ખેડા જિલ્લામાં 4 સ્થળે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ


નડિયાદ : ખેડા જિલ્લામાં આજે ચાર સ્થળો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આજે વડામથક નડિયાદ ઉપરાંત ખેડા, માતર, મહુધા અને ડાકોર ખાતે ઉજવણીના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

નડિયાદ તાલુકાના ઉતરસંડા ભારત હાઈસ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મહાનુભાવો દ્વારા દાંડીયાત્રામાં અંગ્રેજો સામે કરેલા મીઠાના સત્યાગ્રહની વાતો તાજી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ, અધિક કલેક્ટર રમેશ મેરજા, નડિયાદ પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપિત સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

માતરમાં આવેલી એન.સી.પરીખ હાઈસ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.અહીં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના અગ્રણી હોદ્દેદારો અને અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપીને કાર્યક્રમને માણ્યો હતો. વિદ્યાર્થીઓએ સ્વતંત્રતાની થીમ પર વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.આ ઉપરાંત ખેડામાં એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલમાં, મહુધામાં બોવિસી સમાજની વાડીમાં અને ડાકોરમાં પુનીત હોલમાં પણ આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમો યોજાયા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30CX8yL
Previous
Next Post »