
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૧૦૦ દિવસ ઉપરાંતથી દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ આણંદ જિલ્લામાં ભારત બંધના એલાનને સાવ ફીક્કો પ્રતિસાદ સાંપડતા જિલ્લામાં તમામ બજારો રાબેતા મુજબ ચાલ્યા હતા અને હાઈવે માર્ગો ઉપર વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ જોવા મળ્યો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ સરકાર દ્વારા પસાર કરાયેલ ત્રણ કૃષિ કાયદા ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે ખેડૂત સંગઠનો દ્વારા છેલ્લા ચાર માસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે આણંદ જિલ્લામાં ભારત બંધ સાવ નિષ્ફળ રહ્યું હતું. આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે બંધના એલાનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી અને તમામ બજારો રાબેતા મુજબ ચાલ્યા હતા.
બીજી તરફ આણંદ જિલ્લામાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ, નેશનલ હાઈવે તથા એક્સપ્રેસ વે ઉપર પણ વાહનવ્યવહાર રાબેતા મુજબનો જોવા મળ્યો હતો.
બીજી તરફ ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને લઈ પોલીસ તંત્ર દ્વારા નેશનલ હાઈવે તેમજ રાજ્ય ધોરી માર્ગ ઉપર પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું હતું અને મુખ્ય માર્ગો ઉપર પોલીસની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી હતી. ભારત બંધના એલાનને આણંદ જિલ્લામાં નિષ્ફળતા મળતા જિલ્લાના કિસાન યુનિયન સહિતના ખેડૂત સંગઠનો કૃષિ કાયદાના સમર્થનમાં હોવાનો મત જાગૃતોએ વ્યક્ત કર્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pv6jiG
ConversionConversion EmoticonEmoticon