કંગના રનૌતની ડંફાસ, મેરિલ સ્ટ્રિપ મારા જેવી ભૂમિકાઓ ન ભજવી શકે


બોલિવૂડમાં કંગના રનૌત પોતાને બહુ મહત્વની હસ્તી માને છે તે બધા જાણે છે પણ હવે કંગનાનું કદ તેના મતે એટલું બધું વધી ગયું છે કે તે હવે તેની સરખામણી હોલીવૂડની હસ્તીઓ સાથે કરવા મોડી છે. કંગનાએ પોતાની કાબેલિયતની પ્રશંસા કરતાં પોતાની સરખામણી હોલીવૂડની મેરિલ સ્ટ્રિપ, ગલ ગેડોટ અને માર્લોન બ્રાન્ડો સાથે કરી નાંખતાં નેટીઝનોમાં હાસ્યનું હુલ્લડ સર્જાયું છે. 

કંગના હાલ થેલાવી અને ધાકડ ફિલ્મ કરી રહી છે. થેલાવીંમાં તે જયલલિતાની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે ધાકડને કંગના એક સ્પાય થ્રીલર ગણાવી રહી છે. કંગનોએ થેલાવી અને ધાકડ માટે પોતાનું કેવું પરિવર્તન કરવામાં આવી રહ્યું છે તે અંગે ફોડ પાડતાં ટ્વીટર પર જણાવ્યું હતુંકે અક પરફોર્મર તરીકે હું જે પ્રકારની ભૂમિકાઓ ભજવી રહી છું  તેવી ભૂમિકાઓ હાલ દુનિયામાં કોઇ અભિનેત્રી ભજવી શકે તેમ નથી. મારી પાસે સંકુલ પાત્રો ભજવવા માટે મેરિલ સ્ટ્રિપ જેવી પ્રતિભા છે પણ ગેલ ગડોટની જેમ  હું એકશન અને ગ્લેમર પાત્રો પણ ભજવી શકું છું. 

કંગનાએ વધુમાં ઉમેર્યું હતું કે હું પ્રમાણિકપણે જાણવા મોગુ છું કે આપણે શ્વેત લોકોના ગુણગાન શા માટે ગાઇએ  છીએ? તેમના બજેટ અને અમારી વચ્ચેનો વયભેદ ભૂલી જાવ અને મને તેની એક્ટિંગ વિશે કહો, શું તે થેલાવી અને ધાકડ ફિલ્મોમાં હું જે ભૂમિકાઓ ભજવી રહી છુ તેને ભજવી શકશે? તે ક્વીન અને તનુની ભૂમિકાઓ ભજવી શકે? ફેશન અને પંગા? ંકાયા અને દત્તોની ભૂમિકાઓને ન્યાય આપી શકે? જવાબ એ છે કે તે ન ભજવી શકે, તો પછી આપણે આ ઘર કરી ગયેલી ગ્રંથિમાંથી બહાર શા માટે આવતા નથી? 

કંગનાની અભિનયની કાબેલિયત વિશે કોઇ  શંકા નથી પણ ટ્વિટર પર તેણે જે બફાટ કર્યો છે તેના કારણે લોકોના ભવાં ફરી ચડી ગયા છે. એક જણે દાઢમાંથી કહ્યું છે ેકે હું એવી આશા રાખું છુ ે કે મેરિલ સ્ટ્રિપ આ પોસ્ટ  કદી ન વાંચે.  

બીજા એક જણે ઓર મજાક કરી છે કે કંગના અને મેરિલ સ્ટ્રિપનું નામ પણ એક શ્વાસે ન લેવાય.આ તો ઇશનિંદા કહેવાય. કંગના તો મેરિલની નજીક પણ ન ફરકી શકે. કંગના શા માટે આટલો મોટો દેખાડો કરી રહી છે? બીજા પણ આ જ મુદ્દે વિમાસી રહ્યા છે કે કંગના આટલી બધી આત્મકેન્દ્રી શા માટે બની  રહી છે? 

કંગના હવે તો વધારે બેફામ બની ચૂકી છે. આ નમૂનો જુઓ, આ ગ્રહ પર જો કોઇ મને મારા કરતાં વધારે રેન્જ અને બ્રિલિયન્સ બતાવે તો હું તેની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું.હું વચન આપું છું કે હું બડાઇ મારવાનું બંધ કરી દઇશ, પણ ત્યાં સુધી તો હું આ મામલે ગર્વ અનુભવવા માગું છું. 

કેટલાક જાણકારોએ જણાવ્યું હતું કે કંગનાએ સરખામણી કરવા સ્ટ્રિપ સુધી લાંબા થવાની પણ ક્યાં જરુર છે? તે વહીદા, તબુ અને  શબાના સાથે પણ તેની સરખામણી કરી શકી હોત. તે આગલી પેઢીની અભિનેત્રીઓ હોય તો જે હજી સક્રિય છે તેવી હેમામાલિની, માધુરી દિક્ષિત, શ્રી દવી અને રેખા સાથે પણ તેની સરખામણી કરી શકી હોત. પણ એક ચાલાક ટ્વીટર વપરાશકારે દર્શાવ્યું હતું કે આમાં તો  એવું છેકે નવી આવેલી તાપસી પણ આ રાણીને સણસણતો જવાબ આપી શકે તેમ છે. પ્રજાસત્તાક દિને સોશ્યલ મિડિયા પર જે ચર્ચા થઇ તેમાં કંગનાએ ભેદી મૌન પાળતાં તાપસીએ ગામઠી પંજાબીમાં પરખાવી દીધું હતું કે કંગના તેનુ ટંગના. 

કંગનાનો જે ઇરાદો હોય તે પણ આને કારણે તેની આગામી ફિલ્મો ધાકડ અને થેલાવીને મોટા પ્રમાણમાં પ્રસિદ્ધિ મળી રહી છે. ધાકડમાં તે એક અધિકારીની ભૂમિકા ભજવી રહી છે તો બીજી તરફ થેલાવીમાં તે જયલલિતાની ભૂમિકા ભજવી રહી છે. થેલાવીમાં કંગનાની સાથે અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્ય શ્રી પણ જોવા મળશે. કંગના તેજસ અને મણિકર્ણિકાની સિકવલ પણ કરી રહી છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38bNc3w
Previous
Next Post »