TV Talk : રવિ દુબેએ લખ્યું જમાઇ 2.0 સીઝન-2નું નવીનતમ ટીઝર


પ્રતિભાશાળી અભિનેતા રવિ દુબેએ  મળતી માહિતી અનુસાર, જમાઈ ૨.૦ સીઝન ૨ ફરીથી એકવાર  મનોરંજન કરવા માટે તૈયાર છે. રવિ ફરી એકવાર તેના જ્વલંત વ્યક્તિત્વથી સ્ક્રીનને ભરી દેશે! શ્રેણીમાં મુખ્ય અભિનેતા હોવા ઉપરાંત, રવિએ આ વિશિષ્ટ પ્રોજેક્ટમાં એકદમ અલગ રીતે પ્લે કર્યો છે.  પ્રેક્ષકો, સામાન્ય રીતે જુદા જુદા કલાકારોની અભિનયની વાકેફ હોય છે, ઘણા દર્શકો અભિનેતાના વધારાના ગુણો અને પ્રતિભા વિશે જાણતા નથી. રવિ દુબે એ પ્રતિભાનું પાવરહાઉસ બનવાનું એક ઉત્તમ ઉદાહરણ છે! શ્રેણીનો મુખ્ય તત્વ હોવા ઉપરાંત, જમાઇ ૨.૦ સીઝન ૨ ના નવીનતમ ટીઝરની સ્ક્રિપ્ટ લખવામાં પણ રવિનો મહત્વનો ભાગ હતો! જમાઈ ૨.૦ વિશેનો બીજો એક અનોખો પાસા એ છે કે રવિએ અગાઉ પણ ટાઇટલ ટ્રેક માટે પોતાનો અવાજ આપ્યો હતો. તે ટીઝરથી સ્પષ્ટ થાય છે કે રવિએ રચનાત્મક પ્રક્રિયાની કલ્પના કરી છે. જેનાથી તે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. 

સારું, તે કહેવું પૂરતું છે કે રવિ દુબેને ખાતરી છે કે જાણે દરેકને તેના જુદા જુદા પાસાઓથી આશ્ચર્ય કેવી રીતે કરવું! ફરી એક વાર તેને જમાઈ ૨.૦ સીઝન ૨ માં તેનો કરિશ્મા જોવાની અમે રાહ જોઇ રહ્યા છીએ. 


રૂચા હસબનીસ : ટચુકડા પડદે ફરી આવવા આતુર

પ્રમાણમાં લાંબા સમયગાળા પછી અભિનેત્રી રૂચા હસબનીશ ટચુકડાં પડદે ફરી આવે એવી ગણતરી મંડાઈ રહી છે. આ અભિનેત્રીના ૨૦૧૪માં લગ્ન થયા હતા, તે વેળા જ તેણે શો-બિઝને આખરી સલામ કરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના પરિવાર પર ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૦માં 'સાથ નિભાના સાથિયા' સીરિયલમાં રાશિનો રોલ ભજવ્યા પછી તેનું નામ ઘરે ઘરે જાણીતું થઈ ગયું હતું. હવે તેને ફરી અભિનયની લગની લાગી છે. રૂચા કહે છે, 'મારું બાળક હજુ ઘણું નાનું છે અને તેને એકલું મુકીને મારે કામે ચડવું પડે. જો કે હવે થોડું મોટું થયું છે. હવે તેને સરળતાથી પકડી શકાય છે. સારી પટકથા અને મજબૂત પાત્ર મળે તો હું ફરી એક્ટિંગ ભણી વળું, પછી ભલેને રોલ નાનો કેમ ન હોય.'

પોતાના બાળકની સારસંભાળ સાથે અભિનેત્રી તેના સ્ટાર્ટ-અપમાં પણ વ્યસ્ત છે. કામ અને પારિવારિક સમય વચ્ચે સમતુલા જાળવવાની વાતો કરતાં રૂચા જણાવે છે, 'હું મારા પતિ સાથે અમારા પોતાના સ્ટાર્ટ-અપમાં કામ કરું છું. એક્ટિંગ તો મારું સૌથી મોટું પેશન છે. જો મને સારું પાત્ર આપવામાં આવે તો તેને સ્વીકારતા હું ખંચકાટ નહીં અનુભવું. હું મારા પરિવાર અને કામ વચ્ચે સમતુલા જાળવી લઈશ,' એમ તેણે જણાવ્યું હતું.

જ્યારે ચાહતને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે 'હું કંઈ રોહન સાથે ડેટિંગ નથી કરતી. વાસ્તવમાં હું તો રિલેશનશિપની વાતથી કંટાળી ગઈ છું. હું તો મારા કામ પર જ ફોકસ કરી રહી છું રોહન મારી સાથે કામ કરે છે કેટલાંક પ્રોજેક્ટોમાં એ તો પરિવારના સભ્ય જેવો છે.'


 હીબા સાથે બ્રેકઅપ પછી  રોહન ચાહતના પ્રેમમાં ?

ઓગસ્ટ, ૨૦૧૮માં એવા અહેવાલ ખૂબ ચમક્યા હતા કે અભિનેત્રી હીબા નવાબ અને અભિનેતા રોહન ગણદોત્રા વચ્ચે રિલેશનશિપની મોસમ છલકી છે. જો કે તે વેળા તો એ બંનેએ આવી કોઈ રિલેશનશિપ હોવાની વાતને નકારી કાઢી હતી અને આવી અફવાથી અમને કશું લાગતું-વળગતું નથી. જો કે આ અંગે સુમાહિતગાર વર્તુળો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે તેઓ કોમન ફ્રેન્ડ્સ થકી મળ્યા હતા અને ડેટિંગ પણ શરૂ કરી છે. જો કે એકાદ-દોઢ વર્ષ પછી એવા અહેવાલ મળ્યા હતા કે આ બંને વચ્ચેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાયું છે. કોરોનાવાઇરસને પગલે લોકડાઉન અમલી બન્યું તેના થોડા મહિના પહેલા હીબા અને રોહન વચ્ચેના સંબંધો સાવ તળિયે પહોંચી ગયા હતા. સુમાહિતગાર વર્તુળો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે આ ભૂતપૂર્વ કપલ વચ્ચેના સંબંધોને કેટલાંક સુસંગત મુદ્દાને કારણે જફા પહોંચી છે અને લાગણીના સંબંધો કાટ લાગ્યો છે. સમય વિતતા બંને જણાને વાસ્તવિકતાની જાણ થઈ હતી અને બંને અલગ થયા હતા. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ અને એપ્રોચ સાવ ભિન્ન જ હતો.

એક સંબંધ પર પૂર્ણવિરામ મુકાયા પછી હાલમાં જ નવી અફવા એ સાંભળવા મળી કે રોહનને 'બડે અચ્છે લગતી હૈ' ની હીરોઈન ચાહત ખન્ના સાથે પ્રેમ થઈ ગયો. વાસ્તવમાં ચાહતે સોશિયલ મીડિયા પર રોહન સાથેના કેટલાંક ફોટા શેર કર્યા. આ બાબતે બળતામાં ઘી હોમ્યું હતું. રોહન અને ચાહતના નિકટના સાથીઓએ તેમની કેમેસ્ટ્રી અંગેની વાતો કરી તેઓ ડેટિંગ કરતા હોવાની વાતને પૃષ્ઠિ આપી. જો કે ચાહત અને રોહને તો એ જ જણાવ્યું કે અમે 'સારા મિત્રો' છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pyMGSQ
Previous
Next Post »