- મોબાઈલ, ઇન્ટરનેટ, સમય બતાવતી ઘડિયાળ વગેરે છોડીને, ગુફામાં એકાંતવાસ કરવાનો હોય તો શું થાય?
૨૩ માર્ચ ૨૦૨૦ ના રોજ ભારતીય પ્રજાએ પહેલીવાર લોકડાઉનનો અનિચ્છનીય સ્વાદ ચાખ્યો. લોકડાઉન શરૂ થતાં જ લોકોમાં એક પ્રકારના ભય, અસલામતી અને ઘરમાં પુરાયેલા કેદી જેવી લાગણી અનુભવી. એક વાત નિશ્ચિત છેકે કોરોનાકાળ દરમ્યાન મનુષ્ય હિંમત દાખવી અનોખા એકાંતવાસને મિત્ર બનાવી માણવા લાગ્યો હતો. આજે આ ઘટનાને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. લોકડાઉન આમ તો લોકોને ગમે તેવી ઘટના નથી. આમ છતાં આ ઘટનામાંથી બોધપાઠ લઈને, એક સાહસિક શૂરવીરે એક અનોખા સાહસ, અનોખું કહી શકાય તેવાં લોકડાઉન એક્સપરિમેન્ટ શરૂ કરી દીધો છે. ૧૪ માર્ચ ૨૦૨૧ના રોજ ૧૫ વ્યક્તિ, ફ્રાંસની એક ગુફામાં સ્વૈચ્છિક રીતે એકાંતવાસ એટલેકે આઈસોલેશન પાળવા માટે પહોંચી ગયા છે.
આ પ્રયોગ દરમિયાન ૧૫ વ્યક્તિ, બધી જ આધુનિક સુવિધાઓ છોડીને એટલે કે મોબાઈલ, ઇન્ટરનેટ, સમય બતાવતી ઘડિયાળ, આધુનિક વીજળી સુવિધા, વગેરે છોડીને, ગુફામાં ૪૦ દિવસનો એકાંતવાસ કરવાના છે. આ અનોખા લોકડાઉનના પ્રયોગને 'ડીપ ટાઇમ' નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાાનિક ટીમ જાણવા માગે છેકે 'જો મનુષ્ય બહારની દુનિયાથી દૂર અને તેમના સંબંધોથી કપાયેલો હોય તો શું થાય? જો મનુષ્યને સમયનું ભાન ન હોય ત્યારે, અથવા તેમને સમયનું ભાન કરાવવામાં ન આવે ત્યારે તેમની માનસિક સ્થિતિ કેવી સર્જાય છે?
'ક્રિશ્ચિયન ક્લોટ': માનવ અનુકૂલન ક્ષમતાનું જીવતું જાગતું ઉદાહરણ
'ક્રિશ્ચિયન ક્લોટ' 'ડીપ ટાઇમ' નામના અનોખા પ્રયોગ અને સાહસકથાના મુખ્ય નાયક અને નેતા છે. 'ડીપ ટાઇમ' નામના ખાસ વૈજ્ઞાાનિક પ્રયોગનો આધાર સ્તંભ, અને પ્રેરણા સ્ત્રોત ક્રિશ્ચિયન ક્લોટ છે. સ્વીટઝરલેન્ડમાં જન્મેલ ક્રિશ્ચિયન ક્લોટે નેશનલ કન્સર્વેટરીમાંથી ડ્રામેટિક આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો. ૧૦ વર્ષ સુધી તેમણે અભિનેતા અને સ્ટંટમેન તરીકે કામ કર્યું હતું. ૧૬ વર્ષની ઉમ્મરથી જ તેમને આઉટડોર સ્પોર્ટસ અને ટ્રાવેલ એડવેન્ચરમાં રસ પડવા લાગ્યો હતો. ૧૯૯૯માં તેમણે નેપાળની ટૂર કરી ત્યારે, તેઓ સમાજના એવા વર્ગને મળ્યા હતા.
જેણે જિંદગીમાં ક્યારેય વાઈટમેન એટલે કે ગોરી ચામડીવાળા માણસ જોયા ન હતા. તેમણે નક્કી કર્યુંકે 'તેઓ પર્યાવરણની વિકટ પરિસ્થિતિમાં સાહસ ખેડીને પૃથ્વી પરના વિકટ સ્થળોની મુલાકાત લેશે. અને તેમણે આમ કર્યું પણ ખરું. પર્વતોથી માંડી દરિયાના પેટાળ,રણ પ્રદેશથી માંડીને રેઇનફોરેસ્ટ અને નદી કિનારાનો જોખમી પ્રવાસ ખેડયો હતો. ૨૦૦૬થી તેમણે વિજ્ઞાાન આધારિત 'માનવ અનુકૂલનક્ષમતા' એટલે કે 'હ્યુમન એડપટેબીલીટી' આધારિત સાહસ અભિયાન ખેડવાની શરૂઆત કરી હતી. તેમણે ૨૦૧૨ થી ૨૦૧૪ વચ્ચે, છ મહિના જેટલો સમય નાઇલ નદીના ઉપરવાસનો પગપાળા પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન તે ૫૧૦૯ મીટર ઊંચાઈ ધરાવતા માઉન્ટ સ્ટેનલી-ર્વેનઝોરી શિખર પણ ચડયા હતા.
