ખેડા જિલ્લામાં 9889 જેટલા નાગરિકોને કોરોના વેક્સિન અપાઈ

- ૭ હજારથી વધુ સિનિયર સિટીઝનો અને ૮૧૧ જેટલા બીમાર વ્યક્તિઓને રસીના ડોઝ અપાયા

નડિયાદ

ખેડા જિલ્લામાં પહેલી માર્ચથી શરૂ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબક્કા હેઠળ ૯૮૮૯ જેટલા નાગરિકોને કોરોના વેક્સિન મળી છે. જિલ્લામાં અત્યાર સુધી ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના ૯૮૮૯ જેટલા સિનિયર સિટિઝન અને ૪૫થી ૫૯ વચ્ચેના ૮૧૧ જેટલા બીમાર નાગરિકોને રસી આપવામાં આવી છે.

ખેડા જિલ્લામાં  ૧૬મી જાન્યુઆરીથી આરંભાયેલો કોરોના રસીકરણ કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. નાગરિકોને આ કાર્યક્રમ હેઠળ ચાર તબક્કામાં રસી મૂકવામાં આવી રહી છે, જેમાં પહેલા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્ક્સ અને બીજા તબક્કામાં સરકારી કર્મચારીઓને રસી મૂકવામાં આવી છે. પહેલી માર્ચથી ત્રીજા તબક્કામાં હાલ સિનિયર સિટિઝન અને બીમાર આધેડને રસી મૂકવાની શરૂઆત થઈ છે. અંતે ચોથા તબક્કામાં સાંમાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે.

પહેલા તબક્કામાં જિલ્લામાં ૧૧,૦૦૦થી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાવિરોધી રસી આપવામાં  આવી છે. એ પછી બીજા તબક્કામાં આશરે એટલા જ સરકાર ર્કર્મચારીઓને કોરોના રસી મૂકવામાં આવી છે. હવે ત્રીજા તબક્કામાં પાંચ દિવસમાં જ ૭૦૦ જેટલા ૬૦થી વધુ ઉંમરના સિનિયર સિટિઝન અને ૪૫થી વધુ ઉંમરના ૮૧૧ જેટલા બીમાર વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. આ આંકડો  દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t3hb5V
Previous
Next Post »