રિહાનાના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટને સસ્પેન્ડ કરવાની માંગણી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

ઇન્ટરનેશલ પોપ સ્ટાર રિહાના યોપલેસ થઇને ભગવાન ગણેશના  પેડન્ટ પહેરીને વિવાદોમાં ઘેરાઇ છે. રિપોર્ટસના અનુસાર,  વિશ્વ હિંદુ પરિષદે ટ્વિટરના સીઇઓના વિરુદ્ધ દિલ્હી અને મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

વીએચપીનું કહેવું છે કે, રિહાનાની આ પ્રકારની તસવીર ટ્વિટર પર શેર કરીને હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. પરિષદે રિહાનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગણી  કરી છે. 

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતાએ જણાવ્યું હતુ ંકે, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ હિંદુ  વિરોધી ગતિવિધિયોનું એક માધ્યમ બની ગયું છે. ટ્વિટર અને ફેસબુદ કિંદુઓની ભાવનાઓને  દુભવવા બદલ  કોઇ કાયદાકીય પગલા લેતુ નથી.  તેથી અમે બન્ને સોશિયલ મીડિયાના પેલ્ટફોર્મના સીઇઓ વિરુદ્ધ મુંબઇ અને દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતુ ંકે, અમે રિહાનાનો એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરી છે. જો ફેસબુક અને ટ્વિટર પર હિંદુ વિરોધી ગતિઓ બંધ કરવામાં નહીં આવે તો, આ બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બહિષ્કાર કરવામાં ાવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zs4VPu
Previous
Next Post »