હૃતિક રોશને હોસ્પિટલના ગેટકીપરને તમાચો ચોડી દીધો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 ફેબ્રુઆરી 2021, સોમવાર

હૃતિક રોશન એક સારો અભિનેતા હોવાની સાથેસાથે પોતાના નમ્ર સ્વભાવ માટે પણ જાણીતો છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ફરી રહ્યો છે, જે જોઇને લોકો અચંબામાં પડી ગયા છે. 

વાત એમ બની છે કે, હૃતિક પોતાના બન્ને પુત્રો સાથે એક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે જ્યારે હોસ્પિટલમાં એન્ટ્રી કરવા જતો હતો ત્યારે ત્યારે દરવાજા પરના દરવાને તેને હોસ્પિટલમાં જતા રોક્યો હતો. ત્યારે હૃતિક અને ગેટકીપર વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. વાત આટલાથી ન અટકતા વધુ બગડી ગઇ હતી અને હૃતિકે તે દરવાનને તમાચો ચોડી દીધો હતો. આ પછી હૃતિક પોતાના પુત્ર સાથે બીજા દરવાજામાંથી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. 

જોકે હૃતિક હોસ્પિટલમાં પુત્રો સાથે શું કામ ગયો હતો તે જાણવા મળ્યું નથી. પરંતુ સરળ અને શાંત સ્વભાવના હૃતિકને આટલો ઊગ્ર જોતા તેના ચાહકો અચંબામાં પડી ગયા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં હૃતિક અને દરવાન વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ai0TxW
Previous
Next Post »