- નડિયાદમાં ૧૫, ઠાસરામાં ૮, ગળતેશ્વરમાં પાંચ તથા માતર, મહુધા, કપડવંજ અને કઠલાલમાં એક-એક કેસ મળ્યા
ખેડા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો નોધાતા આજે ૩૩ કેસ જાહેર થયા છે.જિલ્લાના વડામથક નડિયાદમાં ૧૫,ઠાસરામાં-૮,ગળતેશ્વરમાં-૫,માતર,મહુધા,વસો,કપડવંજ અને કઠલાલમાં એક-એક કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩,૭૯૩ પર પહોંચ્યો છે.
આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૧૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે.વેન્ટીલેટર પર એક દર્દી,બે બાયપેપ પર જ્યારે ૯૯ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.
ખેડા જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૩૪, ફ્રન્ટલાઇન વર્કર-૮, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૬૫૪૬, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૩૮૭૫- લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m27gej
ConversionConversion EmoticonEmoticon