કપિલ શર્માના શોમાં સુનિલ ગ્રોવર ફરી જોવા મળે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

કપિલ શર્માનો જાણીતો શો હાલ ટચૂકડા પડદા પરી ઓફ એયર થયો છે. મેકર્સ જલદી જ નવા શો સાથે આવવાના છે. આ શોને લઇને તાજા સમાચાર આવ્યા છે. 

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, સલમાન ખાને કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના વચ્ચે સમાધાન કરાવી દીધું છે. સલમાન અને સુનિલના ખાસ સંબંધો છે, અને સલમાન ઇચ્છે છે કે, સુનિલ ધ કપિલ શર્માના શોમાં ફરી કામ કરે. 

ખાસ વાત તો એ છે કે, સલમાન આ શોનો નિર્માતા છે. તેથી તે ઇચ્છે છે કે આ શોને પહેલા જેવી લોકપ્રિયતા અપાવા માટે કપિલ અને સુનિલનું એક થઇને કામ કરવું મહત્વનું છે. 

શોના મેકર્સ હાલ  સુનિલ સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે સુનિલે આ વાતને સમર્થન આપ્યું નથી. સુનિલ અને કપિલને સાથે જોવા માટે દર્શકો પણ આતુર છે.

કપિલ શર્માના શોની છેલ્લી સીઝને ટચૂકડા પડદા પર ખાસ ઉકાળ્યું નથી. પહેલા જેવી લોકપ્રિયતા તેણે આ છેલ્લી સીઝનમાં ગુમાવી દીધી હતી. તેથી હવે સલમાન ઇચ્છે છે કે, નવા શોમાં  કપિલ અને સુનિલ સાથે જોવા મળે તો ફરી પહેલા જેવી રેટિંગ વધી જાય. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qQXBT
Previous
Next Post »