
આણંદ : આણંદ એલસીબી પોલીસે વાસદ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી દેવગઢ બારીયા જેલમાંથી ખુંખાર આરોપીઓને ભગાડી જનાર માસ્ટર માઈન્ડ તેમજ મર્ડર, લૂંટ, ચોરીઓ સહિતના ૬૬ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્શોને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે.
આ અંગે વધુ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, સને ૨૦૨૦ના બહુચર્ચીત દેવગઢ બારીયાની જેલ તોડી ૧૩ ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઈન્ડ કિશન ઉર્ફ કેશન અબરૂભાઈ સંગોડ, રહે.પાઉં, તા.ધાનપુર, જી.દાહોદનાઓ તેના સાગરીતો સાથે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લૂંટ તેમજ ચોરીઓના ગુનાઓ કરે કરાવે છે. જેથી એલસીબી પોલીસે હ્યુમન/ટેકનીકલ ઈન્ટેલીજન્સની મદદથી માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન કિશન ઉર્ફે કેશન અબરૂભાઈ સંગોડ તથા તેની ગેંગમાં કામ કરતા સાગરિતો હોળીનો તહેવાર હોઈ કાઠીયાવાડથી વતનમાં વાસદ થઈ જનાર હોવાની માહિતી મળતા પોલીસની ટીમ વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીમાં વર્ણવ્યા મુજબના શખ્શો તારાપુર તરફથી આવેલ રીક્ષામાંથી ઉતરી બસ સ્ટેન્ડ તરફ જતા હતા ત્યારે પોલીસે તેઓને કોર્ડન કરી ઝડપી પાડયા હતા અને તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા કિશન ઉર્ફે કેશન અબરૂભાઈ સંગોડ (ઉં.વ.૩૩, રહે.ઉચ્વાસ ફળીયું, પાંઉ, તા.ધાનપુર, જિ.દાહોદ), માંજુભાઈ હીમાભાઈ ભાંભોર (ઉં.વ.૨૦, રહે.ભાભોર ફળીયુ, ઉંડાર, તા.ધાનપુર, જિ.દાહોદ) અને મનુભાઈ મસુલાભાઈ મોહનીયા (ઉં.વ.૩૬, રહે. સુરાડુગરી ફળીયુ, કાંટુ, પોસ્ટ સજોઈ, તા.ધાનપુર, જિ.દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેઓની અંગજડતી લેતા તેઓની પાસેથી રોકડ તેમજ કોંડા ઘડીયાળ, કટર તથા છીણી મળી આવેલ હોઈ જે વસ્તુઓના બીલ કે આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જબાવ આપી ન શકતા પોલીસે તેઓને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની વધુ પુછપરછમાં કિશન ઉર્ફે કેશન અબરૂભાઈ સંગોડ ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન ગામનો લસુ દેવગઢ બારીયા જેલમાં હતો કે સમયે રામસીંગના ફોનથી થયેલ વાતચીતમાં લસુએ જણાવેલ કે, લોકડાઉનના કારણે કોર્ટમાં તારીખે જવાતુ ન હોઈ પોતે તથા ગબી અને રાકેશ કંટાળી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી કિશને જણાવેલ કે તમો બધા જેલની બેરેકનું તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસીંગ રસ્સો લઈને બહારથી મદદ કરવાનું નક્કી કર્યું હતું અને તા.૩૦-૪-૨૦૨૦ના દિવસે રામસીંગ સાથે દેવગઢ બારીયાથી ૭૦ મીટર લાંબો રસ્સો લઈ જેલની બહાર આજુબાજુમાં રહી મોડી રાત્રિએ લસુ સાથે ફોનથી વાત થતા જેલની દિવાલ નજીક આવી ગયા હતા અને રસ્સાને થોડા થોડા અંતરે ગાંઠો મારી વરંડાને અડીને કુંડીની દિવાલ થઈ જેલના કોટ ઉપર ચઢી ગયેલ અને રસ્સાનો એક છેડો જેલની અંદર નાખી રસ્તાને લોખંડની એંગલ સાથે બાંધી જેલમાંથી કુલ ૧૩ આરોપીઓને જેલમાંથી ભગાડી ગયેલ હોવાની હકીકત જણાવી હતી.
