(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
રણવીર શૌેરી કોરોના પોઝિટિવ થયા છે. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી.
બુધવારે રણવીર શૌરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ કોરોનાના સપાટામાં આવી ગયા છે અને તેમણે પોતાને ક્વોરોનટાઇન કરી લીધા છે. તેમણે લખ્યું હતું કે, મારો કોવિડ ૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, મારામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા છે. અને હવે હું ક્વોરોનટાઇન થયો છું.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડના ઘણા સિતારાઓ રણવીર શૌરી પહેલા કોરોનાના સપાટામાં આવ્યા છે. જેમ કે, અમિતાભ બચ્ચન, કનિકા કપૂર, મોરાની પરિવાર, નીતુ કપૂર, અર્જનુ કપૂર, મલયકા અરોરા, વરુણ ધવન, કૃતિ સેનોન, રકુલપ્રીત સિંહ, તમન્ના ભાટિયા, તનાઝ કરીમ, હર્ષવર્ધન રાણે સહિત અન્યો પણ કોરોનાનો શિકાર બન્યા છે
રણવીર જલદી જ મેટ્રો પાર્ટ ટુમાં જોવા મળવાનો છે. હાલમાં જ તેની ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ લૂટકેસ રિલીઝ થઇ હતી. આ ઉપરાંત ઇરફાન ખાન સાથેની અંગ્રેજી મીડિયમમાં પણ જોવા મળ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u3MT4h
ConversionConversion EmoticonEmoticon