- ડેલનાઝે અગાઉ અભિનેતા રાજેવ પૌલ સાથે લગ્ન કર્યા હતા. એ પછી એની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. 'રાજેવ એ ખરેખર મારો પ્રથમ પ્રેમ હતો. મારા પર એનો ઘણો ધાક હતો, ડર હતો. રિલેશનશિપમાં હું ૧૦૦ ટકા પ્રદાન કરતી હતી, પણ જ્યારે આ બાબતો કામ કરી શકી નહીં. હું ભાંગીને ભૂક્કો થઈ ગઈ. લગ્નને ભૂલી ગઈ.
- હું હજુય સંતુષ્ટ નથી. 'મને નામ અને પ્રતિષ્ઠા મળી અને મેં સારા નાણાં પણ કમાયા છે. પણ હું હજુય એક અભૂતપૂર્વ ભૂમિકા ભણી નજર નાખીને બેઠી છું, તેની રાહ જોઈ રહી છું'
જાન્યુઆરીમાં દિલ્હી ઠંડુગાર હોય છે. હાડ થિજવી નાખતી ઠંડી. જો કે આવી ઠંડી અભિનેત્રી ડેલનાઝ ઇરાની માટે નહોતી. આ અભિનેત્રી એક એડના શુટિંગ માટે દિલ્હી ગઈ હતી અને સેટ પર જ 'ચટપટા દિલ્લી વાલા ખાના' ઝાપટતી હતી. 'અમે દિલ્હી એક વર્ષના ગાળા પછી પહોંચ્યા છીએ. આ અગાઉ - ગયા વર્ષે અમે ૨૭ જાન્યુઆરીએ દિલ્હીમાં હતા અને આ વખતે પણ બરાબર એ જ સમયે અમે ત્યાં છીએ. હું કાયમ દિલ્હીને પ્રેમ કરું છું. તેમાંય ખાસ કરીને શિયાળામાં. દિલ્લી કે છોલે-ખુલચે, ચાટ અને ગોલગપ્પે તો મારા સૌથી ફેવરિટ છે,' એવું કહે છે ડેલનાઝ ઇરાની. આ સાથે જ તેણે ઉમેર્યું, 'અમે સેટ પર અત્યંત સંભાળપૂર્વક રહેતા. હું તો છેક ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી ટીવી શોઝ અને વેબ સીરિઝનું શુટિંગ કરી રહી છે અને અત્યાર સુધી તો બધુ સારી રીતે પત્યું છે.'
ડેલનાઝને તેની કામની ટ્રીપ ઝાઝી ગમતી નથી. પણ આ સમયે તેણે એકેય પ્રવાસ એકલી રહીને નથી કર્યો. દરેક વખતે તેનો વરણાગિયો પર્સી કરકરિયા તેની સાથે હતો. પર્સી અંગે વાતો કરતાં ડેલનાઝ કહે છે, 'પર્સી તો મારી સ્પોર્ટ સિસ્ટમ છે, મારી શક્તિ છે. ૨૦૨૦નું વર્ષ અમારા બધા માટે ખૂબ ખરાબ વિત્યું, પણ તેણે મારા માટે ખૂબ સરળ બનાવી દીધું. લોકડાઉન દરમિયાન અમે વધુ અન્ય એક સ્તરે વધુ સઘન રીતે બંધાયા. અમે ઘણાં બધા કામ એકબીજાની સાથે રહીને કર્યા. એ ઝાડું મારતો અને હું જમીન સાફ કરતી. હું સવારના બરતન સાફ કરતી તો પર્સી રાત કે બરતન, હું બિગ બોઝ હાઉસમાં હતી ત્યારે એ મને મારા સમયની યાદ અપાવતો રહેતો. આમ છતાં પ્રામાણિકતાથી કહું તો એ તો મારી તેના બાળક જેવી સંભાળ રાખતો.'
