કઠલાલ સીમમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો


નડિયાદ

કઠલાલ સિમમાં આવેલ જમીન અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ગુનો નોધાયો છે.આ બનાવ અંગે કઠલાલ પોલીસે નવ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કઠલાલ સિમમાં પ્રશાંતકુમાર પટેલની ખાતા નંબર-૨૩૦૦ સર્વે નંબર-૮૬૧ પૈકી જમીન આવેલી છે. આ જમીન તેમણે વેચાણ દસ્તાવેજથી રાખી હતી.જમીનના મૂળ માલિક રમણભાઇ,ચિમનભાઇ,જશોદાબેન અને જડીબેનની પાસેથી વેચાણ રાખી જમીનની રકમ પૂરેપૂરી ચૂકવી આપી હતી.જમીનના રેવન્યુ રેકર્ડ અને ૭/૧૨ માં પ્રશાંતભાઇનુ નામ ચાલતુ હતુ.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ જમીનમાં બનાવેલ બે કાચી ઓરડીઓ રમણભાઇ  અને  અન્ય લોકોએ ગેરકાયદેસર ઊભી કરી છે. રમણભાઇ અને અન્ય લોકો જમીનનો કબ્જો આપતા નથી.આશરે ત્રણ મહિના પહેલા જમીનનો કબ્જો લેવા પ્રશાંતકુમાર જતા રમણભાઇ,નાનાભાઇ અને અન્ય વ્યક્તિઓ આવ્યા હતા અને ગાળો બોલી ધમકાવી ભગાડી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે પ્રશાંતકુમારે તાજેતરમાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એકટ મૂજબ જિલ્લા સમાહર્તાને અરજી કરી હતી.જે અરજી જિલ્લા કલેકટરે માન્ય રાખી પોલીસ ફરિયાદ નોંધવા જણાવ્યુ હતુ.આ બનાવ અંગે પ્રશાંતકુમાર દિલીપભાઇ પટેલ રહે,કઠલાલ મૂખીની ખડકીએ કઠલાલ પોલીસ મથકે નવ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવ આરોપીનાં નામ

(૧) રમણભાઇ સોમાભાઇ તળપદા (૨) શાન્તાબેન રમણભાઇ તળપદા (૩) સુરેશભાઇ રમણભાઇ તળપદા (૪) મંગુબેન સુરેશભાઇ તળપદા (૫) અશ્વિનભાઇ સુરેશભાઇ તળપદા (૬) દિનેશભાઇ બાબુભાઇ વાઘેલા (૭) લીલાબેન દિનેશભાઇ (૮) કીરણભાઇ ભગવાનભાઇ તળપદા (૯) નારણભાઇ હુકાભાઇ જોગરાણા



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30GQ8kl
Previous
Next Post »