નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં આજે નડિયાદમાં નવ અને વસોમાં બે કેસ મળી કુલ ૧૧ કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૯ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩,૪૩૪ પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં આજે કુલ-૩૨૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે.બાયપેપ પર એક અને એક દર્દી ઓક્સિજન પર જ્યારે ૩૩ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી પુરુષ ઉં.વ.૫૬ ચંન્દ્રનગર સોસાયટી વડતાલ નડિયાદ, મહિલા ઉં.વ.૫૩ આશાનગર સોસાયટી નડિયાદ,મહિલા ઉં.વ.૨૫ આશાનગર સોસાયટી નડિયાદ, મહિલા ઉં.વ.૫૪ વિષ્ણુપાર્ક સોસાયટી નડિયાદ,પુરુષ ઉં. વ. ૩૯ શ્યામસુંદર પાર્ક મંજીપૂરા નડિયાદપુરુષ ઉં.વ.૫૫ વલ્લભનગર સોસાયટી નડિયાદ,મહિલા ઉં.વ.૬૨ શેઠપોળ નડિયાદ,મહિલા ઉં.વ.૫૩ અંબિકા નગર નડિયાદ,પુરુષ ઉં.વ.૪૭ ચંન્દ્રવિલાસ રો હાઉસ નડિયાદ,પુરુષ ઉં.વ.૨૬ રામજી મંદિર પલાણા તા.વસો,પુરુષ ઉં.વ.૨૭ ચોકસી બજાર વસો તા.વસોમાં નવા કેસો નોંધાયા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tkpbzc
ConversionConversion EmoticonEmoticon