ખેડા જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો ફરીવાર વધ્યો : નવા નવ દર્દીઓ


નડિયાદ

ખેડા જિલ્લામાં કોરોના કેસોની સંખ્યમાં સતત ઊતારચડાવ જોવા મળી રહ્યો છે. લાંબા અંતરાલ પછી જિલ્લામાં કોરોનાની સંખ્યા ફરી ડબલ ડિજિટની નજીક પહોંચી રહી છે. 

જિલ્લામાં આજે  નડિયાદમાં પાંચ તથા ઠાસરા અને વસોમાં બે-બે એમ કુલ ૯ કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૯ મહિનામાં  મળેલા કુલ કેસોનો આંકડો ૩,૩૪૭ પર પહોંચ્યો છે.

જિલ્લામાં આજે કુલ-૨૩૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે  જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૨૩  દર્દીઓ સારવાર હેઠળ છે. બે  દર્દી ઓક્સિજન પર  જ્યારે  ૨૧  દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે પુરુષ ઉં. વ. ૨૩, ડભાણ, તા. નડિયાદ, પુુરુષ ઉ.વ.૫૨, કોલેજ રોડ, નડિયાદ, પુરુષ ઉ.વ.૭૨, રામજીમંદિર, ડભાણ, તા. નડિયાદ, પુરુષ ઉ.વ.૫૦, ઉતરસંડા, તા. નડિયાદ, પુરુષ ઉ.વ.૨૭,પીજ, તા. વસો, પુરુષ ઉ.વ.૨૭, ઊંડું ફળીયું, ડાકોર, તા.ઠાસરા, સ્ત્રી ઉ.વ.૫૦,ઊંડું ફળીયું, ડાકોર, તા.ઠાસરા,  પુરુષ ઉ.વ.૩૧, પ્રાથમિક શાળા પાછળ, તા.વસો, સ્ત્રી ઉ.વ.૬૧, સિવિલ રોડ, નડિયાદમાં નવા કેસો નોંધાયા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38aSDjo
Previous
Next Post »