બાલાસિનોર : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ મહીસાગર નદી હાડોડ ગામેથી પસાર થાય છે ત્યાં ત્રણ યુવાનો ન્હાવા પડતાં પાણીમાં તણાઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી આ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લાના હોળી તહેવારમાં હડોડ ગામ પાસે ધુળેટી રમ્યા બાદ ઘણા લોકો નહાવા માટે આવતા હોય છે. તેમાંથી ગઇકાલે બપોરના સુમારે બાલાશિનોર તાલુકાના જોરાપુરા અને કંબોપા ગામના ત્રણ યુવાનો હાડોડ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા પડયા હતા પરંતુ આ ત્રણેય યુવાનો પાણીના વહેણમાં તણાઇ ગયા હતા. આસપાસના સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેઓની તપાસ કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ તેમના મૃત્યુ દેહ મળ્યા હતા. જેમાં (૧) ચીરાગકુમાર ગીરીશભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૯ રહે કંબોપા, (૨) રીતેશકુમાર અજીતસિંહ ચૌહાણ ઉ.વ.૨૧ રહે. જોરાપુરા, (૩) સતીષકુમાર કાંતીભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૧ રહે.જોરાપુરાના મૃતદેહ મળતા સમગ્ર બાલાશિનોર પંથકમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. તેમના મૃતદેહ મળતા તેમનુ પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારજનોને સોપવામાં આવ્યા હતા. આમ ધૂળેટી પર્વમાં નદીના વહેણાં ત્રણ યુવાનોના મોત થયા હતા લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39v2SQ1
ConversionConversion EmoticonEmoticon