૨૦૧૧માં ઈરાનમાં આવેલ દશ્ત-એ-લૂટ રણમાં વૈજ્ઞાાનિક ઉદ્દેશવાળું અભિયાન પાર પાડયું હતું. ૨૦૦૬માં ચિલીમાં આવેલ જોખમી અને વિકટ પર્વતમાળા ડાર્વિન કોર્ડિલેરાના મધ્ય ભાગમાં અનેકવાર સાહસ પ્રવાસ ખેડયો હતો. જેથી વિષમ અને વિકટ પરિસ્થિતિમાં મનુષ્ય કઈ રીતે અનુકૂલન સાધે છે તેનું વૈજ્ઞાાનિક અભ્યાસ થઈ શકે. આ વિષયમાં વધારે ઊંડા ઊતરવા ક્રિશ્ચિયન ક્લોટે ૨૦૧૩માં 'ઇન્સ્ટિટયૂટ ફોર હ્યુમન અડોપ્ટેશન' નામની સંસ્થાની શરૂઆત કરી હતી. કોરોનાકાળના આઈસોલેશન ઉપરથી તેમને 'ડીપ ટાઇમ' વૈજ્ઞાાનિક પ્રયોગ કરવાની પ્રેરણા મળી છે.
'ડીપ ટાઇમ' : જ્યાં સમય ખતમ થઇ જશે!
૧૪ માર્ચ ૨૦૨૧ ના રોજ દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના એરીજ ક્ષેત્રમાં આવેલ લોમ્બ્રીવ્સ ગુફામાં ૧૫ જિજ્ઞાાસુ અને સાહસિક સ્વભાવ વાળી વ્યક્તિઓએ અનોખા એકાંતવાસના ખાસ પ્રયોગ 'ડીપ ટાઇમ'ની શરૂઆત કરી દીધી છે. જેમાં આઠ પુરુષ અને સાત મહિલાનો સમાવેશ થાય છે. ફ્રાન્સની લોમ્બ્રીવ્સ ગુફા ટૂરિસ્ટ માટે એક અનોખા આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ આ વખતે આવેલ ટૂરિસ્ટ અનોખા સાહસ અને વૈજ્ઞાાનિક પ્રયોગના સ્વયંસેવકો તરીકે, ગુફામાં એક પ્રકારનો જેલવાસ કરવાના છે.
ગુફામાં સ્વયંસેવકોનું આ ગુ્રપ ૪૦ દિવસ અને ૪૦ રાત્રી વિતાવવાનું છે, ૨૨ એપ્રિલના રોજ તેવો ગુફામાંથી બહાર આવી, બહારની દુનિયા સાથેનો પોતાનો સંપર્ક સ્થાપશે. ૪૦ દિવસના આ કેદ દરમ્યાન દરેક વ્યક્તિ ઘડિયાળ, મોબાઇલ ફોન, તેમજ અન્ય સુવિધાઓથી દૂર રહેવાના છે. એટલું જ નહીં જમીનની સપાટીથી ભૂગર્ભમાં આવેલ આ ગુફામાં કુદરતી પ્રકાશ પહોંચતો નથી. લોમ્બ્રીવ્સ ગુફામાં કેદ થનાર વ્યક્તિની ઉંમર ૨૭ થી ૫૦ વર્ષ જેટલી છે. 'ડીપ ટાઇમ'માં જોડાયેલ સ્વયંસેવકો અલગ-અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ માંથી આવે છે.
જેમાં એક જીવવિજ્ઞાાની, ભૂસ્તરશાસ્ત્રી, શિક્ષક, નર્સ, જ્વેલર્સ, બેરોજગાર, થેરાપિસ્ટ, ડેટા એનાલિસ્ટ, અને ન્યુરો-સાયન્ટીસ્ટનો સમ એકાન્તવાસ દરમિયાન, મનુષ્યના શરીરમાં જિનેટિક એક્સપ્રેશન અને એક્ટિવિટી બદલાય છે? તેનો જૈવિક અભ્યાસ થશે. સમય-ચેતના વિના, મનુષ્ય શરીર કેટલો સમય સુવે છે? તેમનામાં કેવા પ્રકારનાં શારીરિક ફેરફાર થાય છે ? આવા અનેક વૈજ્ઞાાનિક સવાલોના જવાબ મેળવવામાં આવશે.પેરિસમાં આવેલ ઇકોલે નોર્મેલ સુપરિઅર નામની વૈજ્ઞાાનિક સંસ્થાના ન્યુરોસાયન્ટિસ્ટ ઇટિને કોચેલિન કહે છે કે ' દુનિયામાં આ પ્રકારનો કદાચ પ્રથમ પ્રયોગ થઈ રહ્યો છે.' 'ડીપ ટાઇમ' પ્રયોગમાં ફ્રાંન્સ, સ્વીટઝરલેન્ડ, ચીન અને યુરોપના કેટલાક દેશો સહયોગ આપી રહ્યા છે.
