- રિયાલિટી શો નિયમિત નિહાળતી કામ્યા પંજાબીએ જ્યારે સાંભળ્યું કે રૂબિના અને અભિનવ શુકલાના લગ્નમાં કોઈ સમસ્યા સર્જાય છે ત્યારે તેને જબરો આઘાત-આંચકો લાગ્યો
'બિગ બોઝ' શો તેની ખટમધુરી અને સાચી વાત માટે કાયમ ચર્ચા અને વિવાદમાં રહે છે, એ તો વર્ષો જૂની વાત છે, પણ દર્શકોને આમાં ઘણી મઝા અને આનંદ મળે છે એ પણ એટલી જ સાચી વાત છે. હજુ તાજેતરમાં જ 'બિગ બોઝ-૭'ની સ્પર્ધક કામ્યા પંજાબીએ આ વર્ષે પણ આ શો ધ્યાનપૂર્વક નિરખતી હોવાનું અને તેની મઝા માણતી હોવાનું જાણવા મળ્યું. આટલું જ નહીં, કામ્યા પંજાબી સોશિયલ મીડિયા પર તેના અભિપ્રાયો પણ શેર કરવામાં કોઈ આંચકા અનુભતી નથી. આ માટે ઘણીવાર તેને ટ્રોલ પણ કરવામાં આવી છે. આમ છતાં કામ્યા જરાય ડરી નથી અને પોતાના અભિપ્રાય આપતી રહે છે.
આમ રિયાલિટી શોને નિયમિત નિહાળતી કામ્યા પંજાબીએ જ્યારે સાંભળ્યું કે રૂબિના ડિલાઇક અને અભિનવ શુકલાના લગ્નમાં કોઈ સમસ્યા સર્જાય છે ત્યારે તેને જબરો આઘાત-આંચકો લાગ્યો. આનું કારણ એ હતું કે કામ્યા અને રૂબિનાએ 'શક્તિ ઃ અસ્તિત્વ કે અહેસાસ કી' શોમાં વર્ષો સુધી એક સાથે કામ કર્યું હતું જો કે રૂબિનાએ કદી તેની આ સહ-કલાકારને તેની સમસ્યાની જાણ કરી નહોતી.
એ વાતનો ઉલ્લેખ કરતાં કામ્યા કહે છે, 'મને તો તેમની રિલેશનશિપ વચ્ચે સર્જાયેલી સમસ્યા અંગે તો કશી ખબર જ નહોતી. અમે બંને સારા મિત્રો નહોતા. હા શુટિંગ પછી મળવું કે ચિટચેટ કરવું બનતું હતું, પણ અમે એકબીજા સાથે એ શો માટે ચાર વર્ષ સાથે કામ કર્યું હતું. અમારી આખી ટીમ સાથે તેણે મને પણ તેના ઘરે ડિનર પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. રૂબિના અભિનવ માટે કાયમ 'મારો પતિ' એવું સંબોધન કરતી. જે ખૂબ જ ક્યૂટ લાગતું અને હું તો કાયમ એવી વિચારતી કે એ તેને (અભિનવ) ઊંડો પ્રેમ કરે છે. અરે, અમે તો 'કરવા ચોથ'ની ઉજવણી કેવી રીતે કરવી તેની યોજનાની પણ ચર્ચા કરી હતી. અમને તો એકેય વાર એવી શંકા નહોતી પડી કે તેમના વચ્ચેના સંબંધોમાં તિરાડ છે. - મેં પોતે જ જોયો હતો કે તેમના બે વચ્ચે તો ઘણો બધો પ્રેમ હતો. હવે તેઓ છૂટાછેડા લેવાની યોજના બનાવી રહ્યા છે, એ વાત જાણીને-સાંભળીને મને તો આંચકો લાગ્યો છે. '
રૂબિના અને અભિનવના લગ્ન ભણી બધાનું ધ્યાન ગયું તેનું એક કારણ તેમની સહ-સ્પર્ધક રાખી સાવંતની કઢંગી વર્તણૂક પણ છે. રાખીની વર્તણૂક અંગે 'બિગ બોઝ' હાઉસમાં થતી ટિપ્પણીઓ અંગે કામ્યા પંજાબી કહે છે, 'જસ્મીન ભાસીન એક વેળા કહ્યું હતું કે અભિનવે તો રાખી સાથે ચોક્કસ રેખા દોરી દેવી જોઈએ જેથી તેનાથી અંતર રાખી શકાય. આ વાત સાથે હું પણ સહમત થાઉં છું. અભિનવ અને તેના ટેન્સનને લાગેવળગે ત્યાં સુધી તો હું તેને બરાબર જાણું છું અને તેના રાખી સાથે કોઈ ખોટા ઇન્ટેશનો ન હોય શકે. ગેમ અથવા ઇમ્યૂનિટીને નામે રાખીની ફ્લર્ટિંગ-પ્રણયચેષ્ટા સાથે તે કોઈ રમત રમવા સહમત થાય એવું પણ નથી. એ જોક્સ શરૂ કરે છે અને લાંબો સમય સુધી ચાલુ રાખે છે. આ બધા માટે હું કંઈ અભિનવ પર કોઈ આળ નથી મુકતી. એકવાર નિર્ધારિત હરોળ વટાવી લીધા પછી રાખીને ખબર નથી હોતી કે ક્યાં અટકવું,' એમ કામ્યાએ જણાવ્યું.
હવે જોવાનું એ રહે છે કે કામ્યાને લાગેલા આઘાત કેટલો ટકે છે અને પરિસ્થિતિ કેવો વળાંક લે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qAD0IT
ConversionConversion EmoticonEmoticon