ખેડા જિલ્લામાં કોરોનાએ અડ્ડો જમાવ્યો નડિયાદમાં આઠ સાથે કુલ 11 કેસ નોંધાયા


નડિયાદ

ખેડા જિલ્લામાં કોરોના કેસામાં ફરી વધારો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં આજે  નડિયાદમાં આઠ,મહેમદાવાદમાં બે અને વસોમાં એક કેસ મળી કુલ ૧૧  કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૯ મહિનામાં  મળેલા કુલ કેસોનો આંકડો ૩,૪૧૩ પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં આજે કુલ-૨૨૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે  જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૩૧  દર્દીઓ સારવાર હેઠળ છે.બે દર્દીઓ ઓક્સિજન પર  જ્યારે  ૨૯ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે મહિલા ઉં.વ.૫૩ વડવાળુ ફળીયુ વલેટવા તા નડિયાદ,પુરુષ ઉં.વ.૫૬ પથીક સોસાયટી,મહેમદાવાદ,પુરુષ ઉં.વ.૩૭ જગપ્રકાશ સોસાયટી નડિયાદ,મહિલા ઉં.વ.૩૬ પેરેડાઇઝ ઓરા રામતલાવડી નડિયાદ,મહિલા ઉં.વ.૫૬ યોગીનગર તા નડિયાદ,પુરુષ ઉં.વ.૪૧ સોહંગ રામ સોસાયટી નડિયાદ,પુરુષ ઉં.વ.૨૨ રૂદણ તા મહેમદાવાદ,પુરુષ ઉં.વ.૨૩ કંથારીયા ચકલા નડિયાદ,પુરુષ ઉં.વ.૨૦ બિમલપાર્ક નડિયાદ,મહિલા ઉં.વ.૬૧ લીમડા ચોક પલાણા તા.વસો,મહિલા ઉં.વ.૬૨ અનમોલ એપાર્ટમેન્ટ નડિયાદમાં નવા કેસો નોંધાયા છે. જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૧૪૧, ફ્રન્ટલાઇન વર્કર-૬૦૩, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૧૬૭૬, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૨૦૮ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ews2RO
Previous
Next Post »