આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : નવા 10 કેસ નોંધાયા


આણંદ : સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા એક પખવાડિયાથી સમગ્ર જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મંગળવારે પણ જિલ્લામાં વધુ નવા ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ શહેર તથા આસપાસના વિસ્તારમાંથી કુલ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયા હોવાની વાતને લઈ સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં પણ માર્ચ માસના પ્રારંભથી કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. ફેબુ્રઆરી માસ દરમ્યાન શાંત પડેલ કોરોનાએ માર્ચ માસમાં ફુંફાડો ભરતા અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના પોઝીટીવ કેસોની સાથે સાથે શંકાસ્પદ કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને જિલ્લાની વિવિધ હોસ્પિટલો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાઈ રહી છે. મંગળવારે આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી ૧૨ મળી કુલ ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં તુલસી સિનેમા નજીકના જલારામ પાર્ક, નાના અડધની ગંગાદાસની ખડકી, કૈલાસફાર્મ રોડ ઉપરની ગુરૂકૃપા સોસાયટી, નાના બજારના યમુના પાર્ક, કરમસદ રોડ ઉપરના રવિકિરણ પાર્ક, એનડીડીબી કેમ્પસ, ગણેશ ડેરી પાછળના પરમકૃષ્ણ કોમ્પલેક્ષ, વ્યાયામશાળા નજીકના સ્ટેટસ-૧, આકાર ટ્વીન્સ નજીકના નારાયણ હાઈટ્સ, હાડગુડ ગામે પંચામૃત પાર્ક, જીટોડીયાના પ્રિયાક્ષી હોમ્સ તેમજ ખંભાતના કંસારી અને ઉમરેઠના ભાલેજ ગામના કેસોનો સમાવેશ થાય છે.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૩૧૦૫૬ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૯૪૩ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૬૯ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૩ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૬૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2ZVr1
Previous
Next Post »