પોલીસની વધુ પુછપરછમાં કિશન ઉર્ફે કેશન અબરૂભાઈ સંગોડ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૮ જેટલા ગુનાઓ તેમજ દેવગઢ બારીયા અને દામાવાવ પોલીસ મથકના મળી કુલ ૯ જેટલા ગુનાઓમાં નાસતો ફરતો આરોપી હોવાનું ખુલવા પામ્યું હતું. તેમજ તેણે ધાનપુર તાલુકાના ચોર બારીયા ગામે સાગરીતો સાથે મળી એક મકાનમાંથી રૂા.૧૫૦૦૦ની ચોરી, મોઢવા ગામે એક દુકાનમાંથી પરચુરણ સામાનની ચોરી, મેનપુર ગામે સાગરિતો સાથે મળી લૂંટનો પ્રયાસ, નળુ ગામે ચોમાસામાં કરીયાણાની દુકાનમાંથી અગરબત્તીના પેકેટ તેમજ પરચુરણ સામાનની ચોરી, પીપેરો ગામે કેબીલ તોડી પેટ્રોલના કારબાની ચોરી, બારીયા ગામે દુકાનનું શટર તોડી નવી છત્રીઓની ચોરી, મેદરી ગામેથી બકરાની ચોરી તેમજ વડોદરા શહેર વિસ્તારના અકોટામાં રાત્રિને સમયે બંધ મકાનમાંથી ચોરી, માંજલપુરમાં રાત્રિના સુમારે રેલ્વેની આજુબાજુમાં આવેલ સોસાયટીઓમાં ચોરીની કોશીષ, સોમતલાવ પાસે, માંજલપુર તેમજ રવિપાર્ક વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરી, વડસર વિસ્તાર સ્વામિનારાયણ મંદિરમાંથી દાનપેટી અને સીસીટીવી ડીવીઆરની ચોરી તેમજ ધ્રોલ મુકામે સહકારી મંડળીનું તાળુ તોડી અને એગ્રોની દુકાનનું તાળુ તોડી ચોરી કરી હોવાના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું.
સાથે સાથે ગોંડલમાં માર્કેટ યાર્ડમાં રાત્રીના સમયે બે દુકાનના શટર તોડી તેમજ માતાજીના મંદિરમાંથી દાનપેટીની ચોરી તેમજ કાલાવાડ તાલુકાના રણુજા પાસે એક આશ્રમમાં સાગરીતો સાથે મળી સાધુઓને ડરાવી ધમકાવી કરેલ લૂંટ મળી ૧૯ જેટલા ગુનાઓની કબુલાત કરી હતી. વધુમાં તે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ૨૧ જેટલા ગુનાઓમાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી મનુ મોહનીયાએ ગોંડલ, ધ્રોલ સહિતની જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત
આણંદ : ઝડપાયેલ અન્ય સાગરીત મનુભાઈ મસુલાભાઈ મોહનીયાએ પણ વડોદરા શહેરના એકોટામાં રાત્રીના સુમારે બંધ મકાનમાં ચોરી, માજલપુરમાં રાત્રીના સમયે રેલ્વેની બાજુમાં આવેલ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ, કલાલી રેલ્વે ફાટક પાસે ચોરીનો પ્રયાસ, સોમતલાવ પાસે, માંજલપુર તેમજ રવિપાર્ક વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરી, વડસર વિસ્તાર સ્વામિનારાયણ મંદિરમાંથી દાનપેટી અને સીસીટીવી ડીવીઆરની ચોરી તેમજ ધ્રોલ મુકામે સહકારી મંડળીનું તાળુ તોડી અને એગ્રોની દુકાનનું તાળુ તોડી ચોરી તેમજ ગોંડલમાં માર્કેટ યાર્ડમાં રાત્રીના સમયે બે દુકાનોમાં શટર તોડી રોકડ રકમની કરેલ ચોરી જેવા ગુનાઓની કબુલાત કરી હતી.
અન્ય એક આરોપની જુદા જુદા આઠ ગુનામાં સંડોવણી ખુલી
આણંદ : પોલીસે ઝડપી પાડેલ અન્ય સાગરીત માંજુભાઈ હિમાભાઈ ભાંભોર ધાનપુર પોલીસ મથકના ૬ તેમજ ધોળકા અને અમદાવાદ પોલીસ મથકના બે મળી કુલ ૮ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી છે. તેમજ તેણે ધાનપુર તાલુકાના મેદરી ગામે કિશન સાથે મળી લૂંટ કરી હોવાનું અને મેનપુર ગામે સાગરીતો સાથે મળી લૂંટની કોશીષ અને સરકારી શાળામાંથી ઝેરોક્ષ મશીન તથા એલસીડી અને ચાર પંખાની ચોરી, દુકાનમાં ચોરી તેમજ પીપલોદની દુકાનમાં ચોરી, અમદાવાદમાં સોલા પાસે રેલ્વે ફાટક પાસે મકાનમાં ચોરી, દુકાનમાં ચોરી અને આણંદ તાલુકાના વેરાખાડી ગામે રોડ પરની કેબીન તોડી ચોરી તેમજ મોરબી મુકામે નદીની આ પારે મકાનમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31fwUmj
ConversionConversion EmoticonEmoticon