
- કોરોના પોઝિટિવ આવવાના કારણે આમિરની આગામી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'નું શૂટિંગ અટકી પડ્યું
નવી દિલ્હી, તા. 24 માર્ચ, 2021, બુધવાર
સામાન્ય લોકોની સાથે સાથે બોલિવુડના કલાકારોમાં પણ કોરોના પૂરજોશમાં વ્યાપી રહ્યો છે. અનેક સેલિબ્રિટી કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે સુપરસ્ટાર આમિર ખાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ આમિર ખાને પોતાની જાતને ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઈન કરી દીધી છે અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
જાણવા મળ્યા મુજબ આમિર ખાનની તબિયત હાલ સારી છે અને તેઓ ડૉક્ટર્સની સલાહ પ્રમાણે વર્તી રહ્યા છે. આમિર ખાન કોરોના પોઝિટિવ આવવાના કારણે તેમની આગામી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'નું શૂટિંગ અટકી પડ્યું છે. આમિર ખાન છેલ્લા એક વર્ષથી આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે તેઓ સાજા થશે ત્યાર બાદ જ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં કાર્તિક આર્યન, રણબીર કપૂર, સંજયલીલા ભણશાલી, કૃતિ સેનન, વરૂણ ધવન જેવા કલાકારો કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. તેના પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્યા, મલાઈકા અરોડા, અર્જુન કપૂર અને હર્ષવર્ધન રાણે જેવા અનેક સેલિબ્રિટી કોરોનાની લપેટમાં આવ્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d3akmh
ConversionConversion EmoticonEmoticon