નડિયાદના વિણા ગામમાં ઉતરેલું હેલિકોપ્ટર રિપેર ન થઇ શક્યું


નડિયાદ : શનિવારે સાંજે ટેકનીકલ ખામી સર્જાતા નડિયાદ તાલુકામાં ઊતરેલું ઈન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર ૨૪ કલાક પછી પણ રિપેર થઈ શક્યું નથી. શનિવારે અમદાવાદની ટેકનીકલ ટીમને નિષ્ફળતા મળ્યા પછી રવિવારે બેંગ્લોરની ટીમ હેલિકોપ્ટરનું ઓપેરશન કરવા આવી પહોંચી હતી.

કેવિડયા ખાતે વડાપ્રધાનના કાફલામાં સુરક્ષા માટે ગયેલું ઈન્ડિયન એર ફોર્સના હેલિકોપ્ટરે ગઈ કાલે સાંજે ટેકનીકલ ખામીને લીધે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. પાઈલટે સમયસૂચકતા વાપરીને નડિયાદ તાલુકાના વિણા ગામની સિમમાં હેલિકોપ્ટરને લેન્ડ કરાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે ગઈ કાલે જ અમદાવાદથી ટેકનીશિયનની ટીમ આવીને હેલિકોપ્ટરના રિપેરમાં લાગી હતી. જોકે રવિવારનો આખો દિવસ વીતી ગયો હોવા છતાં હેલિકોપ્ટર રીપેર થઈ શક્યું ન હતું. અંતે બેગ્લોરથી હેલિકોપ્ટર ટેકનીશિયનની ટીમને બોલાવવી પડી હતી. નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજે બેંગ્લોરની ટીમ હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચી હતી. વિણા ગામની સીમમાં જ્યાં હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત હાલતમાં પડયું છે ત્યાં આ ટેકનીશિયન ટીમ આર્મીના ટ્રકમાં જવા રવાના થઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sXGLcd
Previous
Next Post »