
નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જિલ્લાના વડામથક નડિયાદમાં સૌથી વધુ ૧૭, મહેમદાવાદમાં-૩,મહુધા,માતર અને વસોમાં ૨-૨જ્યારે કઠલાલ અને ખેડામાં ૧-૧ કેસ મળી કુલ ૨૮ કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩,૭૬૦ પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં આજે કુલ-૪૦૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે.બે બાયપેપ પર અને એક દર્દી ઓક્સિજન પર જ્યારે ૯૬ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.ખેડા જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૩, ફ્રન્ટલાઇન વર્કર-૨, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૪૪૨૦, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૧૫૦૮- લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.
નડિયાદ શહેરમાં તથા તાલુકામાં નોંધાયેલા કેસમાં મહિલા ઉં.વ.૨૫ પૂનિત કોલોની નડિયાદ, મહિલા ઉં.વ.૨૫ શંકરબદાણી પોળ નડિયાદ, કિશોર ઉં.વ.૧૫ અશોકનગર નડિયાદ, પુરુષ ઉં.વ.૫૦ મંદિરવાળી ખડકી સલુણ તા નડિયાદ, પુરુષ ઉં.વ.૫૮ નવદીપ નગર નડિયાદ, પુરુષ ઉં.વ.૩૩ સાંઇશ્રધ્ધા હોસ્પિટલ નડિયાદ, મહિલા ઉં.વ.૫૨ નેશનલ પાર્ક નડિયાદ, પુરુષ ઉં.વ.૪૨ સલુણ તા નડિયાદ, પુરુષ ઉં.વ.૫૦ ટાવર પાસે અલિન્દ્રા તા નડિયાદ, મહિલા ઉં.વ.૨૭ ડી.ડી.યુ સ્ટાફ ક્વાટર્સ નડિયાદ, મહિલા ઉં.વ.૫૨ શિખર હાઇટસ નડિયાદ, પુરુષ ઉં.વ.૬૫ સ્વામિનારાયણ મંદિર પાસે કેરીયાવી તા નડિયાદ, પુરુષ ઉં.વ.૪૫ મહાદેવ સોસાયટી નડિયાદ, પુરુષ ઉં.વ.૩૪ ઘર્મભક્તિનગર નડિયાદ, પુરુષ ઉં.વ.૫૮ શ્રીનાથ સોસાયટી નડિયાદ, પુરુષ ઉં.વ.૭૫ ભાવના ફલેટ નડિયાદ, મહિલા ઉં.વ.૬૧ શિવનગરી સોસાયટી નડિયાદનો સમાવેશ થાય છે.
જ્યારે જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસમાં પુરુષ ઉં.વ.૩૧ ભગતપોળ માંકવા તા મહેમદાવાદ, મહિલા ઉં.વ.૨૭ ભગતપોળ માંકવા તા મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૪૨ મહંમદપુરા વરસોલા તા મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૪૯ અંબામાતા પાસે પીજ તા વસો, કિશોર ઉં.વ.૧૪ રણછોડજી ખડકી પલાણા તા વસો, પુરુષ ઉં.વ.૬૯ પંચાલ ફળીયુ ત્રાજ તા માતર, મહિલા ઉં.વ.૪૪ નગરામાં તા માતર, પુરુષ ઉં.વ.૩૧ મસાણીવધો ચૂણેલ તા મહુધા, પુરુષ ઉં.વ.૨૪ સુદરબજાર ચૂણેલ તા મહુધા, પુરુષ ઉં.વ.૫૭ વિમલ પાર્ક સોસાયટી કઠલાલ, પુરુષ ઉં.વ.૩૪ ખેડા કેમ્પ તા ખેડાનો સમાવેશ થાય છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QzMQh6
ConversionConversion EmoticonEmoticon