ખેડા જિલ્લામાં ખેડૂતોની 10 જેટલી વર્ષો જૂની માંગણીઓ સ્વીકારવા માંગ


નડિયાદ : ખેડા જિલ્લાના ખેડૂતોએ પડતર માગણીઓ માટે આજે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર લખ્યું છે. જિલ્લાની કલેક્ટર ઓફિસમાં ભેગા થયેલા ખેડૂત પ્રતિનિધિઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લાના ખેડૂતોની વરસો જૂની માગણીઓ  સ્વીકારવા વિનંતી કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોએ ખેતીની જમીનના રી-સર્વેમાં થયેલી ભૂલો સુધારવાથી લઈને રોઝડા-ભૂંડ જેવા પશુઓના હુમલાથી ખેતીપાકને રક્ષણ આપવા સુધીની માગણીઓ કરી છે. સાથે જિલ્લાના કેનાલરહીત વિસ્તારોમાં થ્રીફેઈજ વીજળી જોડાણ આપવા પણ વિનંતી કરી છે. ખેડૂતોએ આવેદનપત્ર દ્વારા કપડવંજ તાલુકામાં ડેમો બાંધવા અને નહેરાનાં પાણી ખેતરો સુધી પહોંચાડવાની પણ માગણી કરીછે. 

સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ઓછી કિંમતે વેપારી ખરીદી ન કરે તે માટેની જોગવાઈ તથા ઉનાળામાં કેનાલોની મરમત કરાવવા જેવી ૧૦ જેટલી માગણીઓ આજે ખેડૂત પ્રતિનિધિઓએ કરી છે. મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલું આ આવેદનપત્ર ખેડૂતોએ ખેડા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલને આપ્યું હતું.

જિલ્લાના ખેડૂતોની માગણીઓ

* જિલ્લાની ખેતીની જમીન રી-સર્વે રેકોર્ડ પ્રમોલગેશનમાં થયેલી ભૂલો સુધારવા નવેસરથી રી-સર્વે કરાવવો. * રોઝડા-ભૂંડ જેવાં જંગલી પ્રાણીઓથી ખેતીપાકને રક્ષણ આપવા બીજાં રાજ્યોની જેમ યોગ્ય પ્લાન બનાવવો. * જિલ્લાના જે વિસ્તારો કેનાલરહીત છે અને જ્યાં બોર-કૂવાથી ખેતી થાય છે ત્યાં અગ્રીમતા આપી થ્રીફેઈજ વીજળી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવી. * કપડવંજ તાલુકામાં ડેમો બાંધવાની અને ખેતરોમાં નહેરનાં પાણી પહોંચાડવાની સુવિધા કરી આપવી. * સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ઓછા ભાવમાં વેપારી ખરીદ ન કર તેવી જોગવાઈ કરવી. * કેનાલોની મરામત કરાવવી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MV5ZIV
Previous
Next Post »