મા રો બાબો સરસ મોબાઈલ રમે છે. એટલો સ્માર્ટ છે કે ૧ વર્ષનો છે તો પણ મોબાઈલ રમી શકે છે. રડે તો શાંત પડવા મોબાઈલ અપાય ?.. બેબી મોબાઈલ વગર તો રહેતી જ નથી ? બદલાતી જતી જીવન શૈલીનું પરિણામ એ આવ્યું છે કે નાની ઉંમરે બાળકોને ઇલેક્ટ્રોનીક ઉપકરણોનો ઉપયોગ ડે એક્સપોઝર વધ્યો છે. ઢીંગલા ઢીંગલીથી રમતા બાળકો હવે ઇલેક્ટ્રોનીક ગેજેટ્સ સાથે રમે છે ?
મોબાઈલની અસરો : મોબાઈલ ફોનમાં ઇલેક્ટ્રોનીક ચીપ હોય. જેમાંથી વેવ્સ નીકળતા હોય છે. મોબાઈલ ફોનમાં નેટવર્ક શોધવા માટે પણ તેના વેવ્સ નીકળે જેથી મોબાઈલ નેટવર્ક ને જોડાય. તેના સ્ક્રીનમાં લાઈટના કિરણો નીકળે તથા જ્યારે કોઈ વીડીયો જોઇએ છીએ ત્યારે વધારે પ્રમાણમાં આ કિરણો રેડિયેટ થાય. આપણને ન દેખાતા આ વેવ્સ બ્રેઇન આંખ કાનના અંત:કર્ણના પટ ઉપર હૃદય અને આપણી અંત સ્ત્રાવી ગ્રંથીઓ પર અસર કરી શકે.
બાળકને સાચવજો : બાળકને મોબાઈલની અસરોથી સુરક્ષિત રાખવાની જવાબદારી માતા-પિતાની છે. બાળક અણસમજ છે.રમવાથી થતા નુકશાન જાણતું નથી. ત્યારે તેની ઇચ્છા સંતોષવા કે તાત્કાલિક રડતું બંધ કરવા મોબાઈલનો ઉપયોગ યોગ્ય નથી. મોબાઈલ તમારા બાળકને વધારે પડતો ચંચળ બનાવી શકે છે. લાંબાગાળે માનસિક રોગનો શિકાર બની શકે છે. અને વૈજ્ઞાાનિકો હવે તો મગજ અને અંતકર્ણના ટયુમરની શક્યતા પણ રજુ કરે છે. ઇંગ્લેન્ડની સંસ્થા શ.્.લ્લ.દ્વારા બાળકોએ મોબાઈલ કેવી રીતે વાપરવા તેની રીત સમજાવી છે. તે જાણીએ.
મોબાઈલ અને બાળક : સતત મોબાઈલથી દુર રાખો. આંખની નજીક ન રાખો. અંધારામાં ન બતાવો. હેડફોનનો ઉપયોગ કરીને ગીત સંભળાવો, રાતે સુતી વખતે નજીક મોબાઈલ ન રાખો, એકલો હોય ત્યારે વાપરવા ન આપો,કઇ સાઇટ ખોલે છે તેનું ધ્યાન રાખો. ગોડાઉન ભોંયરામાં કે ગાડીમાં બંધ રૂમમાં મોબાઈલ બાળકથી દૂર રાખો. મોબાઈલ માટે જીદ્દી ના બને તેનું ધ્યાન રાખો. ભણતી વખતે મોબાઈલ જોડે ન રાખો. બાળકની સમજદાર ઉંમર થાય ત્યારે મોબાઈલના ઉપયોગ અને દુરૂપયોગ વિષેની સમજ આપો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N18Y2y
ConversionConversion EmoticonEmoticon