
આણંદ : જિલ્લામાં આજે નવા ૧૫ કેસ નોંધાયા હતા. ફેબુ્રઆરી માસમાં મંદ પડેલ કોરોનાનું સંક્રમણ માર્ચ માસમાં બમણી ગતિએ વધતા અત્યાર સુધી સમગ્ર માસ દરમ્યાન કુલ ૩૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. ફેબુ્રઆરી માસ કરતા માર્ચ માસમાં બમણાંથી વધુ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાભરમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે ત્યારે આગામી હોળી-ધૂળેટી પર્વને લઈ જો પ્રજાજનો દ્વારા તકેદારી રાખવામાં નહી આવે તો કોરોના વકરશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ગત ફેબુ્રઆરી માસમાં એક માત્ર તા.૨૮ ફેબુ્રઆરીને બાદ કરતા તમામ દિવસોમાં એક ડીજીટમાં કોરોનાના કેસો પ્રતિદિન નોંધાયા હતા અને ફેબુ્રઆરી માસમાં કુલ ૧૫૧ પોઝીટીવ કેસની સંખ્યા હતી. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે અને તા.૨૫ માર્ચ સુધીમાં કુલ ૩૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ફેબુ્રઆરી માસની સરખામણીએ માર્ચ માસમાં કોરોનાના કેસોમાં બમણી ગતિએ ઉછાળો નોંધાયો છે. તેમાંય ખાસ કરીને આણંદ તથા આસપાસમાં કોરોનાનું સંકમણ યથાવત રહેવા પામ્યું છે. ગુરૂવારના રોજ જિલ્લામાં કોરોનાના કુલ ૧૬ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં આણંદ પાસેના મોગર ગામની ક્રિશ્ચયન સ્ટ્રીટ, કરમસદના રાધા બંગલો, જીટોડીયા, આણંદ-વિદ્યાનગર રોડ પરના એસએલ ટાવર, બાકરોલની ઓર્ચિડ રેસીડેન્સી, વિદ્યાનગરના ૨૨ ગામ પાછળ સોહમ મધુવન સોસાયટી, નાના બજારના વૈકુંઠ એપાર્ટમેન્ટ, ચૈતન્ય હરિધામ સોસાયટી તથા બોરીઆવીની હરિહર સોસાયટી તેમજ સંદેશરના પ્રાર્થના એન્કવેલ, આંકલાવના મુજકુવા, વિરસદની કાછીયા પટેલ વાડી નજીક નહેરુ ચોક અને ઉમરેઠની બરેલી પોળ ખાતેના કેસોનો સમાવેશ થાય છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૩૭૯૪૧ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૯૬૯ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી.
જે પૈકી હાલ ૭૮ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૭૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પેટલાદના પીપળાવમા બપોર બાદ લોકડાઉનનો ચૂસ્ત અમલ
આણંદ જિલ્લામાં વકરી રહેલ કોરોનાને લઈ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનની વિચારણા ચાલી રહી છે ત્યારે પેટલાદ તાલુકાના પીપળાવ ગામે થોડા દિવસ અગાઉ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું હતું. જો કે કેટલાક વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનું ઉલ્લંઘન કરી દુકાનો ખુલ્લી રખાતી હતી. પરંતુ પીપળાવ ગામે કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતા આખરે પંચાયત દ્વારા સવારથી બપોરના ૧૨.૦૦ કલાક સુધી જ વેપાર-ધંધા ખુલ્લા રાખવાની પરવાનગી સાથે આજથી લોકડાઉનનો ચુસ્ત અમલ શરૂ કરી જો કોઈ નાગરિક નિયમનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39jugAk
ConversionConversion EmoticonEmoticon