
બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના-૨ પુરૂષ, કડાણા તાલુકાની ૨ સ્ત્રી અને ૨ પુરૂષ, ખાનપુર તાલુકાની-૨ સ્ત્રી અને ૧ પુરૂષ, લુણાવાડા તાલુકાના ૧૩ તથા સંતરામપુર તાલુકાની-૧ સ્ત્રી અને ૨ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૬-૦૩-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં કેસ ૨૨૯૩ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી કડાણા તાલુકાના-૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની-૧ સ્ત્રી અને ૨ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૧ સ્ત્રી અને ૧ પુરૂષ દર્દીએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૧૨૩ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૮ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૭ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૧૪૪૦૬૧ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૫ દર્દી પ્રાઇવેટ હોસ્?પિટલ, ૩૦ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્?પિટલ-લુણાવાડા, ૬૫ દર્દી હોમ આઇસોલેશન, ૭ દર્દી સંતરામપુર અને ૧૬ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૦૮ દર્દીઓ સ્ટેબલ, ૧૦ દર્દીઓ ઓક્સિજન પર અને ૫ દર્દી વેન્ટીલેટર પર છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lYIBHM
ConversionConversion EmoticonEmoticon