'ગુ મ હૈ કિસી કે પ્યાર મેં' સીરિયલમાં પાંખીનું પાત્ર ભજવનારી અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ શા કારણે આ શો છોડી દીધો એના ગમે એટલા કારણો હોય શકે, એને એક બાજુએ રહેવા દઈએ તોય એક વાત તો કબૂલ કરવી રહી કે એ શોના સારા એવા વખાણ થયા છે અને એ શોની અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ તેના સાથી કલાકાર નીલ ભટ્ટ સાથે સગાઈ કરી લીધી છે. જો કે ઐશ્વર્યા શર્મા તેના અંગત જીવન માટે કદી કશું કહેતી નથી.
ઐશ્વર્યા શર્મા કહે છે, 'હું અત્યંત અંગત વ્યક્તિ છું અને મને મારી અંગત જિંદગી માટે જાહેરમાં કહેવાનું ગમતું નથી. હું ખૂબ જ હેપ્પી સ્પેસમાં છું, એવું લોકોનું કહેવું છે.'
જો કે ઐશ્વર્યા શાસ્ત્રીય નૃત્યની વિખ્યાત નૃત્યાંગના છે અને તેણે કથ્થક વિશારદની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેજ પર શાસ્ત્રીય નૃત્ય કર્યા છે, પણ કદીયે એક્ટિંગને કેરિયર બનાવવાનું વિચાર્યું નહોતું. 'એક શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે અને તેમાં રસ હોય એ સ્વાભાવિક છે, પણ મેં કદીય વિચાર્યું નહોતું કે હું ફૂલટાઇમ એક્ટિંગ કરીશ. મારા શિક્ષકો અને મિત્રોની મિમિક્રી કરીને હું મારા પરિવારજનો અને મિત્રોનું મનોરંજન કરતી, પણ એ એટલું જ પૂરતું હતું. થોડા વર્ષો બાદ, મેં ડાન્સિંગ પરથી ધ્યાન હટાવી મારા અભ્યાસ પર ફોકસ કર્યું. એન્જિનિયરિંગના મારા પ્રથમ વર્ષ વેળા મેં કથ્થક વિશારદની ડિગ્રી મેળવી લીધી હતી અને મેં સોલો પરફોર્મન્સ પણ કર્યું હતું, પણ ફરીવાર મારી જર્ની આગળ વધી,' એમ તેણે જણાવ્યું હતું.
ઐશ્વર્યા કહે છે કે એક્ટિંગ પહેલાં મેં રિજેક્શન તો ઘણાં સહ્યા છે અને તેનાથી હું વધુ મજબૂત બની છું. 'રિજેક્શન એ તો જીવનનો એક ભાગ છે એમ થતાં હું છોડીને નાસી નહીં ગઈ. રિજેક્શનથી હું હતોત્સાહ ન થઈ. મેં ઓડિશન આપવાનું ચાલુ રાખ્યું જેને કારણે મારી કામગીરી સુધરી.
મને ટીવી અને ઓટીટી બંને પર કામ મળ્યું. હું નથી માનતી કે ટીવીની પહોંચ ટૂંકી છે. મારા પિતાએ મને એક્ટિંગ ભણી ધકેલી છે,' એમ તેણે વધુમાં જણાવ્યું હતું.
ન્યૂ નોર્મલમાં કામ કરવાની વાતની વિગતો જણાવતા ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે 'પ્રારંભમાં અમે જ્યારે શુટિંગ કરતા ત્યારે પરિસ્થિતિ ઘણી જુદી હતી. ન્યૂ નોર્મલમાં શુટિંગ કરવું એટલે બીજા નિસર્ગમાં કામ કરવા સમાન કહી શકાય,' એમ ઐશ્વર્યા શર્માએ સમાપન કરતાં જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NC4Q9a
ConversionConversion EmoticonEmoticon