત્ર સહજતાથી સ્પર્શે છે કેમ. આટલું કહી કિયારા ઉમેરે છે, હું ડિરેક્ટરની કલાકાર છું.
હું માનું છું કે દિગ્દર્શક જ કલાકારમાંથી સાચું સત્વ શોધી કાઢે છે. બહાર લાવી શકે છે અને હું પણ એવું જ ઇચ્છું. આથી હું તેમના વિઝન પાસે મારી જાતને સમર્પિત કરું છું. સારો દિગ્દર્શક, એ જ રીતે સારો કલાકાર.
કોઈ પ્રોજેક્ટને કોઈક કારણસર ના પાડવી હોય તો એ પણ ઘણું મુશ્કેલ હોય છે, એવું જણાવી કિયારા ઉમેરે છે, 'કોઈ પણ ઓફર મળે ત્યારે તેને નકારવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમાંય ખાસ કરીને તારીખની કોઈ સમસ્યા હોય તો. આ ખરેખર ફની છે. એ કહે છે, ના, દેનેવાલા જબ દેતાં હૈ તબ છપ્પડ ફાડકે દેતાં હૈ. એક જ સમયે મારા હાથમાં એક સાથે ઘણી બધી સારી પટકથાઓ આવી એ પણ ઘણું રોમાંચક છે અને એવું બન્યું છે એ બધામાંથી કઈ ફિલ્મ કરવી? હું તો ત્યારે એવું વિચારું છું કે હું શક્ય હોય એટલી ફિલ્મમાં કામ કરું. બેશક, એવું બને કે કોઈ પટકથા સાથે હું સંલગ્ન ન થઈ શકું તો તેને માત્ર કરવા ખાતર કરવી જ જોઈએ એવી રીતે એ પટકથા સ્વીકારી ન લઉં, પણ જો મને કોઈ પટકથા ખરેખર ખૂબ જ ગમી જાય તો હું એ ફિલ્મ કરવા શક્ય એટલાં તમામ પ્રયત્ન જરૂર કરું.
શું બોલીવૂડ દરેક માટે કામ કરવા લાયક છે? એવું પૂછાતાં કિયારાએ જણાવ્યું, 'મારા માટે ઘર તો મારો પરિવાર છે અને બોલીવૂડ તો મારા કામનું સ્થળ છે. જો કે મેં અહીં જે લોકો સાથે કામ કર્યું છે એ મારા માટે ખૂબ સ્પેશિયલ છે અને હું એ બધા પ્રત્યે ઘણો આદર ધરાવું છે. આ બધા જ મારી જર્નીના હિસ્સેદાર છે અને આજે તો એકવાર કન્ટેન્ટનું સર્જન થઈ જાય અને પ્લેટફોર્મ ઉપલબ્ધ થઈ જાય છે એ પછી તો દરેક જણા માટે પર્યાપ્ત કામ ઉપલબ્ધ બને. અમે એ બધુ મહામારી દરમિયાન શોધી કાઢ્યું હતું. હું તો માનું છું કે આ એક એવું સ્થલ છે જેના માટે દરેકને કામ મળી શકે છે.
બોલીવૂડમાં કોઈનો પણ સ્વીકાર થાય એ માટે કેટલોક સમય થાય છે, પણ આજે તમારી ફર્ટિલિટીના લોકો ઘણા ઉત્સાહી હોય છે. તેઓ તમારું કામ નિહાળે એ પછી તેની સરાહના કરવા તેઓ ફોન કરે અથવા મેસેજ કરે છે. મેં જેમની સાથે કામ કર્યું છે એ બધા સાથે માટે ઘણી સારી વર્કિંગ રિલેશનશિપ છે, પછી અને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે બોલીવૂડ બંધે સંબંધો સારા છે. અમે બધા એકબીજાને વારંવાર મળતા નથી, પણ તેમના કામને તો અમે જરૂર વખાણીએ છીએ, આવકારીએ છીએ. એનાથીય વધુ તો દર્શકો મને સ્વીકારે, એવી ખેવના તો હું જરૂર રાખું છું. અમે તેમના માટે ફિલ્મ બનાવી છે અને હું તો માનું છું કે એકવાર દર્શકો તમને સ્વીકારે, એ પછી તમને અનેકગણું કામ મળે છે,' એવું કિયારા અડવાણીએ જણાવી વાતોનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NcJ9wE
ConversionConversion EmoticonEmoticon