પ્રયોગમાં એકઠો થયેલ ડેટા, વિવિઘ વૈજ્ઞાાનિક સંસ્થાને પૃથક્કરણ કરવા માટે પણ આપવામાં આવશે. જેથી કરીને સમગ્ર માનવજાતને તેનો લાભ મળી શકે. જેમને 'ડીપ ટાઇમ' પ્રયોગ કરવાની અનોખી પ્રેરણા મળી તે સાહસવીર પણ આ પ્રયોગમાં જોડાયેલા છે. જેમનું નામ છે, 'ક્રિશ્ચિયન ક્લોટ'.
લોમ્બ્રીવ્સ ગુફા: જ્યાં 'ડીપ ટાઇમ'નામનું વૈજ્ઞાાનિક નાટક ભજવાઈ રહ્યું છે
દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના એરીજ ક્ષેત્રમાં આવેલ લોમ્બ્રીવ્સ ગુફામાં ૩ અલગ રહેણાંક જગ્યા બનાવવામાં આવી છે. એક સ્થાનનો ઉપયોગ ઊંઘવા માટે, બીજા સ્થાનનો ઉપયોગ દૈનિક પ્રક્રિયા કરવા માટે એટલે કે લિવિંગ રૂમની જેમ મારેકરવામાં આવશે. જ્યારે ત્રીજા સ્થાનને ભૂસ્તરીય અભ્યાસ કરવા માટે, ત્યાં આવેલ વનસ્પતિ અને પ્રાણી જગતનો અભ્યાસ કરવા માટે કરવામાં આવશે. ટૂંકમાં સમગ્ર સાહસ એક વૈજ્ઞાાનિક પ્રયોગ છે.
ગુફામાં ૪૦ દિવસ ચાલે તેટલો, ૪ ટન વજનનો જીવન જરૂરિયાતનો સામાન ખડકી દેવામાં આવેલ છે. જેમાં કુત્રિમ પ્રકાશ મેળવવા માટે પેડલ મારીને ચાલતા ડાયનેમો પણ સામેલ છે. પીવામાટે પાણી ગુફાના આંતરિક ભાગમાંથી લાવીને સ્વયંસેવકો વાપરશે. ગુફાનો આંતરિક ભાગ ખૂબ ઠંડો ભેજવાળો અને સામાન્ય માનવીને માફક ના આવે તેવો છે. અહીંનું તાપમાન ૫૪ ડિગ્રી ફેરનહીટ એટલે કે બાર ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા જેટલું હોય છે. ટૂંકમાં ચોમાસામાં ભારે વરસાદ પડયા પછી વાતાવરણમાં જેટલો ભેજ હોય તેટલો ભેજ ગુફામાં હોય છે.
ભૂગર્ભમાં આવેલ ગુફામાં રહેતા દરેક સ્વયંસેવકોની શારીરિક અને માનસિક સ્થિતિ જાણવા માટે, અત્યાધુનિક પ્રકારના સેન્સર બેસાડવામાં આવ્યા છે. જેના ડેટાનું કલેક્શન અને મોનીટરીંગનું કામ, ગુફા બહાર આવેલ મોનીટરીંગ કેન્દ્રમાં કરવામાં આવશે. આ કામ માટે ૩૨ જેટલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને કામે લગાડવામાં આવ્યા છે. પ્રયોગ દરમ્યાન સ્વયંસેવકનું મગજ કઈ રીતે કામ કરે છે? વિકટ પરિસ્થિતિમાં તેમનું શરીર કેવા પ્રકારનો પ્રતિભાવ આપે છે? સમયભાન-ચેતનાના સંવેદન વિના અવસ્થામાં મનુષ્ય કેવી રીતે કામ કરે છે? આવા અનેક સવાલોના જવાબ વૈજ્ઞાાનિક મેળવવા માંગે છે. વિવિધ પ્રકારના ખનીજો ખોદી કાઢવા માટે ભૂગર્ભમાં કરવામાં આવતા માઇનિંગ અને લાંબો સમય દરિયાની સપાટીથી નીચે સબમરીનમાં જીવતા લોકોને પણ આ પ્રયોગના પરિણામ ઉપયોગી બનશે. જેના પરિણામો ઉપરથી ભવિષ્યના અંતરિક્ષ મિશન જનારા લોકોને માનસિક સ્થિતિનો અભ્યાસ પણ થઈ શકશે.
