- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
શરીરશાસ્ત્રીના અભિપ્રાય પ્રમાણે સ્ત્રીના શરીરમાં લગભગ ૨૫ થી ૨૭ ટકા જેટલો ચરબીનો ભાગ હોય છે. જ્યારે પુરુષના શરીરમાં લગભગ ૧૫ થી ૧૭ ટકા જેટલો ચરબીનો ભાગ હોય છે. પુરુષની ચરબી અંડરબેલી અને પેટના ભાગની આજુબાજુમાં હોય છે. ત્યારે સ્ત્રીની ચરબી નિતંબ, સાથળ, અને સ્તન પર એટલે કે યોગ્ય સ્થાને હોય છે. પરંતુ આ પ્રમાણથી વધારે ચરબી વધે તો સ્ત્રી દેખાવે મણીબહેન જેવી દેખાવા લાગે છે.
સ્ત્રીઓની ચરબી વધવાના કારણોમાં મુખ્યત્વે બેઠાડું જીવન, ખાવાપીવામાં અનિયમિતતા એટલે કે જે આવ્યું તે ક્યારેય પણ ખાય લેવું આ બધા કારણોને લીધે શરીર બેહુદુ બનતું જાય છે. તેમાંયે ભારતીય નારી લગ્ન સુધી જ ખૂબસુરત અને સ્વસ્થતાબધ્ધ રહેતી હોય છે. લગ્ન થઇ ગયા પછી શરીર ગમે તે દિશામાં ફુલીફાલી જાય છે. મન થીજી જાય છે. અને એને પ્રસન્નતાનું લેબલ લગાવી દેવામાં આવે છે. આ રીતે બેહુદું થતું જતું શરીર ઘણા કારણો નોતરી શકે છે. ક્યારેક આ બાબતે એવું પણ બને કે પોતાનો જ પતિ પોતાની સાથે બહાર કે પાર્ટી-પ્રસંગમાં પત્નીને સાથે લઇ જવામાં ક્ષોભ અનુભવતો થઇ જાય છે. તો ક્યારેક આ કારણોને હીસાબે ઘરકંકાસ પણ શરૂ થઈ જતો હોય છે. ક્યારેક આ પ્રકરણોને લીધે ડીવોર્સ સુધી વાત પહોચી જતી હોય છે. અને ડીવોર્સ લેવામાં હંમેશા સ્ત્રીઓ જ આગળ હોય છે. એક રીતે લગ્ન પછી સ્ત્રી બેહુદી તો બની ચૂકી હોય છે. તેમાં તેનું વર્તન બેહુદુ બનતું જાય છે. આ પ્રકારનું બેહુદુ વર્તન આગળ પાછળના વિચારો કર્યા વગર ડીવોર્સ લઇ લે છે. પાછળથી પસ્તાય છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ જતું હોય છે.
ડીવોર્સ તો એજ વ્યક્તિએ લેવો જોઈએ કે જે પોતાને લાગે કે પોતે વધારે સારા પાત્ર સાથે વધારે સારી જીંદગી બસર કરી શકશે, અન્યથા ડીવોર્સ લઇને ખાલી પાત્ર વગર જીંદગી વિતાવવી એ તો નરી મૂર્ખતા જ ગણાય.
આવા બધા કારણો જોયા પછી નવી પેઢી સતેજ બનતી જાય છે. પોતાના જીવન અને શરીરની સુંદરતા બાબતે સજાગ બનતી જાય છે. નવી પેઢી ઘણા નવા ઉન્મેષો લઇને જીવી રહી છે. નવા જમાનાની માનૂનીઓ પોતાના શરિરની સુંદરતા માટે બ્યુટી પાર્લરોનો સહારો લઇ રહી છે. એક હકીકત એ પણ બની રહી છે. કે ઘરમાં કામ કરતી નોકરાણી પણ બ્યુટિ પાર્લર જતી થઇ છે. અમુક કિસ્સામાં ઘરવાળી કરતા કામવાળી અધિક સુંદર હોય તેવો ઘાટ ઉપસ્થિત થતો હોય છે. આવતા સમયમાં કદરૂપી સ્ત્રીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો જોવા મળશે.
બદલાતા જમાનાની સ્ત્રીઓ જ્યારે કોઇના બેસણામાં જવા નીકળે છે ત્યારે અરિસામાં પોતાનો ચહેરો અચૂક નિહાળી લેવાનું ચુકતી નથી. વડીલો પણ બદલાઈ રહ્યાં છે સાથે ઉદાર ભાવે કહેવા લાગ્યા છે કે જે અમને છૂટ નથી મળી તે તમને ભલે મળે. બસ, આટલી ઉદાર ભાવના નવા જનરેશન માટે પુરતી છે.
મડ થેરપી :- મડ થેરપી એટલે કાદવનો લેપ, આ થેરપી બીલકુલ નેચરલ હોય છે. સાથે વાતાવરણ નેચરલ પસંદ કરવું જરૂરી બને છે. જેવા કે ડુંગરોની કોતરો વચ્ચે ખળખળ વહેતી સરિતાના કિનારાની બાજુમાં સૂર્યપ્રકાશની વચ્ચે કે જયાં નેચરલ માટી ભીંજાયેલી હોય, પૂરો કાદવ બનેલ હોય એવા કાદવનો પૂરા શરીરે આછછો લેપ કરી, સૂર્યપ્રકાશથી કાદવમાં રહેલ ભેજને સૂકાવી દઈ, ઠંડા પાણી વડે સ્નાન કરવાથી ચામડીમાં નવચેતના, સ્ફુર્તિ અને ચમક આવી જાય છે. આ પ્રયોગ ઘણાં લાંબા સમય સુધી કરવાથી ચહેરા ઉપરની કરચલી, ચરબી આ બધુ જ નીકળી જાય છે. ત્યારબાદ કોસ્મેટિક પ્રસાધનનો ઉપયોગ કરી શકાય છે.
ફેસ માસ્ક - પેક ઃ- ફેસ માસ્ક એક જાતનું પોલીમર છે. તેના એટલા શરીર માટેના ગુણધર્મો હોતા નથી પરંતુ ફેસ પેક અતિ ઉત્તમ સાબિત થયેલ છે. કારણ કે ફેસ-પેકમાં માટીનો ઉપયોગ થતો હોવાને કારણે ચહેરાને ઠંડક પહોચે સાથે ચામડીમાં સિઘન્તા આવે છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
ફેસ પેક બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ : મુલતાની માટી, ઓલિવ ઓઇલ, ગુલાબજળ, ચંદન પાવડર, કપૂર, પરફયુમ્સ વડે ફેસ પેક બનાવી શકાય છે.
લાઇસન્સ :- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39lmaak
ConversionConversion EmoticonEmoticon