(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 ફેબ્રુઆરી 2021, સોમવાર
બોલીવૂડની અભિનેત્રી ડાયના પેન્ટી અત્યાર સુધીમાં થોડી જ ફિલ્મોનો હિસ્સ ોબની છે. હવે તેણે કારકિર્દી માટે દક્ષિણની રૂખ પકડી છે. હિંદી ફિલ્મોમાં કામ કર્યા પછી ડાયના પેન્ટી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની છે.
રિપોર્ટસના અનુસાર, રોશન એન્ડ્ર્યુના દિગ્દર્શમાં બનનારી ફિલ્મનું સેલ્યુટ શિર્ષક રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા દુલકર સલમાન લીડ રોલમાં જોવા મળશે. આ એક એકશન ફિલ્મ હોવાની વાત છે. દિગ્દર્શક જલદી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માંગે છે.
પહેલા આ ફિલ્મનું શૂટિંગ ગયા વરસે જ શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે અધવચ્ચે જ ફિલ્મના કામમાં અવરોધ આવ્યો હતો. હવે આ વરસના અંત સુધીમાં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે.
ઉલ્લેખીય છે કે, દુલકર સલમાને પણ આ સમાચારને સમર્થન આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ પેન ઇન્ડિયા ફિલ્મની છે. જેને મલયાલમ ભાષામાં શૂટ કરવા ઉપરાંત ઘણી ભાષામાં ડબ કરવામાં આવશે. જોકે હજી આ ફિલ્મને લઇને સત્તાવાર ઘોષણા કરવાની બાકી છે.
ડાયેનાના આગામી પ્રોજેક્ટસની વાત કરીએ તો, જલદી જ તેને કુણાલ દેશમુખના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ શિદ્ધતમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મોહિત રૈના, રાધિકા મદાન અને સન્ની કૌશલ જેવા કલાકારો મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત ડાયના પેન્ટી બોસ્કો માર્ટિસ દ્વારા દિગ્દર્શિત મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળવાની છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MINrLx
ConversionConversion EmoticonEmoticon