વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવાની મારી હમેંશા ઈચ્છા રહી છે: તબ્બુ

- તબ્બુને 25 વર્ષ અગાઉ તેનો પહેલો રાષ્ટ્રીય એવોર્ડ ફિલ્મ માચીસમાં તેના અભિનય માટે મળ્યો હતો. પણ તબ્બુ આ બાબતે કહે છે કે મને હવે એવોર્ડ મળ્યાનો આનંદ નથી થતો.


બોલીવૂડમાં સૌથી વધુ પ્રકારની ભૂમિકા ભજવનાર અભિનેત્રીમાં તબ્બુનો નંબર પહેલો આવે. ભાગ્યે જ એવી કોઈ ભૂમિકા હશે જે તબ્બુએ નહિ ભજવી હોય. તેણે અલગ અલગ પાત્રો મોટા પડદે સાહજિકતાથી ભજવ્યા છે અને દરેકમાં સફળ રહી છે. બહુ ઓછા લોકો  જાણતા હશે કે તબ્બુની પહેલી ફિલ્મ તેલુગુમાં બનેલી કૂલી નં. ૧ હતી. આ જ ફિલ્મથી પછી ડેવિડ ધવને પ્રેરણા લઈને કૂલી નં. ૧ બનાવી હતી. પદ્મશ્રી એવોર્ડ વિજેતા તબ્બુ માટે કહેવાય છે કે તેની વય દેખાતી નથી. જો કે તબ્બુ આ કોમેન્ટને પ્રશંસા તરીકે ગણીને કહે છે કે હું પહેલા જેવી હતી તેવી જ છું. મારામાં કોઈ બદલાવ નથી આવ્યો. 

મને લોકો કેવી રીતે જુએ છે તેની હું પરવા નથી કરતી.  ફિલ્મોની પસંદગી બાબતે પણ મારા નિયમો બદલાયા નથી. મેં પ્રેમ ફિલ્મથી ૧૯૯૫માં શરૂઆત કરી. ત્યાર બાદ હુતુતુ, બીવી નં. ૧, મકબૂલ, હૈદર જેવી ફિલ્મો કરી. આવી ફિલ્મો કરીશ એવું કદી વિચાર્યું નહોતું. મને હમેંશા તમામ પ્રકારની ભૂમિકા ભજવવાની ખ્વાહિશ હતી. મને એવી ભૂમિકા મળી તે બદલ હું મને પોતાને ખૂશનસીબ સમજુ છું.

ઉલ્લેખનીય છે કે તબ્બુને ૨૫ વર્ષ અગાઉ તેનો પહેલો રાષ્ટ્રીય એવોર્ડ ફિલ્મ માચીસમાં તેના અભિનય માટે મળ્યો હતો. પણ તબ્બુ આ બાબતે કહે છે કે મને હવે એવોર્ડ મળ્યાનો આનંદ નથી થતો. હું માનું છું કે તમારા માટે  એવોર્ડ અને પ્રશંસાનું મહત્વ સમય સાથે બદલાઈ જાય છે. પહેલા મને પણ આ માન્યમાં નહોતું આવતું. પણ સમય સાથે તમે પરિપકવ થઈને તમારી કલા અને કામનું મહત્વ સમજો છો. પછી એવોર્ડ તમારા માટે કોઈ મહત્વ નથી ધરાવતા.

તબ્બુને એ સુટેબલ બોય જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ પણ મળ્યા છે. પોતાને મળેલા તમામ પ્રોજેકટમાં તેની ભૂમિકા મહત્વની હતી એના માટે તબ્બુ પોતાને ખૂશનસીબ માને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kL2C3P
Previous
Next Post »