જનાવરોની જાન .

- 'જિરાફ' અને 'ઉંટ'ને ફૂટપટ્ટીમાં માપ લઈ 'લંબુ'ઓને વધાવી જ દીધાં છે ને! ગાડરિયો પ્રવાહ પક્ષપલટુઓનો બોલો કોણે આપ્યો?


લે ખના મથાળા સાથે જ કવિ દલપતરામની યાદ..., 'સાંભળી શિયાળ બોલ્યું... અન્યના તો એક આપના (ઊંટના) અઢાર છે... ખરેખર જોવા જઈએ તો આ મૂંગા પ્રાણીઓ જ આપણને સાચી વાચા આપી બોલતા કર્યાં છે.

''તમારા ભાઈ તો ભોળી 'ગાય' જેવા છે' કહીને ઘણાંય ઘરવાળા માંતેલા 'સાંઢ'ની અદાથી કીટી પાર્ટીમાં પતિ-પુરાણમાં જોડાઈ જાય છે. ભૂમિતિની સીધી, ત્રાંસી, વાંકી રેખાઓને ઓપ્શનમાં કાઢી 'બિલાડી' પણ 'આડી' ઉતરીને કેવી સ્પીડબ્રેકર બની જાય છે. ઘંટનું રીપેરીંગ કરનારને પડકાર આ બિલ્લી મશીનો જ ને? બોલો, 'બિલાડી'ને ઘંટ કોણ બાંધશે? (આ હિસાબે ઘોઘર બિલાડા માટે તો સર્જીકલ જ કરવી પડે ને?) બિચારાં 'કૂતરાઓ'એ તો વિરોધ નથી નોંધાવ્યો તો ય સંશોધકોએ વાંકી પૂંછડીનો મુદ્દો કહેવતમાં ઉઠાવ્યો છે ને! અધૂરામાં પૂરું મસ્કો મારીને કૂતરા-સમાજને કહી પણ દીધું... 'ભસતા કૂતરાં ભાગ્યે જ કરડે!' (કદાચ 'કૂતરી'ને આ લાગુ નહિ પડતું હોય!)

લાતમ્લાતી તમે કરો અને સરખામણીમાં 'ગધેડો' વગર વાંકે ઝડપાઈ જાય છે. ડફોળ... બેવકૂફની સાથે સાથે 'ગધેડા'નું પુણ્ય સ્મરણ બોલચાલમાં કેવું સેટ થઈ ગયું છે! અરે! ઢીલાઢસ્ પતિદેવોને 'બકરી'ની જેમ લાચાર કરી ડીપ્રેશનમાં લાવી જ દીધા છે ને! 'જિરાફ' અને 'ઉંટ'ને ફૂટપટ્ટીમાં માપ લઈ 'લંબુ'ઓને વધાવી જ દીધાં છે ને! ગાડરિયો પ્રવાહ પક્ષપલટુઓનો બોલો કોણે આપ્યો? 'પશ્મીના' ઘેટાંઓએ જ ને? અરે! ખાલી એક પૂરી માટે સહેજ કાગડાભાઈને મસ્કો માર્યો... અને બિચારું 'શિયાળ' લુચ્ચું થઈ ગયું તો બીજી બાજુ બ્યુટીપાર્લરની વીઝીટવાળું સોનેરી 'હરણ' માતા સીતાના નામ સાથે રામાયણનું 'સીતા-હરણ' થઈ ગયું ને! 'સિંહ' ને 'શેર'નો માસ્ક પહેરાવી છેક બોબીના ગીતમાં ફીટ કરી દીધો... 'હમ તુમ જંગલસે ગુજરે... ઔર 'શેર' આ જાયે... ને 'વાઘ' મામા રાષ્ટ્રીય પ્રાણી બની ગયા. આ પ્રાણીઓને લીધે તો બોલીવુડનાં ગીતકારો બે પાંદડે થયા. 'મેરી ભેંસ કો દંડા ક્યૂં મારા..?' તો બાલગીતમાં 'ચલ મેરે 'ઘોડે' ટીકટીક છેક રેસકોર્સમાંથી પકડી લાવ્યા... રાણા પ્રતાપનો 'ચેતક', સિકંદરને 'બુસાફેલસ' ઘોડો હીસ્ટ્રી બની ગયા ને! 'હાથી' જીવતા કરતા મરી જઈને સવા-લાખનો બન્યો બાપદાદાના વખતથી અત્યારે? કરોડ સુધી પહોંચી ગયો ને? પૂર્વજનાં 'વાંદરા' ભાઈઓએ ઘડપણમાં ગુલાંટ મારી રોમાન્સને વૃધ્ધ ને બદલે સમૃધ્ધ કર્યો! પ્રાણીઓને મારવા નહિ... પાછળથી કંપલેન પણ થાય... મેરી ભેંસકો દંડા ક્યૂં મારા.. જબ કોઈ જાનવરકો મારે... ચૂપ ક્યું હૈ સંસાર?

ખરેખર જાનવર છે તો ગમાણ, તબેલો, વાડો છે. લાલુબ્રાન્ડ 'ઘાસચારો' છે. ગૌ-રક્ષકની ભાવના છે. અડધા વિશ્વનો આહાર છે. 'મેં' એક બિલાડી પાળી છે... જેવા બાલગીતો છે. ગૌરીપૂજન છે, શુકન છે. ગાય-કૂતરાની રોટલી અલગ રાખવાના રિવાજ છે. રાજાના શિકાર કરવાના શોખ છે. રેસકોર્સની સટ્ટાબાજી છે. રાજકીય પક્ષોનાં પ્રતીક છે. અમૂલ દૂધ પીતા હૈ ના સ્લોગન છે. ઝૂ છે. પેટ રાખવાના શોખ છે. અરે! ગણેશજીનું વાહન છે.. અને ભૂલી ગયા? જીવનની અંતિમ રાઈડ? યસ, યમરાજજીનો 'પાડો' છે!

મરી મસાલા

પ્રાણીઓમાં પણ પ્રભુનો વાસ છે. જૂઓ "DOG" ...સહેજ ઉલટાવીને જૂઓ ય્ર્ંઘ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NeJe2O
Previous
Next Post »