- 'અમે ઘણાં દંપતિઓ અલગ નહોતા થયા, એવી ઘણી વાતો સાંભળી છે કેમ કે તેમની સાથે તો ઘણાં મુદ્દા સંકળાયેલા હોય શકે છે, જેનાં નાણાંકીય અને અન્ય બાબતો પણ સંકળાયેલી હોય શકે છે. હું તો માનું છું કે આ મહામારીએ અમને સમય આપ્યો છે એકબીજા સાથે સાથે રહેવાનો. અને સાથે જ મિત્રતાને જીવંત રાખવાની તક આપી છે
અ ભિનેત્રી દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ આઠ વર્ષ પછી એક સીરિયલ ફરી પાછા આવી રહ્યા છે. આઠ વર્ષ બહુ મોટો સમયગાળો છે, પણ જેમ પ્રેમને સમયનો કાટ નથી લાગતો, એમ આ કપલના પ્રેમને પણ સમયનો કાટ નથી લાગ્યો અને આજે પણ બંને એકબીજાને અગાધ પ્રેમ કરે છે.
રિયલ-લાઇફ કપલ દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમે આઠ વર્ષ પહેલા 'સસુરાલ સિમરન કા'માં કામ કર્યું હતું. હવે, આટલા બધા વર્ષો વિતી ગયા છે ત્યાર બાદ આ બંને એકત્ર થયા છે અને મ્યુઝિક વીડિયોમાં એકબીજાને પ્રેમ કરે છે. 'છેલ્લા કેટલાંક વર્ષોમાં અમને કેટલીક ઓફરો મળી હતી, પણ એ અમને જામી નહોતી,' એમ દીપિકાએ જણાવ્યું. આ સાથે જ તેમાં ઉમેરો કરતાં કહ્યું હતું,' એમ દીપિકાએ જણાવ્યું. આ સાથે જ તેમાં ઉમેરો કરતાં કહ્યું હતું, 'અમે બંને ખૂબ જ ચુઝી છીએ અને અમે એવા નથી કે જે કંઈ હોય તે કરી લઈએ. હું તો માનું છું કે આ ગીત 'યાર દુઆ..' જે મમતા શર્માએ ગાયું છે, એ અમારા માટે સાચી પસંદગી છે અને તે પણ પાછા ફરવા માટે!
શોએને ઉમેર્યું, 'અમારી જોડીને ટીવી સીરિયલમાં વખાણવામાં આવી છે. જો કે અમને અન્ય શો મળ્યો નથી સાથે કામ કરવા માટે. આથી હવે, સાથે કામ કરવાની સારી તક મળી છે,' એમ તેણે જણાવ્યું હતું.
લગભગ એક દાયકા અગાઉ 'સસુરાલ સિમરન કા' ના સેટ પર આ કપલ મળ્યું હતું અને પ્રેમમાં પડયાં. આ પછી ચારથી પાંચ વર્ષ આ બંનેએ ડેટિંગ કર્યું અને ૨૦૧૮માં મીંઢળ બાંધી લીધા. આ પછી અને હવે, બંને સાથે કામ કરવા અંગેની ભિન્નતા અંગે શોએબ કહે છે, 'અમે જ્યારે 'સસુરાલ સિમરન કા' સેટ પર શૂટ માટે હાજર રહેતા ત્યારે અમે એકબીજાને ઓળખતા હતા અને ઘણા બધા રિહર્સલ કરાવતા, પણ જ્યારે આ મ્યુઝિક વીડિયો માટે શુટિંગ શરૂ કરાયું, એ તો સાવ સરળ હતું. વર્ષો થયા છતાં અમારી કેમેસ્ટ્રી બદલાઈ નહોતી કેમ કે એ તો મજબૂત બંધનની સુવાસ હતી.'
દીપિકાએ જણાવ્યું, 'અમારા બેમાં એ (શોએબ) ઘણો સોબર છે. એ જ્યારે જોક કહે છે ત્યારે હું ખડખડાટ હસી પડું છું. જ્યારે એ તો પહેલા સાંભળે છે અને એ પછી પ્રત્યાઘાત આપે છે.'
'અમે ઘણા બધા ફની વીડિયો બનાવ્યા છે. અમને તો એ અંગે ઘણો ભય હતો કે હસ્યા વિના અમે કોઈ ગીત પૂરું કરીશું ખરા ?, પણ અભાર માનો કે અમે બધુ મેનેજ કરી શક્યા,' એમ દીપિકાએ ઉમેર્યું હતું.
શોએબ અને દીપિકા સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ છે અને ટ્રોલ પણ થયા છે. તો તમે તેની સાથે કેવી રીતે કામગીરી પાર પાડો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં શોએબ કહે છે, 'હું ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવું છું. જો કોઈ મહત્ત્વનું હોય તો તે છે મારા પરિવારજનો. જો તેઓ બરાબર નહીં હોય તો તેમનું રક્ષણ કરવાની મારી જવાબદારી બને છે. સોશિયલ મીડિયાની કોઈ પણ નેગેટિવિટી તેમના પર પ્રસરે એવું હું ઇચ્છતો નથી, પણ જો કંઈ ચોક્કસ મર્યાદાની બહાર જાય હું તેનો બરાબરનો પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરું છું. તેણે એમ પણ જણાવ્યું કે અમારી આસપાસ ઘણી ભલાઈ, સાલસતા પ્રસરાયેલી છે. બંને - હું અને દીપિકા ઘણા જવાબદાર અને પુખ્ત લોકો છીએ. અમે આવી બાબતો ઘણી સારી રીતે હાથ ધરી શકીએ છીએ.'
મહામારીમાં સાથે મળીને સમય મઝામાં પસાર કર્યો ? - આ પ્રશ્નનો ઉત્તર આપતા દીપિકાએ જણાવ્યું, 'અમે ઘણાં દંપતિઓ અલગ નહોતા થયા, એવી ઘણી વાતો સાંભળી છે કેમ કે તેમની સાથે તો ઘણાં મુદ્દા સંકળાયેલા હોય શકે છે, જેનાં નાણાંકીય અને અન્ય બાબતો પણ સંકળાયેલી હોય શકે છે. હું તો માનું છું કે આ મહામારીએ અમને સમય આપ્યો છે એકબીજા સાથે સાથે રહેવાનો. અને સાથે જ મિત્રતાને જીવંત રાખવાની તક આપી છે. અમે તો અમારું કામકાજ વહેંચી લીધું હતું, પણ મને એ વાસ્તવિકતા કહેવાનો આનંદ થશે કે હું કામમાં હોઉં તોય શોએબે મારી સાથે પૂરતો સમય વ્યતિત કરવાનો પ્રયાસ કર્યો છે. એવી જ રીતે હું મારા છેલ્લા શોના શુટિંગમાં વ્યસ્ત હતી, ત્યારે એ મને ઘણી મદદ કરતો અને મારા માટે ચા પણ બનાવીને લાવતો હતો. આ એક નાનકડી કર્ટસી ઘણી મહત્ત્વની બની રહે છે. લગ્ન પછી જીવનમાં ઘણાં ચડાવ-ઉતરાવ આવે છે, પણ શોએબ મારા શ્રેષ્ઠ મિત્ર તરીકે યથાવત રહ્યો છે,' એમ કહી દીપિકાએ વાતો પૂરી કરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ubR65N
ConversionConversion EmoticonEmoticon