ડેલનાઝ સાથેની વાતચીતમાં તેના લગ્ન અંગેની વાતો નીકળી તો તેણે સસ્મિત જણાવ્યું કે 'એના જેવો પુરુષ મારા જીવમાં આવે તો હું ખરેખર લકી કહેવાડવું. અને આ સાથે જ તેણે ઉમેર્યું કે અમે લગભગ છ વર્ષથી એક સાથે રહીએ છીએ અને એક પરિણીત કપલની જેમ. શાદી તો કભી ભી હો શકતી હૈ. પર્સીએ લગ્ન માટે મને કન્વીન્સ કરવી જોઈએ, પણ હું તો ગભરાઈ ગઈ હતી. કેમ કે હું તો વહેમી છું. હું એવું માનું છું કે જો હું વધુ આનંદિત થવાની લાગણી અનુભવીશ તો બધુ જ ધોવાઈ જશે, ખતમ થઈ જશે. આ બાબત જ મને અટકાવે છે અને મારો ગરીબડો પર્સી આ બધું સ્વીકારી લે છે. અત્યાર સુધીમાં અમે કેટલાંક દસ્તાવેજો જ સાઈન કર્યા છે, જેમાં મારો પણ સમાવેશ થઈ જાય છે અને હું જેવી એ માટે તૈયાર થઈશ, અમે બંને તૈયાર થઈશું તો ખાસ કરીને ૨૦૨૩ સુધીમાં લગ્ન કરી લઈશું.'
ડેલનાઝે અગાઉ અભિનેતા રાજેવ પૌલ સાથે લગ્ન કર્યા હતા. એ પછી એની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. 'રાજેવ એ ખરેખર મારો પ્રથમ પ્રેમ હતો. મારા પર એનો ઘણો ધાક હતો, ડર હતો. રિલેશનશિપમાં હું ૧૦૦ ટકા પ્રદાન કરતી હતી, પણ જ્યારે આ બાબતો કામ કરી શકી નહીં. હું ભાંગીને ભૂક્કો થઈ ગઈ. લગ્નને ભૂલી ગઈ. મેં વિચાર્યું કે હું કદીય પ્રેમ નહીં કરીશ. પણ પછી મારા જીવનમાં પર્સીનું આગમન થયું. તેના પ્રેમે મારા મગજમાં ફેરફાર કરી દીધો. હું તેને પહેલીવાર મળી ત્યારે મેં વિચાર્યું કે ઇતના પ્યાર કોઈ કિસસે કર શકતા હૈ. કિસી કો? તેનો પ્રેમ સેલ્ફલેશ છે. હું લોકોને કહેતી ફરું છું કે મેરે પાપાને ઇસકો ભેજા હૈ મેરે લિયે. મેં ૨૦૧૧માં મારા પિતાને ગુમાવ્યા અને વર્ષના અંતે મારા જીવનમાં પર્સીનું આગમન થયું ત્યારથી અમે પરિવિશ્વમાં વિહરીએ છીએ,' એમ ડેલનાઝ જણાવ્યું હતું.
સંખ્યાબંધ હિટ ફિલ્મો આપ્યા પછી, ટીવી શોઝ, વેબસીરિઝ અને થિયેટર કર્યા પછી પણ ડેલનાઝ કહે છે, એક અભિનેત્રી તરીકે હું હજુય સંતુષ્ટ નથી. 'મને નામ અને પ્રતિષ્ઠા મળી અને મેં સારા નાણાં પણ કમાયા છે. પણ હું હજુય એક અભૂતપૂર્વ ભૂમિકા ભણી નજર નાખીને બેઠી છું, તેની રાહ જોઈ રહી છું. મને જાણ છે કે હું પરફોર્મ કરી શકીશ. છેલ્લાં ૨૫ વર્ષથી મેં થિયેટર કર્યું છે, પણ શું હું હજુય એ માટે ડિઝર્વ નથી ? હવે હું કંઈક પડકારરૂપ હોય એવું કરવા માગું છું. ભલે ને તે કોમેડી કેમ ન હોય, પછી એ ભૂમિકા 'ચાંદની'માં શ્રીદેવીએ કરી હોય એના જેવી હોય તો તો મઝા આવી જાય. કોઈક સ્થળે જગ્યા ભરવા માટે જ માત્ર કોમેડી કરવા નથી માગતી. બે પાવરફૂલ સીન્સ વચ્ચે જગ્યા ભરવા હું કોમેડી કરવા નથી ઇચ્છતી. હું એક અભિનેત્રી તરીકે મારું વધુ સંવર્ધન થાય એમ ઇચ્છું છું,' એમ ડેલનાઝે જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dnDj6g
ConversionConversion EmoticonEmoticon