કાર્તિક આર્યન ઓટીટી પર ડેબ્યુ કરે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 ફેબ્રુઆરી 2021, સોમવાર

બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેકટર સંજય લીલા ભણશાલી હીરા મંડી ફિલ્મથી ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે, ભણશાલીએ હીરા મંડી માટે  સંજય લીલા ભણશાલીએ નેટફિલ્કસ સાથે કરાર કર્યા છે. હીરા મંડીમાં સંજય લીલા ભણશાલી ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન ગણિકાઓની સ્થિતિ રૂપેરી પડદે દર્શાવશે.આ ફિલ્મ માટે ભણશાલી હાલ કાસ્ટિંગમાં વ્યસ્ત છે. 

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાર્તિક આર્યન હીરા મંડીમાં મુખ્ય પાત્રોમાં જોવા મળશે. તેની અને ભણશાલીની વાતચીત સતત ચાલી રહી છે. આ પહેલા પણ તેમણે થોડા પ્રોજેક્ટસ માટે મુલાકાત કરી હતી,પરંતુ મેળ ખાધો નહીં. હાલમાં જ કાર્તિક ડાયરેકટરની ઓફિસમાં ગયો હતો, જે દરમિયાન બન્નેએ હીરા મંડીની ચર્ચા કરી હતી. 

કાર્તિક અને ભણશાલી વચ્ચે ગંગૂબાઇ કાઠિયાવાડીને લઇને પણ ચર્ચા થઇ હતી. પરંતુ વાત બની નહોતી. પરંતુ હવે લાગે છે કે, બન્ને હીરા મંડીના પ્રોજેકટ માટે હાથ મેળવશે. જોકે હીરા મંડી મુખ્યત્વે રૂપજીવિની પર આધારિત હશે, જેમાં કાર્તિક આર્યન પણ આ ફિલ્મમાં રસપ્રદ પાત્ર ભજવતો જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pEx2WZ
Previous
Next Post »