એસ.પી. યુનિ.ના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષા 19 એપ્રિલથી


આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આગામી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૧ના રોજથી પરીક્ષાઓનું આયોજન કરાયું છે. જ્યારે સ્નાતક-અનુસ્નાતકના બીજા સેમીસ્ટરની પરીક્ષાઓ તા.૨૪ એપ્રિલના રોજથી યોજાશે.

કોરોનાના કપરા કાળ વચ્ચે લગભગ ૧૦ મહિના સુધી શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલ્યુ હતું. ત્યારબાદ ગત જાન્યુઆરી, ૨૦૨૧થી તબક્કાવાર કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ થયું હતું. બાદમાં વિવિધ કોલેજોમાં આંતરીક પરીક્ષાઓ પણ યોજાઈ હતી. હવે યુનિ. દ્વારા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સ્નાતક કક્ષાની તમામ ફેકલ્ટીની જેમાં બીએ, બીબીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીએસ ડબલ્યુ, બીએસસી હોમસાયન્સ, બીએડ, બીલીબ, એલએલબીની સેમીસ્ટર ચાર અને છની યુનિ.ની પરીક્ષાઓ આગામી તા.૧૯ એપ્રિલથી યોજાશે. જ્યારે બીજા સેમીસ્ટરની પરીક્ષાઓ તા.૨૪-૫-૨૦૨૧થી યોજાશે. તેવી જ રીતે અનુસ્નાતક કક્ષામાં એમએ, એમકોમ, એમએસ સી, એમસીએ, એમએસ ડબલ્યુ, એમ એડ, એમલીબ અને એલએલએમ સહિતની તમામ ફેકલ્ટીના સેમીસ્ટર ૧, ૩ અને ૪ની યુનિ.ની પરીક્ષા પણ ૧૯ એપ્રિલના રોજથી યોજાશે. જ્યારે બીજા સેમીસ્ટરની યુનિ.ની પરીક્ષાઓ ૨૪ એપ્રિલના રોજથી પ્રારંભ થશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cqzdIt
Previous
Next Post »