આણંદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
પેટલાદ નગરપાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર અને હાલ ઝાલોદ નગરપાલિકામાં ફરજ બજાવતા હિરલબેન ઠાકર સામે પેટલાદ ખાતે નવીન ટાઉનહોલ બનાવવાની કામગીરીમાં આચરવામાં આવેલ ગેરરીતિ સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી અંતર્ગત ખાતાકીય તપાસ શરૂ થતા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવતા ભારે ખળભળાટી મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ હાલ ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિરલબેન ઠાકર માર્ચ-૨૦૧૮થી ઓગષ્ટ-૨૦૨૦ દરમ્યાન પેટલાદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
તે દરમ્યાન તેમના દ્વારા પેટલાદ નગરપાલિકામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના હેઠળ નવીન ટાઉનહોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની રજૂઆત બાદ રાજ્ય સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગેરરીતિ સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ છે ત્યારે આ મામલે ખાતાકીય તપાસ શરૂ થતા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મુકવામાં આવતા પેટલાદ સહિત જિલ્લાની પાલિકા વર્તુળોમાં ખળભળાટી મચી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dtPkah
ConversionConversion EmoticonEmoticon