ટાઈમ ડાયલેશન: આધ્યાત્મિક અને મેટાફીજીકલ અનુભવ કરાવે છે?
'ડીપ ટાઇમ' સાહસ પહેલા, એટલે કે ૧૯૭૨માં ફ્રાન્સના ભૂસ્તરશાસ્ત્રી અને સાહસિક સંશોધક મિશેલ સિફ્રેએ ટેક્સાસમાં આવેલ સબ-ટેરીનીઅન ગુફામાં ૬ મહિના જેટલો સમય, કલેન્ડર, ઘડિયાળ અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વિતાવ્યા હતા. પ્રયોગ દરમ્યાન તેમણે જોયું હતુંકે, 'ગુફામાં અંડરગ્રાઉન્ડ રહેતી વ્યક્તિના જૈવિક સમયચક્ર એટલે કે સિરકાડિયન રિધમમાં અનોખા ફેરફાર થાય છે. આ સમયગાળો સમય જતા લંબાતો જાય છે. મનુષ્ય લગભગ છત્રીસ કલાક જેટલો જાગતો રહી શકે છે.
ઉઘવાનો સમયગાળો ૧૨થી ૧૪ કલાકનો થઈ જાય છે. જેના કારણે મનુષ્યનું મગજ અને શરીર, પૃથ્વીના ૨૪ કલાકના સમયભાનને ભુલાવી દે છે. મિશેલ સિફ્રેના પ્રયોગનો મુખ્ય હેતુ, મનુષ્ય શરીર ઉપર થતી ટાઈમ ડાયલેશનની અસર, સમય સંવેદન ગુમાવવાની અસરો તપાસવાનો હતો.
આમ જોવા જઈએ તો, સદીઓથી ભારત, ચીન, અને પ્રાચીન ગ્રીસમાં ઋષિ મુનિઓ, તત્વચિંતકો, ભવિષ્યવાણી કરનારા અને અધ્યાત્મને મેટા ફિઝિક્સ તેમજ પેરા સાયકોલોજી માં વિશ્વાસ કરનારા લોકો, લાંબો સમય ગુફામાં એકાંતવાસ ગાળતા હતા. અહીં તેઓ સમયનું ભાન ભૂલી જતા જેથી તેઓ તેમને આત્મા ચેતનાને બદલવાનું કાર્ય કરી શકે. કહેવાય છેકે સમયથી કપાયેલા અને સમાજથી દૂર રહેલ આ લોકોને અહીં, આધ્યાત્મિક જ્ઞાાન, દિવ્ય દેવવાણી કરવાના સંકેત, તેમજ મનુષ્ય જગત અને બ્રહ્માંડમાં છુપાયેલ મેટાફીજીકલ સત્યનું દિવ્યજ્ઞાાન પ્રાપ્ત થતું હતું.
તેઓ સંવેદના અને ચેતનામાં (consciousness) સ્વયં બદલાવ લાવવાની શક્તિ મેળવી શકતા હતા. ટૂંકમાં કહીએતો આ લોકોને અહીં દિવ્ય આત્મબોધ પ્રાપ્ત થતો હતો. કેટલાક સંશોધકો અને વિદ્વાનો, પ્રાચીન પાષાણકાળની ગુફામાં બનેલ એબસ્ટ્રેક આર્ટ જેવા ચિત્રોને ચિત્ર-વિચિત્ર ભૂમિતિ આકારના રેખાંકનોને વખોડી કાઢે છે, તેની ટીકા કરે છે. વૈજ્ઞાાનિકો માને છેકે 'પાષાણ યુગની ગુફાઓમાં બનેલ ગુફાચિત્ર, પાષાણ યુગના આદિમાનવના બદલાયેલ, 'કોન્સીઅસનેસ' આત્મ-ચેતના/ સભાનાવસ્થાનો બદલાવ દર્શાવે છે.
જેનું ચિત્ર તેમણે ત્યારબાદ કર્યું હતું. આ કારણે જ ગુફા ચિત્ર ,વાસ્તવિક જગતના ખ્યાલો કરતા, અલગ પ્રકારની એબસ્ટ્રેક આર્ટ લાગે છે. જો ખરેખર 'કોન્સીઅસનેસ'માં બદલાવ જેવું કંઈ બનતું હશે તો, આ પ્રયોગ દરમિયાન મનુષ્યના મગજમાં શું ચાલે છે? તેને કેવી ભ્રમણાઓ થાય છે? તેની 'કોન્સીઅસનેસ'માં શું બદલાવ આવે છે? તેની વૈજ્ઞાાનિક માહિતી જરૂરથી મળશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sH7s5v
ConversionConversion EmoticonEmoticon